Corporator Scam/ કોર્પોરેટરના પતિ તો ઠીક તેના ભાઈને પણ બખ્ખાઃ કોર્પો.ની જમીન પર ઓરડીઓ બનાવી

મનપાનો અર્થ કોર્પોરેટરો મન ફાવે તેમ પાલિકામાં કરવું તેવો કરતા લાગે છે. રાજકોટમાં કોર્પોરેટરોએ સરકારી જમીનો પણ છોડી નથી. તાજેતરમાં મ્યુનિસિપિલ કમિશ્નરની સૂચનાથી ટી.પીય શાખાની ટીમોએ સરવે કરતા કોર્પોરેશનની સરકારી જમીન પર કોર્પોરેટરના પતિના ભાઈ આઠ ઓરડી બનાવી હતી.

Top Stories Rajkot Gujarat
Beginners guide to 15 3 કોર્પોરેટરના પતિ તો ઠીક તેના ભાઈને પણ બખ્ખાઃ કોર્પો.ની જમીન પર ઓરડીઓ બનાવી

રાજકોટ: મનપાનો અર્થ કોર્પોરેટરો મન ફાવે તેમ પાલિકામાં કરવું તેવો કરતા લાગે છે. રાજકોટમાં કોર્પોરેટરોએ સરકારી જમીનો પણ છોડી નથી. તાજેતરમાં મ્યુનિસિપિલ કમિશ્નરની સૂચનાથી ટી.પીય શાખાની ટીમોએ સરવે કરતા કોર્પોરેશનની સરકારી જમીન પર કોર્પોરેટરના પતિના ભાઈ આઠ ઓરડી બનાવી હતી.

તેમા કોર્પોરેટરના પતિ કવા ગોલતરના ભાઈની આઠ ઓરડી પણ હોવાનું જાણવા મળ્યું છે. આઠેય વ્યક્તિઓના નામે એકથી વધુ ઓરડીઓ બોલે છે અને 90 જેટલી મિલકતો બંધ છે અને તેનો કોઈ કબ્જેદાર મળી આવ્યો નથી.

આ અંગે મ્યુનિ કમિશ્નર આનંદ પટેલે જણાવ્યું હતું કે આશરે સવાસો આસપાસ ઓરડીઓ ભાડે અપાઈ છે અને તે ગંભીર બાબત છે. આ બધુ પગલું પાછુ મ્યુનિ.ની જાણ બહાર લેવાયું છે. તેથી આમ કરનારા સામે નિયમો મુજબ કડક પગલાં લેવાશે.  સ્થાનિકો પાસેથી મળેલી વિગતો મુજબ વીરમ ગોલતર, ધીરજભાઈ, આલાભાઈ, છેલાભાઈ વગેરે નામની વ્યક્તિઓ એકથી વધારે ઓરડીઓ ધરાવે છે.

રાજકોટના લાલપરી રાંદરડા તળાવ ડેવલપમેન્ટ આઇકોનિક બ્રિજ સહિત 20 કરોડના ખર્ચે એન્ટ્રી, પાર્કિંગ સહિતના  કામો તથા લાયન સફારી પાર્ક સહિતના વિકાસ કાર્યોમાં અવરોધરૂપ 30 વર્ષ જૂના દબાણો સ્લમ પોલિસી હેઠળ દૂર કરાયા હતા. તેના બદલે તેઓને વૈકલ્પિક જગ્યા આપવાની પ્રક્રિયા હેઠળ મ્યુનિ. કમિશ્નરની સૂચનાથી ટી.પી શાખાની 7 ટીમો દ્વારા સરવે કરવામાં આવ્યો હતો. તેમા આ કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:બીજા જિલ્લામાં પતિ છે કલેકટર, પરંતુ AMC માં રોફ જોશો તો તમે પણ કહેશો….

આ પણ વાંચો:ગઈકાલ સુધી બધું બરોબર હોવાનો રંજનબેન ભટ્ટનો દાવો

આ પણ વાંચો:કેતન ઇનામદારનો બળાપોઃ પક્ષમાં નાના કાર્યકરોનું ધ્યાન રખાતું નથી

આ પણ વાંચો:રાજ્યમાં અનુભવાતો ઉનાળોઃ તાપમાને 40 ડિગ્રી તરફ લગાવી દોટ