Gujarat politics/ કોંગ્રેસ મુમતાઝને નવસારીથી ઉતારશે મેદાનમાં?

કોંગ્રેસે અહેમદ પટેલની પુત્રી મુમતાઝને સીઆર પાટિલની વિરુદ્ધ નવસારી થી ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હોવાનું રાજકીય વિશ્લેષકો પાસેથી જાણવા મળે છે .

Top Stories Gujarat Others
YouTube Thumbnail 2024 03 19T164911.886 કોંગ્રેસ મુમતાઝને નવસારીથી ઉતારશે મેદાનમાં?

@સરફરાઝ નાગોરી

કોંગ્રેસના દિગ્ગ્જ  સ્વર્ગસ્થ નેતા અહેમદ પટેલના  અવસાન બાદ ભરૂચ બેઠક પરથી કોંગ્રેસ સહીતનું  ઇન્ડી એલાયન્સ  કોને ચૂંટણી મેદાનમાં ઉતારશે તે બાબતે અનેક ચર્ચા બાદ આમ આદમી પાર્ટીના ચેતર વસાવાને મેદાનમાં ઉતારાયા છે. ત્યારે આ બેઠક પર દાવેદારી નોંધાવનાર અહેમદ પટેલના સંતાનોની નારાજગી દૂર કરવા હવે કોંગ્રેસે અહેમદ પટેલની પુત્રી મુમતાઝને સીઆર પાટિલની વિરુદ્ધ નવસારી થી ચૂંટણી લડાવવાનું મન બનાવી લીધું હોવાનું રાજકીય વિશ્લેષકો પાસેથી જાણવા મળે છે .

સમગ્ર  બાબતની વિગતે ચર્ચા કરીએતો, ડેડીયાપાડાના  ધારાસભ્ય ચેતાર વસાવાને  ભરૂચ  બેઠક પરથી ટિકિટની જાહેર કરાતા જ  અહેમદ પટેલના સંતાનોનું ચૂંટણી લડવાનું સપનું રગદોડાયુ હતું. . અહેમદ પટેલના બંને સંતાનોમાંથી કોઈને ભરૂચની બેઠક પર ટિકિટ ન મળી. આ બેઠક આમ આદમી પાર્ટીના ફાળે ગઈ. ત્યારે આ વચ્ચે મુમતાઝ પટેલના લોકસભા ચૂંટણી લડવા અંગે રાજકારણ ફરી ગરમાયું છે. વિશ્વસનીય સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ કોંગ્રેસ  મુમતાઝ પટેલને  નવસારી બેઠક પર  ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ સામે ઉતારી શકે છે તેવી અટકળો વહેતી થઈ છે. નવસારીમાં હજી સુધી કોને ટિકિટ આપવી તે હજી નક્કી થયુ નથી, તેમાં મુમતાઝ પટેલ અહી પાટીલને ટક્કર આપી શકે છે.  સાથે જ આ રીતે સ્વ.અહેમદ પટેલના નારાજ સંતાનોને કોંગ્રેસ મનાવી પણ શકે છે.

કોંગ્રેસની એક કાંકરે બે પક્ષી મારવાની વ્યૂહરચના?

ગુજરાતની લોકસભા સીટોની ચર્ચા કરવામાં આવે ત્યારે નવસારીની હાઈ પ્રોફાઈલ બેઠકને ચોક્કસ યાદ કરવી જ ઘટે. આ બેઠક પર ભાજપના સી આર પાટિલ  જંગી માટેની સરસાઈથી જીતતા આવ્યા છે . ગત 2019માં પણ તેઓ આ બેઠક પરથી રેકોર્ડબ્રેક પોણા સાત લાખની લીડથી જીતવામાં સફળ રહ્યા હતા. ત્યારે આ વખતે પણ ભાજપે તેમની પર જ પસંદગીનો કાળાશ ઢોળ્યો છે . તેથી કોંગ્રેસે સ્વ. અહેમદ પટેલના પરિવારજનોને સાચવવા અને આ સીટને હાઈ પ્રોફાઈલ બનાવવ મુમતાઝ પટેલને નવસારીથી લોકસભા ચૂંટણી મેદાનમાં ઉતારવાનું લગભગ નક્કી કરી દીધું છે. સૂત્રોની માનીએ તો તેની પાછળ કોંગ્રેસે એ રણનીતિ બનાવેલી છે કે નવસારી બેઠક પર મુદ્દે કોંગ્રેસ મીડિયાના કેન્દ્રમાં રહે તેમજ સ્વ.અહેમદ પટેલના નામે ભાવનાત્મક માટે મેળવી નવસારીની બેઠકને વધુ રોચક બનાવી શકાય.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ