Not Set/ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે,વિધાનસભામાં સંબોધન કરશે

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરવાના છે. રાષ્ટ્રપતિની વિધાનસભા મુલાકાતના કારણે ગૂરૂવારે એક બેઠક રદ્દ કરવામાં આવી છે

Top Stories Gujarat
8 28 રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આજે ગુજરાતના બે દિવસના પ્રવાસે,વિધાનસભામાં સંબોધન કરશે

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુજરાતના બે દિવસના પ્રવાસે આવી પહોંચ્યા છે,રાષ્ટ્રપતિ ગુજરાત પ્રવાસ દરમિયાન આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ વિધાનસભામાં સંબોધન કરશે. તથા, 25 માર્ચના રોજ રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ જામનગર  માં INS વાલસુરા નેવી મથકની મુલાકાત લેશે. નોંધનીય છે કે રાષ્ટ્રપતિના કાર્યક્રમમાં છેલ્લી ઘડીએ થોડોક ફેરફાર પણ થયો છે.

આઝાદી કા અમૃત મહોત્સવ હેઠળ રાષ્ટ્રપતિ વિધાનસભામાં સંબોધન કરવાના છે. રાષ્ટ્રપતિની વિધાનસભા મુલાકાતના કારણે ગૂરૂવારે એક બેઠક રદ્દ કરવામાં આવી છે. ગૂરૂવારે બપોરે 1 વાગે વિધાનસભા સક્ષની બેઠક શરૂ થશે. જ્યારે રદ કરાયેલી બેઠક હવે આગામી રદ્દ થયેલી બેઠક મંગળવારે મળશે. રાષ્ટ્રપતિ વિધાનસભાને સંબોધન કરવા પહોંચે ત્યારે પોલીસ બેંડ દ્વારા રાષ્ટ્રગીતની ધૂન વગાડાશે. આ ઉપરાંત ગૃહમાં શિસ્તનું પાલન કરવા સુચના આપવામાં આવી છે. અધ્યક્ષ નીમાબેન આચાર્ય અને મંત્રી રાજેન્દ્ર ત્રિવેદીએ રાષ્ટ્રપતિની મુલાકાત માટેની વ્યવસ્થાની સમીક્ષા કરી હતી.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ આગામી 25 માર્ચે જામનગરની મુલાકાત લેશે. જ્યાં ઇન્ડિયન નવલ શિપ વાલસુરાને ‘પ્રેસિડેન્ટ્સ કલર’ એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે. આ સન્માનના કાર્યક્રમ દરમિયાન 150 જવાનો દ્વારા ‘ગાર્ડ ઓફ ઓનર’ સાથે રાષ્ટ્રપતિને માન આપવા માટે ઔપચારિક પરેડ રજૂ કરવામાં આવશે. જ્યાં ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રત, નૌસેના સ્ટાફના વડા એડમિરલ આર. હરી કુમાર, સધર્ન નેવલ કમાન્ડના ફ્લેગ ઓફિસર કમાન્ડિંગ-ઇન-ચીફ વાઇસ એડમિરલ એમ.એમ. હમ્પિહોલી સહિતના લોકો ઉપસ્થિત રહેનાર છે.