Vaccine/ PM મોદી, વિદેશ મંત્રી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી વેક્સિન

વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ ગૃહ પ્રધાન અમિત શાહે પણ કોરોના વાયરસ રસી લગાવી દીધી છે.

Top Stories India
A 23 PM મોદી, વિદેશ મંત્રી બાદ હવે ગૃહમંત્રી અમિત શાહે પણ લીધી વેક્સિન

આજે દેશમાં કોવાક્સિન રસીકરણનો બીજા તબક્કાની શરૂઆત થઈ છે. આ તબક્કામાં પ્રથમ રસી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ લીધી અને પહેલ કરી હતી. વડા પ્રધાન નરેન્દ્ર મોદી બાદ હવે ગૃહ પ્રધાન અમિત શાહે પણ કોરોના વાયરસ રસી લગાવી દીધી છે. મેદાંતા હોસ્પિટલના ડોકટરોની ટીમે તેમને કોરોનાથી બચાવવા રસી આપી છે.

અમિત શાહ પહેલા વિદેશ પ્રધાન એસ જયશંકરે અને પીએમ મોદીએ પણ કોરોના રસી લીધી છે. જયશંકરે ખુદ ટ્વીટ કરીને આ અંગે માહિતી આપી હતી કે તેમને ભારત બાયોટેક કોવેક્સિન લગાવી છે.

આપને જણાવી દઈએ કે, રસી મળ્યા બાદ પીએમ મોદીએ લોકોને કોરોના રસી લેવા માટે અપીલ કરી છે. પુડ્ડુચેરીથી વડા પ્રધાન નરેન્દ્ર મોદીએ આ રસીનો પ્રથમ ડોઝ લીધો છે. પીએમ નરેન્દ્ર મોદીને કોવાક્સિન ડોઝ ઇન્જેકશન આપનાર નર્સ પી. નિવેદા છે.

દેશમાં રસીકરણ 16 જાન્યુઆરીથી શરૂ થયું હતુ. હવે બીજો તબક્કો શરૂ થઈ ગયો છે. પ્રથમ તબક્કામાં શુક્રવાર સાંજ સુધી 1.37 કરોડ કોરોના રસીઓ લગાવવામાં આવી છે. 66.37 લાખ આરોગ્ય કર્મચારીઓને પ્રથમ ડોઝ અને 22 લાખને બીજો ડોઝ આપવામાં આવ્યો હતો.  જ્યારે 49.15 લાખ પહેલી હરોળના કર્મચારીઓને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે. જેઓ કે કુલ એક કરોડ આરોગ્ય કર્મચારીઓ, બે કરોડ ફ્રન્ટલાઈન કર્મચારીઓ અને 27 કરોડ વૃદ્ધ અને ગંભીર રીતે બીમાર લોકોને રસી આપવામાં આવશે.