Not Set/ જો તમે વારંવાર સેલ્ફી કે ફોટા પડવાની આદત ધરાવતા હોવ તો આ વાંચો

જો તમે વારંવાર સેલ્ફી લેવાના કે ફોટો પડાવવાની આદત ધરાવો છો તો આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ત્વચા નિષ્ણાંતોનું માનવુ છે કે, ચહેરા પર સતત સ્માર્ટ ફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીવ રેડિએશનના સ્પર્શથી ત્વચાને નુકશાન થવાની શક્યતા રહેલી છે. આ લાઈટના કારણે  વ્યક્તિની ઉંમર વધુ દેખાવી અને ચહેરા પર કરચલી પડવા જેવી સમસ્યા સર્જાઈ […]

Lifestyle
sshot 3 53 જો તમે વારંવાર સેલ્ફી કે ફોટા પડવાની આદત ધરાવતા હોવ તો આ વાંચો

જો તમે વારંવાર સેલ્ફી લેવાના કે ફોટો પડાવવાની આદત ધરાવો છો તો આ આદત તમારા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે. ત્વચા નિષ્ણાંતોનું માનવુ છે કે, ચહેરા પર સતત સ્માર્ટ ફોનની લાઈટ અને ઈલેક્ટ્રોમેગ્નેટીવ રેડિએશનના સ્પર્શથી ત્વચાને નુકશાન થવાની શક્યતા રહેલી છે.

Image result for selfie

આ લાઈટના કારણે  વ્યક્તિની ઉંમર વધુ દેખાવી અને ચહેરા પર કરચલી પડવા જેવી સમસ્યા સર્જાઈ શકે છે. નિષ્ણાંત ડોક્ટરોનું કહેવુ છે કે, તેઓ ચહેરા પર સૌથી વધુ પ્રભાવિત ભાગને જોઈને એ પણ બતાવી શકે છે કે વ્યક્તિ કયા હાથમાં સેલફોન પકડવાની આદત ધરાવે છે.

Related image

લંડનના હોર્લો સ્ટ્રિટ સ્થિત લિનીયા સ્કીન ક્લેનિકના મેડિકલ ડાયરેક્ટર સીમૌન જોઆકેઈએ જણાવ્યુ હતું કે,  વધુ પડતી સેલ્ફી લેનાર લોકોને ત્વચાને મોટો ખતરો થઈ શકે છે. સ્માર્ટફોનમાંથી નિકળતી લાઈટ ઈલેક્ટ્રોમેગ્નેટીવ વ્યક્તિની ત્વચા માટે નુકશાનકારક સાબિત થઈ શકે છે.

Image result for selfie

તેમણે જણાવ્યુ હતું કે, અનેક લોકોની સમસ્યાના અભ્યાસ બાદ મેં તારણ કાઢ્યુ છે કે ચહેરાને લગતી સમસ્યા માટે  સેલફોનમાંથી નિકળતા કિરણ જવાબદાર છે. આ ઉપરાતં જાણીતા ત્વચા નિષ્ણાંત ડોક્ટર જૈન ઓબાગીએ જણાવ્યુ હતું કે, મારા અનુભવ મુજબ, વધારે પડતી સેલ્ફીના કારણે વ્યક્તિની સ્કીન ડ્રાય બની જાય છે. આ માટે ખાસ રક્ષા ટેકનોલોજી વિકસાવવાની જરુર છે.

Image result for selfie

વર્તમાન બજારમાં ઉપલબ્ધ સમયમાં સનસ્કિન જેવા ઉપાય આ પ્રકારના મેગ્નેટિક કિરણોને અટકાવવામાં સફળ થતા નથી. જેના કારણે આ કિરણોના કારણે વ્યક્તિની ત્વચામાંથી મૌસચ્યોરાઈઝ ગાયબ થઈ જાય છે.

Image result for selfie