Not Set/ INDvsSA 1st Test 3rd Day : સંકટમા દક્ષિણ આફ્રિકા, લંચ બ્રેક સુધી ટીમનો સ્કોર પહોચ્યો 153/4

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજા દિવસની મેચ રમાઈ રહી છે. બીજા દિવસે રોહિત શર્મા અને મયંક અગ્રવાલની શાનદાર ઇનિંગ્સનાં કારણે  ભારતે મેચનાં બીજા દિવસે 7 વિકેટે 502 રન બનાવીને ઇનિંગ્સની ઘોષણા કરી હતી. મયંક અગ્રવાલ અને રોહિતે ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટ મેચ રમતા ભારતમાં સદી ફટકારી હતી. જ્યારે રોહિતે 244 […]

Top Stories Sports
Ashwin AP INDvsSA 1st Test 3rd Day : સંકટમા દક્ષિણ આફ્રિકા, લંચ બ્રેક સુધી ટીમનો સ્કોર પહોચ્યો 153/4

આજે ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનો ત્રીજા દિવસની મેચ રમાઈ રહી છે. બીજા દિવસે રોહિત શર્મા અને મયંક અગ્રવાલની શાનદાર ઇનિંગ્સનાં કારણે  ભારતે મેચનાં બીજા દિવસે 7 વિકેટે 502 રન બનાવીને ઇનિંગ્સની ઘોષણા કરી હતી. મયંક અગ્રવાલ અને રોહિતે ઓપનર તરીકે પ્રથમ ટેસ્ટ મેચ રમતા ભારતમાં સદી ફટકારી હતી. જ્યારે રોહિતે 244 બોલમાં 176 રન બનાવ્યા હતા જ્યારે મયંકે 317 બોલમાં 215 રન બનાવ્યા હતા.

વિશાળ સ્કોર્સનો પીછો કરવા ઉતરેલી દક્ષિણ આફ્રિકાની ઇનિંગની શરૂઆત ખૂબ જ નબળી રહી છે. બીજા દિવસની રમતનાં અંતે, પ્રોટિયાઝ ટીમે 3 વિકેટ પર 39 રન બનાવ્યા હતા. ત્રીજા દિવસે, ટેમ્બા બાવુમા તરીકે દિવસનો પહેલો ઝટકો મહેમાનોને લાગી ચુક્યો છે. તે 18 રન બનાવી ઈશાંતનો શિકાર બન્યો હતો. દરમિયાન, ડીન એલ્ગરે પોતાના પચાસ રન પૂર્ણ કર્યા છે અને ફેફ ડુ પ્લેસિસ તેનો સાથ આપી રહ્યો છે.

ભારત આ મેચમાં બે સ્પિનરો અને બે ઝડપી બોલરો સાથે મેદાનમાં ઉતર્યુ છે. વિશાખાપટ્ટનમ ગ્રાઉન્ડ પિચ બેટ્સમેન માટે મદદરૂપ માનવામાં આવે છે. દરરોજનાં પ્રથમ સત્રમાં, ઝડપી બોલરોને ઘણી સહાય મળવવાની આશા હોય છે પરંતુ જેમ જેમ રમત આગળ વધે છે તેમ તેમ સ્પિનરો પણ પોતાની શક્તિ બતાવી સફળતા મેળવે છે.

મેચનાં પહેલા જ દિવસે વિરાટ કોહલીએ પંતને છોડી સાહા પર ભરોશો દર્શાવ્યો છે. ઇજા પછી લાંબા સમય બાદ સાહાની વાપસી થઇ છે. ક્લાસ વિશે વાત કરીએ તો જાડેજા-અશ્વિનની સદાબહાર જોડી ફરી એક વાર કોહલી એન્ડ કંપની માટે ઘરની પીચો પરનું સૌથી મોટું હથિયાર બની રહેશે.

રમો મંતવ્ય નવરાત્રી ક્વિઝ 2019. આપો સરળ સવાલોના જવાબ,લકી વિજેતાઓને મળશે બમ્પર ઇનામો. પ્રતિયોગિતામાં ભાગ લેવા માટે ડાઉનલોડ કરો

“Mantavya News” એપ્લિકેશન. Click 

https://play.google.com/store/apps/details?id=amigoinn.example.mantavya&hl=en_IN

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.