વડોદરા: વડોદરામાં બુલેટ ટ્રેન પ્રોજેક્ટનું કામકાજ ધમધમવા લાગ્યું છે. આ કામકાજના ભાગરૂપે અમદાવાદ-મુંબઈ બુલેટ ટ્રેન પ્રોજેક્ટ માટે સેગમેન્ટ ઈરેક્શનના કામને કારણે સોમવારથી શરૂ થતા છાણી-છાયાપુરી રેલવે ઓવરબ્રિજ (ROB) આઠ દિવસ માટે બંધ રહેશે.
આ અંગે નેશનલ હાઇ સ્પીડ રેલ કોર્પોરેશન લિમિટેડના અધિકારીઓએ જણાવ્યું હતું કે તેઓએ કામ માટે ટ્રાફિકને ડાયવર્ટ કરવા માટે પોલીસ કમિશનરની પૂર્વ પરવાનગી લીધી છે.
રેલ્વે ઓવરબ્રિજ આઠ દિવસ બંધ રાખવાના સમયગાળા દરમિયાન યોગ્ય બેરિકેડિંગ, જરૂરી ટ્રાફિક સૂચક સંકેતો, રૂટ ડાયવર્ઝન સાઇનબોર્ડ અને લાઇટિંગની ખાતરી કરવામાં આવશે જ્યારે ટ્રાફિક માર્શલ્સ વધુ સારા સંકલન અને માર્ગદર્શન માટે મૂકવામાં આવશે.
“કામ દરમિયાન, આ ફ્લાયઓવરની બંને બાજુનો રસ્તો બંધ કરવામાં આવશે જેથી બંને બાજુનો ટ્રાફિક અન્ય માર્ગો પર જઈ શકશે,” એમ અધિકારીઓએ જણાવ્યું હતું. ખાતર પુલથી છાણી સુધી અને દુમાડ ચોકડી રોડ પરથી ટુ અને ફોર વ્હીલર શહેરમાં પ્રવેશી શકે છે.
આ જ રીતે છાણી જકાત નાકા સર્કલથી ફર્ટિલાઈઝર બ્રિજ તરફ આવતા ટુ અને ફોર વ્હીલર ટી પોઈન્ટની ડાબી બાજુએ બાજવા રોડ તરફ, રેલ્વે અંડરપાસ પસાર કરીને બુલેટ ટ્રેનની જમણી બાજુએ, છાયાપુરી અંડરપાસથી ખાતર પુલ તરફ ડાબી બાજુના સર્વિસ રોડ તરફ જઈ શકશે.
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ
આ પણ વાંચોઃ