Not Set/ શું તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગો છો? તો અપનાવો આ નુસ્ખા, ક્યારેય નહીં થાઓ વૃદ્ધ

શું તમને ખબર છે કે ફટકડીના ઉપયોગથી શરીર પર કરચલી પડતી નથી અને વધતી ઉંમરને પણ છૂપાવી શકો છો. ફટકડી લાલ અને સફેદ એમ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ તમામ જગ્યાએ કરવામાં આવે છે. ફટકડીનો ઉપયોગ અનેક રીતે લાભકારી છે. ફટકડીનો ઉપયોગ જૂવાન દેખાવા માટે પણ થાય છે તેવું ભાગ્યે જ […]

Lifestyle
fitkari શું તમે લાંબા સમય સુધી યુવાન દેખાવા માંગો છો? તો અપનાવો આ નુસ્ખા, ક્યારેય નહીં થાઓ વૃદ્ધ

શું તમને ખબર છે કે ફટકડીના ઉપયોગથી શરીર પર કરચલી પડતી નથી અને વધતી ઉંમરને પણ છૂપાવી શકો છો. ફટકડી લાલ અને સફેદ એમ બે પ્રકારની હોય છે. મોટાભાગે સફેદ ફટકડીનો જ ઉપયોગ તમામ જગ્યાએ કરવામાં આવે છે. ફટકડીનો ઉપયોગ અનેક રીતે લાભકારી છે. ફટકડીનો ઉપયોગ જૂવાન દેખાવા માટે પણ થાય છે તેવું ભાગ્યે જ લોકોને ખબર છે.

ફ ટકડી દેખાવામાં તો એકદમ સામાન્ય જ લાગે છે. પરંતુ જ્યારે તેના ગુણોની વાત આવે ત્યારે ફટકડીની જગ્યા અન્ય કોઈ વસ્તુ ન લઈ શકે. ફટકડીનો ઉપયોગ પાણીને શુદ્ધ કરવા માટે થાય છે. સાથે જ ફટકડીની મદદથી ચહેરા પરની ખીલની સમસ્યા પણ દૂર કરી શકાય છે. આ જ કારણોસર ભારતીયોના ઘરમાં ફટકડી હમેશા હોય જ છે. અનેક શારીરિક સમસ્યાઓનો ઘરેલુ ઉપાય પણ ફટકડી જ છે. તો ચાલો જાણીએ ફટકડીનો કેવી રીતે ઉપયોગ કરવાથી કઈ-કઈ સમસ્યાઓનો હલ કરી શકાય છે.

સવાર-સવારમાં પેટ ખાલી ન થાય તો દવાઓ નહીં પરંતુ ઘરેલું ઉપાયથી મેળવો રાહત…

Image result for Do you want to look younger for longer? So follow these tips, never grow old

શરીર પરની કરચલી અને વધતી ઉંમરના પ્રભાવને અટકાવે છે ફટકડી
ફટકડીમાં રહેલા ગુણ શરીરની શુષ્ક, નિર્જીવ અને લચકી પડેલી ત્વચાને સારૂ કરવાનું કામ કરે છે. ફટકડીના આ જ ગુણને કારણે, તેનો ઉપયોગ ઘણી બ્યુટી ક્રિમમાં પણ થાય છે. ચહેરા પર ફટકડી લગાવવાથી કરચલીઓ ઓછી થાય છે અને વધતી ઉંમરની અસર પણ ઓછી થાય છે. તમે કોઈ પણ પેસ્ટ બનાવ્યા વગર સીધી ફટકડીને ચહેરા પર લગાવી શકો છો. આમ કરવાથી ચહેરો એકદમ સ્વસ્થ થઈ જાય છે.

ફૂદીનાના પાંદડાનો આ રીતે કરશો ઉપયોગ તો ત્વચા પર નિખાર અને વાળની સમસ્યા પણ થશે દૂર

Image result for फिटकरी

મોઢામાંથી આવતી દૂર્ગંધને પણ કરે છે દૂર
જો મોઢામાંથી દુર્ગંધ આવે તો લોકો તમારી સાથે વાત કરતા ખચકાતા હશે. તમારાથી દૂર રહેતા હશે. જો મુશ્કેલીમાંથી છુટકારો મેળવવો હોય તો તરત જ ફટકડીનો ઉપયોગ શરૂ કરો. ફટકડી નાખેલા પાણીથી કોગળા કરવાથી દાંત પર જમા કચરો દૂર થાય છે. તે લાળમાં રહેલા હાનિકારક બેક્ટેરિયાને દૂર કરવામાં પણ મદદ કરે છે. પરંતુ તેનું પાણી પીવું જોઈએ નહીં. આમ કરવાથી નુકસાન પણ થઈ શકે છે.

Image result for फिटकरी

ફટકડી વાળ માટે ખૂબ ઉપયોગી માનવામાં આવે છે. જૂ ની સમસ્યા માટે ફટકડીની પેસ્ટ વાળમાં ચામડી પર લગાવવી જોઈએ. આમ કરવાથી માથા પરની ત્વચા એકદમ સાફ થઈ જાય છે. સ્વચ્છ વાળમાં જૂ થવાની સમસ્યા રહેતી નથી. ઘણા લોકો ફટકડીના પાણીથી પણ વાળ ધોઈ લે છે, પરંતુ દરેકને આ ઉપાય કામ લાગતો નથી.

શરીરની દુર્ગંધ દૂર કરવા અપનાવો ફટકડી
ફટકડીના ઉપયોગથી શરીરમાંથી આવતી ગંધ સરળતાથી દૂર કરી શકાય છે. ફટકડીમાં એન્ટીબેક્ટેરિયલ ગુણ હોય છે. જેના કારણે દુર્ગંધ પેદા કરતા બેક્ટેરિયા દૂર થાય છે. આ જ કારણ છે કે ડિઓડોરન્ટ બનાવતી કંપનીઓ પણ તેનો ઉપયોગ કરે છે. ન્હાવાના પાણીમાં ફટકડી ઉમેરવાથી પણ આ સમસ્યા દૂર થાય છે.