Nilgai Hunting/ મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમે શિકારી ટોળકીને ઝડપી પાડી

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામમાં વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે, લક્ષ્મીનગર ગામની સીમમાં શિકારી ટોળકી આવી છે અને બંદૂકના ભડાકાનો અવાજ સંભળાય છે. જેને લઈને મધરાત્રે ફોરેસ્ટ ઓફિસર્સે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ગામમાં શંકાસ્પદ હિલચાલ જણાતાં…..

Top Stories Gujarat
YouTube Thumbnail 2024 02 06T154912.024 મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમે શિકારી ટોળકીને ઝડપી પાડી

Morbi News: મોરબી રેન્જ ફોરેસ્ટ ઓફિસર્સ (Range Forest Officers) દ્વારા લક્ષ્મીનગરની સીમમાં દરોડા (Raid) પાડવામાં આવ્યા હતા. નીલગાયનો શિકાર કરી રાંધીને ખાતી શિકારી ટોળકીને ઝડપી પાડી અને શિકારનો મુદ્દામાલ કબજે કરી 7 ઈસમો વિરૂદ્ધ ગુનો નોંધવામાં આવ્યો હતો.

WhatsApp Image 2024 02 06 at 3.44.52 PM મોરબી રેન્જ ફોરેસ્ટ ટીમે શિકારી ટોળકીને ઝડપી પાડી

મોરબી તાલુકાના લક્ષ્મીનગર ગામમાં વન વિભાગની ટીમને બાતમી મળી હતી કે, લક્ષ્મીનગર ગામની સીમમાં શિકારી ટોળકી આવી છે અને બંદૂકના ભડાકાનો અવાજ સંભળાય છે. જેને લઈને મધરાત્રે ફોરેસ્ટ ઓફિસર્સે સર્ચ ઓપરેશન હાથ ધર્યુ હતું. ગામમાં શંકાસ્પદ હિલચાલ જણાતાં વન વિભાગની ટીમ દ્વારા દરોડા પાડી 7 ઈસમોને ઝડપી પાડવામાં આવ્યા હતા. પકડાયેલા ઈસમો નીલગાયનો શિકાર કરીને રાંધીને ખાતા હતા.

ઘટના સ્થળથી વન વિભાગ (Forest Department)ની ટીમે 1 બંદૂક, 3 કાર, 2 બાઈક સહિત રૂપિયા 21.10 લાખનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. પકડાયેલા તમામ આરોપીઓ વિરૂદ્ધ  ભારતીય વન્ય પ્રાણી સંરક્ષણ અધિનિયમ અંતર્ગત ગુનો નોંધવામાં આવ્યો છે. તેમજ સઘન કાર્યવાહી કરવામાં આવી છે.


whatsapp ad White Font big size 2 4 બળાત્કાર એ બળાત્કાર છે, ભલે પતિ પત્ની સાથે કરે: ગુજરાત હાઈકોર્ટ


આ પણ વાંચો:પ્રસુતાનું મોત થતાં હોસ્પિટલને સળગાવવાનો પ્રયાસ

આ પણ વાંચો:રાજકોટનું ખંઢેરી ક્રિકેટ સ્ટેડિયમ હવે આ નામથી ઓળખાશે, ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે ત્રીજી ટેસ્ટ રમાશે

આ પણ વાંચો:ગૌચર જમીન મુદ્દે પશુપાલકે કર્યો આપઘાતનો પ્રયાસ