મોદી-થરૂર/ પીએમ મોદીએ શશી થરૂરને થેન્ક્યુ કહેતા કોંગ્રેસમાં મચ્યો શોર

મોદી કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા હતા, તે જ સમયે તેમણે કોંગ્રેસના નેતા શશી થરૂરનો આભાર માન્યો, જે ખૂબ જ ચર્ચામાં આવ્યો.

Top Stories India
Modi Tharur પીએમ મોદીએ શશી થરૂરને થેન્ક્યુ કહેતા કોંગ્રેસમાં મચ્યો શોર

વડાપ્રધાન મોદીએ ગત રોજ સંસદમાં આપેલા ભાષણમાં Modi-Tharur તેમણે કોંગ્રેસને ઘેરી હતી. પીએમે પોતાના ભાષણમાં યુપીએ સરકારની ખામીઓ તેમજ કૌભાંડોની યાદ અપાવી હતી. રાષ્ટ્રપતિ મુર્મુના સંબોધન પર આભાર પ્રસ્તાવ પર બોલતા પીએમએ કહ્યું કે કોંગ્રેસે પોતાના શાસન દરમિયાન ઘણી વખત તકને આપત્તિમાં ફેરવી દીધી. PM એ 2G કૌભાંડ, CWG સહિત ઘણી બાબતો પર UPA સરકારની Modi-Tharur ખામીઓને સૂચિબદ્ધ કરી. જ્યારે મોદી કોંગ્રેસ પર પ્રહારો કરી રહ્યા હતા, તે જ સમયે તેમણે કોંગ્રેસના નેતા શશી થરૂરનો આભાર માન્યો, જે ખૂબ જ ચર્ચામાં આવ્યો.

સંસદમાં સૂત્રોચ્ચાર – ‘કોંગ્રેસમાં ભાગલા’
હકીકતમાં, જ્યારે પીએમ કોંગ્રેસને ઘેરી રહ્યા હતા, ત્યારે કોંગ્રેસ પાર્ટીના Modi-Tharur ઘણા નેતાઓ સહિત વિપક્ષોએ સંસદમાંથી વોકઆઉટ કર્યો હતો. થોડા સમય પછી જ્યારે વિપક્ષી નેતાઓ પાછા ફર્યા તો શશિ થરૂર સૌથી પહેલા અંદર આવ્યા. થરૂરને જોઈને પીએમએ તેમના ભાષણની વચ્ચે તેમનો આભાર માન્યો, ત્યારપછી ગૃહમાં ભાજપના સાંસદોએ કોંગ્રેસમાં ભાગલાના નારા લગાવ્યા.

થરૂરે પીએમના ભાષણની પણ પ્રશંસા કરી હતી
કોંગ્રેસ નેતા શશી થરૂરે ગૃહની બહાર આવીને પીએમ મોદીના ભાષણની Modi-Tharur પ્રશંસા કરી હતી. થરૂરે કહ્યું કે પીએમ મોદીએ સારું ભાષણ આપ્યું, પરંતુ વિપક્ષના એક પણ સવાલનો જવાબ ન આપ્યો. કોંગ્રેસ નેતાએ કહ્યું કે પીએમ માટે યુપીએ શાસન દરમિયાન થયેલી આતંકી ઘટનાઓ પર હુમલો કરવો ખોટું છે. તેમણે કહ્યું કે આ હુમલા કોંગ્રેસ પર નહીં પણ દેશ પર છે.

પીએમએ કહ્યું કે યુપીએએ શાસનનો દાયકા ગુમાવ્યો
પીએમ મોદીએ પોતાના ભાષણમાં રાહુલ ગાંધી સહિત કોંગ્રેસની તત્કાલીન યુપીએ સરકાર પર પણ ઘણા પ્રહારો કર્યા હતા. રાહુલ પર કટાક્ષ કરતા પીએમએ કહ્યું કે કેટલાક લોકો એવા ભ્રમમાં છે કે તેઓ પુનરાગમન કરવાના છે, પરંતુ આ માત્ર તેમના મનને ખુશ કરવા માટે છે. તેમણે કહ્યું કે યુપીએ શાસન દરમિયાન ઘણી આતંકવાદી ઘટનાઓ બની હતી જેના કારણે લોકો અસુરક્ષિત અનુભવતા હતા. પીએમએ કહ્યું કે કોંગ્રેસે તે સમય દરમિયાન ઘણી તકોને આપત્તિઓમાં ફેરવી દીધી, જેના કારણે તે સમય હજુ પણ ખોવાયેલો દાયકા માનવામાં આવશે. પ્રજાએ એટલે જ તો અમને સત્તા સોંપી. તેઓને કોંગ્રેસના કાળા કરતૂતોના લીધે વિશ્વાસ ઉઠી ગયો. આજે સમગ્ર દેશમાંથી કોંગ્રેસ તેની વિશ્વસનીયતા ગુમાવી દીધી છે.

આ પણ વાંચોઃ

રશિયન ઓઇલ-યુએસ પ્રતિબંધ/ રશિયન ઓઇલ પર ભારતના અભિગમ સામે વાંધો ન હોવાથી કોઈ પ્રતિબંધો નહીં: યુએસ

તુર્કી ભૂકંપ/ તુર્કી ભૂકંપમાં મૃત્યુઆંક 15,000ને પાર, હજારો લોકો હજુ પણ કાટમાળમાં ફસાયા

Supreme Court Collegium/ કોલેજિયમે ચાર હાઇકોર્ટમાં ચીફ જસ્ટિસની નિમણૂંક માટે કેન્દ્ર સરકારને કરી ભલામણ