Health Tips/ વ્યક્તિને દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ?

પેશાબ એ શરીરનું ફિલ્ટ્રરેશનની પ્રક્રિયા છે. જેમાં તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. આ સ્થિતિમાં શરીર પાણી વડે ટોક્સિનને બહાર કાઢે છે

Lifestyle Health & Fitness
YouTube Thumbnail 2024 03 20T190902.899 વ્યક્તિને દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ?

શું તમે ક્યારેય ધ્યાન આપ્યું છે કે તમે દિવસમાં કેટલી વાર પેશાબ કરવા જાઓ છો? જો નહીં તો તમારે ચોક્કસ ધ્યાન આપવું જોઈએ કારણ કે જો તમે આનાથી ઓછો પેશાબ કરો છો, તો તમે મુશ્કેલીમાં આવી શકો છો. જાણો કેવી રીતે.

પેશાબ એ શરીરનું ફિલ્ટ્રરેશનની પ્રક્રિયા છે. જેમાં તે શરીરમાંથી ટોક્સિનને બહાર કાઢવાનું કામ કરે છે. આ સ્થિતિમાં શરીર પાણી વડે ટોક્સિનને બહાર કાઢે છે અને મૂત્રાશય સાફ થઈ જાય છે પરંતુ આપણામાંથી મોટાભાગના લોકો આ વિશે વિચાર પણ નથી કરતા કે આપણે દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ. જ્યારે, તમારે સમજવું પડશે કે જો તમે આનાથી ઓછો પેશાબ કરી રહ્યા છો. તો શરીરમાં કેટલીક સમસ્યાઓનો લક્ષણ હોઈ શકે છે. જો આ બાબતમાં ધ્યાન આપવામાં ન આવે તો આ ગંભીર સ્વરૂપ ધારણ કરી શકે છે. તો ચાલો જાણીએ કે, ઓછી માત્રામાં પેશાબ થવાના લક્ષણો શું છે, પરંતુ તે પહેલા આપણે જાણી લઈએ કે વ્યક્તિને દિવસમાં કેટલી વાર પેશાબ કરવા જવું જોઈએ.

વ્યક્તિએ દિવસમાં કેટલી વાર પેશાબ કરવો જોઈએ?

બ્લેડરઅને બોવલ સંસ્થા મુજબ જો તમે દિવસમાં 4 થી 7 અથવા 6 થી 10 વખત પેશાબ કરવા જાઓ છો, તો તે સામાન્ય કહેવાય છે. કારણ કે જો તમે 2 લીટર પાણીનું સેવન કરો છો. તો તમારે 2 થી 4 વખત પેશાબ કરવો પડી શકે છે. તે શરીરનું તાપમાન, મૂત્રાશયનું કદ, ઉંમર, ખોરાક અને શરીરના ઘણા અંગોના કાર્ય પર પણ આધાર રાખે છે પરંતુ જો તમે આના કરતા ઓછો પેશાબ કરવા જાઓ છો અને તે નિયમિતપણે થઈ રહ્યું છે તો તે આ વસ્તુઓના લક્ષણો હોય શકે છે.

ઓછા પેશાબના લક્ષણો શું છે? ઓછા પેશાબનું કારણ?

  • શરીરમાં પાણીની ઉણપ
  • મૂત્રાશય યોગ્ય રીતે કામ ન કરવું
  • UTI ચેપને કારણે

શરીરમાં કેલ્શિયમ સ્તરમાં વધારો જે કિડનીના કાર્યને અસર કરે છે અને ઓછા પેશાબનું ઉત્પાદન તરફ લઈ જાય છે. પ્રોસ્ટેટ સંબંધિત સમસ્યાઓ જેમાં પેશાબનો પ્રવાહ ઓછો થાય છે અને તેથી વ્યક્તિ પેશાબ ઓછો કરે છે. કિડની અને પેટ સંબંધિત રોગોને કારણે પણ થઈ શકે છે. તેથી, જો તમે ઓછો પેશાબ કરો છો, તો આ બાબતોનું ધ્યાન રાખો અને ડૉક્ટરની સલાહ લો. પાણીનું વધુ સેવન કરવાનો કરો, પાણીથી ભરપૂર ફળોનું સેવન અને શરીરને હંમેશા હાઈડ્રેટ રાખો. જેથી તમને આમાંથી કોઈ સમસ્યા ન થાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો: લોકસભા ચૂંટણી માટે AIADMKએ 16 ઉમેદવારોની પ્રથમ યાદી કરી જાહેર

આ પણ વાંચો: પશ્ચિમ બંગાળ : કૂચમાં તૃણમૂલ કોંગ્રેસ અને ભાજપના સમર્થકો વચ્ચે સંઘર્ષ, રાજ્યપાલે માંગ્યો રીપોર્ટ

આ પણ વાંચો:ચૂંટણી પહેલા હરિયાણામાં ગુજરાત જેવો પ્રયોગ, CM સહિત 50% નવા ચહેરા, શું છે