સિંચાઈ પાણી/ ગુજરાતના ખેડૂતોને ઉનાળુ પાકની ખેતી માટે 2.27 મિલિયન એકર ફૂટ વધારાનું પાણી મળશે

આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા…

Top Stories Gujarat
Water for irrigation

Water for irrigation: મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના અધ્યક્ષસ્થાને મળેલ કેબિનેટ બેઠકના બ્રિફિંગમાં પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતુ કે, આ વર્ષે રાજ્યના ખેડૂતોને ઉનાળામાં સિંચાઇ માટે વધારાનું 2.27 મિલીયન એકર ફીટ પાણી મળશે. તેમણે જણાવ્યું કે, આ વર્ષે નર્મદા કંટ્રોલ ઓથોરિટી દ્વારા ગુજરાતને દર વર્ષે ફાળવણી થતા 9 MAF પાણીના સ્થાને કુલ 11.27 મિલયન એકર ફીટ પાણીની ફાળવણી કરી છે. જેના પરિણામે આ વર્ષે ગુજરાતના ખેડૂતોના ભાગે વધારાનું પાણી સિંચાઇ માટે ઉપલબ્ધ બનશે.

તેમણે કહ્યું કે, રાજ્યના જે ડેમોમા જૂથ યોજાનાઓ છે ત્યાં નર્મદા સિવાયનું પણ પાણી આપવામાં આવશે. જેના પરિણામે આ વર્ષે રાજ્યના ખેડૂતોને વાવેતરમાં વધુ સરળતા રહેશે. રાજ્યમાં આ વર્ષે પણ ઉનાળામાં પીવાના પાણીની પુરતી વ્યવસ્થા કરવામાં આવી છે.

પાકની ટેકાના ભાવે ખરીદી કરવાની જાહેરાત

પ્રવક્તા મંત્રીએ કહ્યું કે, મે મહિનામાં સંગ્રહિત ડુંગળી ઓક્ટોબર-નવેમ્બરમાં વપરાશ થઈ જતા મહારાષ્ટ્ર-રાજસ્થાનમાંથી ડુંગળીના ખરીફ પાકના ભાવ બજારમાં વધઘટ થાય છે. જેના કારણે ખેડૂતોને યોગ્ય ભાવ મળતા નથી. રાજ્યના મોટા ડુંગળી ઉત્પાદક જિલ્લાઓમાં ભાવનગર, ગીર સોમનાથ, રાજકોટ, જૂનાગઢ, સુરેન્દ્રનગર અને અમરેલી વગેરેનો સમાવેશ થાય છે. ગુજરાત સરકાર દ્વારા ચાલુ વર્ષમાં ખેડૂતો પાસેથી ઘઉં, બાજરી, જુવાર, રાગી અને મકાઈ, તુવેર, ચણા અને રાયની સહાય ભાવે ખરીદી કરવા માટે આગોતરૂ આયોજન કરવામાં આવ્યું છે. ગુજરાત સરકારના આ નિર્ણયથી ખેડૂતોને મોટી રાહત મળે તેવી શક્યતા છે. નોંધપાત્ર વાત એ છે કે એક તરફ સરકારે ખેડૂતો માટે સબસિડીવાળા ભાવે પાક ખરીદવાનો નિર્ણય કર્યો છે. બીજી તરફ ડુંગળી અને બટાકાના ઘટતા ભાવને કારણે ગુજરાત સરકાર ખેડૂતોના પ્રભાવમાં આવી છે.

આ પણ વાંચો: Manish Sisodia/મનીષ સિસોદિયાના ઈમાનદાર માણસ, ભાજપના દિગ્ગજ નેતાએ કર્યાં વખાણ

આ પણ વાંચો: હિટવેવ/ગુજરાતના હવામાન વિભાગની ચોંકાવનારી આગાહી, માર્ચ મહીનામાં ઉનાળો રહેશે આકરો

આ પણ વાંચો: Gst collection/ફેબ્રુઆરીમાં જીએસટી કલેકશન 1.50 લાખ કરોડ, સતત 12 મહિના કલેકશન 1.40 લાખ કરોડ ઉપર રહ્યું