side effects/ શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, ખાસ કરીને આ લોકોએ ટાળવું જોઈએ

શિયાળામાં ચાટ કે મસાલેદાર શાક ખાવાની ઈચ્છા થાય, શક્કરિયા લોકોની પહેલી પસંદ હોય છે. શક્કરિયામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વો મળી આવે છે

Health & Fitness Lifestyle
bumrah 4 શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન, ખાસ કરીને આ લોકોએ ટાળવું જોઈએ

શિયાળામાં ચાટ કે મસાલેદાર શાક ખાવાની ઈચ્છા થાય, શક્કરિયા લોકોની પહેલી પસંદ હોય છે. શક્કરિયામાં પ્રોટીન, વિટામિન એ, વિટામિન સી, પોટેશિયમ, મેગ્નેશિયમ અને આયર્ન જેવા સૂક્ષ્મ પોષકતત્વો મળી આવે છે. તેઓ વજન ઘટાડવા, શ્વાસ લેવામાં તકલીફ, સંધિવા અને પેટના અલ્સર સામે લડવામાં મદદરૂપ છે.આમ છતાં, શું તમે જાણો છો કે કેટલાક લોકોએ શક્કરિયા ખાવાનું ટાળવું જોઈએ નહીં તો સ્વાસ્થ્યને ફાયદાની જગ્યાએ નુકસાન થઈ શકે છે.

શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન,

ઓછી શુગરની સમસ્યાઃ- લો શુગરની સમસ્યાથી પરેશાન લોકોએ ડોક્ટરની સલાહ પર શક્કરિયાનું સેવન કરવું જોઈએ. આનું કારણ એ છે કે શક્કરીયામાં ગ્લુકોઝ ઘટાડવાના ગુણ હોય છે, જે સ્વાસ્થ્ય પર ખરાબ અસર કરી શકે છે.

શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન,

કિડની સ્ટોન- શક્કરિયામાં ઓક્સાલેટ ભરપૂર માત્રામાં હોય છે, જે એક પ્રકારનું ઓર્ગેનિક એસિડ છે. કિડનીમાં પથરીના કિસ્સામાં, આ ઓક્સાલેટના વધુ પડતા સેવનથી પહેલાથી અસ્તિત્વમાં રહેલી પથરી પર જમા થવા લાગે છે, જેના થી  કિડનીની પથરીની સમસ્યા  વધુ વકરી શકે છે.

શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન,

હાર્ટ પ્રોબ્લેમઃ શક્કરિયામાં રહેલું પોટેશિયમ બ્લડ સુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, જે હ્રદયની બીમારીઓનું જોખમ ઘટાડે છે. પરંતુ તેનું વધુ સેવન કરવાથી તેમાં રહેલા પોટેશિયમને કારણે હાઈપરકલેમિયાની સમસ્યા થઈ શકે છે જે હાર્ટ એટેકનું કારણ બની શકે છે.

એલર્જન- શક્કરિયાને મેનિટોલ ધરાવતા પદાર્થો પણ કહેવામાં આવે છે. જો તમને મેનિટોલ ધરાવતા પદાર્થથી એલર્જી હોય, તો તમારે તેનું સેવન બિલકુલ ન કરવું જોઈએ.

શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન,

 

પેટની સમસ્યાઓ- શક્કરિયામાં મન્નિટોલ હાજર છે જે એક પ્રકારનું કાર્બોહાઇડ્રેટ છે, જેને સુગર આલ્કોહોલ અથવા પોલિઓલ કહેવામાં આવે છે. જો કે આ કાર્બોહાઇડ્રેટનું સેવન કરવાથી કોઈ નુકસાન થતું નથી, પરંતુ જે લોકો પેટની સમસ્યાથી પીડાતા હોય તેમના માટે વધુ પડતા સેવનથી ઝાડા, પેટમાં દુખાવો અને પેટનું ફૂલવું જેવી સમસ્યાઓ થઈ શકે છે.

શક્કરિયા ખાવાથી થઈ શકે છે સ્વાસ્થ્યને નુકસાન,

માથાનો દુખાવોઃ- શક્કરિયામાં વિટામિન A ભરપૂર માત્રામાં હોય છે. વિટામીન A નું વધુ પ્રમાણ માથાનો દુખાવો અને ફોલ્લીઓ જેવી સમસ્યાઓનું કારણ બની શકે છે. લાંબા સમય સુધી વિટામિન Aનું વધુ પડતું સેવન કરવાથી વાળ ખરવા, ફાટેલા હોઠ અને શુષ્ક, ખરબચડી ત્વચા થઈ શકે છે. વિટામિન Aનું વધુ પડતું સેવન પણ લીવરને નુકસાન પહોંચાડે છે.

Business / શું સરકાર 31 ડિસેમ્બરની રાત સુધી ટેક્સટાઇલ સેક્ટરના GST દર 5% રાખવાનો નિર્ણય લેશે?

Business / Nykaa કે Zomato નહીં, આ IPOએ આ વર્ષે ધુમ મચાવી વસુલયો તગડો નફો

National / કાનપુરથી PMનું પ્લેન ના ઉડ્યું, લખનૌ રોડ માર્ગે પરત આવું પડયું