જાતીય શક્તિ વધારવા માટે લોકો અનેક પગલાં લે છે. કોઈ આયુર્વેદિક દવાઓ ખાય છે, તો કોઈ ડૉક્ટરની સલાહ પ્રમાણે દવાઓનું સેવન કરે છે. જાતીય શક્તિ વધારવા માટે ઘણા લોકો વિવિધ પ્રકારના તેલનો ઉપયોગ પણ કરે છે. અમે તમને આવા કેસ જણાવવા જઈ રહ્યા છે, તે જાણ્યા પછી તમે સ્તબ્ધ થઈ જશો.
આંધ્રપ્રદેશના લોકોનું માનવું છે કે ગધેડાનું માંસ ખાવાથી જાતીય શક્તિ વધે છે. આ સિવાય આંધ્રના લોકો પણ ગધેડાના માંસના બીજા ઘણા ફાયદાઓનો દાવો કરે છે. તેઓ કહે છે કે તેનાથી શ્વસન રોગમાં પણ રાહત મળે છે.
આ જ કારણ છે કે આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. અહેવાલો અનુસાર આંધ્રપ્રદેશમાં ગધેડાની કિંમત 15 થી 20 હજાર રૂપિયા છે.
મળતી માહિતી મુજબ આંધ્રપ્રદેશમાં ગધેડાનું માંસ 600 રૂપિયા પ્રતિ કિલોના દરે વેચાઇ રહ્યું છે. ચિંતાની વાત છે કે ગધેડાનું માંસ વેચતા લોકો કાપ્યા બાદ બાકીના અવશેષો નહેરોમાં ફેંકી રહ્યા છે.
ભારતમાં ગધેડાઓની સંખ્યામાં સતત ઘટાડો થઈ રહ્યો છે. તમને જાણીને આશ્ચર્ય થશે કે દેશમાં લુપ્ત થઈ રહેલા પ્રાણીઓની યાદીમાં ગધેડાનું નામ પણ સામેલ છે. આંધ્રપ્રદેશમાં ગધેડાઓની સંખ્યા વધુ ચિંતાજનક છે. ભારતીય ફૂડ સેફ્ટી એન્ડ સ્ટાન્ડર્ડ્સ ઓથોરિટી ઓફ ઈન્ડિયા અનુસાર ગધેડાને ‘ફૂડ એનિમલ’ ની કેટેગરીમાં મૂકવામાં આવ્યા નથી, તેથી તેને મારવા અને તેને ખાવાનું સંપૂર્ણપણે ગેરકાયદેસર છે.