Not Set/ #Budget2019: ટર્નઓવર ટેક્સ નાબૂદી, નો-પ્રોફીટ નો-ટેક્સ..આવી છે દેશને સરકાર પાસેથી બજેટમાં આશા

ટીમ મોદી દેશને આર્થિક મજબુતાઇ આપી શકે તેવા પગલાઓ સાથે ટર્મ – 2માં બજેટ રજૂ કરવાની ભરપૂર તૈયારીઓ કરી રહ્યું છે. PM અર્થશાસ્ત્રીઓની સાથે મસલતો કરી રહ્યા છે. તો કેન્દ્રીય નાણામંત્રી દરેક રાજ્યનાં નાણામંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. ત્યાર દેશનો સામાન્ય નાગરીક એ વેપારી શું બજેટ પર આશા રાખે તે સૌથી વધુ મહત્વનું છે. […]

Top Stories India Business
budget story 1548681 #Budget2019: ટર્નઓવર ટેક્સ નાબૂદી, નો-પ્રોફીટ નો-ટેક્સ..આવી છે દેશને સરકાર પાસેથી બજેટમાં આશા

ટીમ મોદી દેશને આર્થિક મજબુતાઇ આપી શકે તેવા પગલાઓ સાથે ટર્મ – 2માં બજેટ રજૂ કરવાની ભરપૂર તૈયારીઓ કરી રહ્યું છે. PM અર્થશાસ્ત્રીઓની સાથે મસલતો કરી રહ્યા છે. તો કેન્દ્રીય નાણામંત્રી દરેક રાજ્યનાં નાણામંત્રી સાથે ચર્ચા કરી રહ્યા છે. ત્યાર દેશનો સામાન્ય નાગરીક એ વેપારી શું બજેટ પર આશા રાખે તે સૌથી વધુ મહત્વનું છે. અંત:તહ તો બધી જ ગોઠવણો છેલ્લે સામાન્ય નાગરીકની સુખાકારી માટે છે. અને જ્યરે આ તમામ કવયતો જ્યારે સામાન્ય માણસ માટે છે, તો આવો જોઇએ કે સામાન્ય નાગરીક શું ઇચ્છા.

budget #Budget2019: ટર્નઓવર ટેક્સ નાબૂદી, નો-પ્રોફીટ નો-ટેક્સ..આવી છે દેશને સરકાર પાસેથી બજેટમાં આશા

ટેક્સ ફ્રી ઇન્કમ લિમીટની મર્યાદા જે પાંચ લાખ કરવામા આવી છે તેમા ઘટાડો કરવામાં ન આવે

લોકસભા 20198 પૂર્વે તતકાલીન નાણામંત્રી દ્રારા ઇન્ટ્રીમ બજેટ રજુ કરવામા આવ્યું તેમા ટેક્સ ફ્રી ઇન્કમ લિમીટ 5 લાખ કરવામા આવી હતી. એક તો ચૂંટણી હતી અને બીજુ બજેટ ઇન્ટ્રીમ હતુ. સરકાર દ્રારા ત્યારે આ ફેસલો કરવામા આવ્યો અને તેનો લાભ પણ સરકારને મળ્યો છે ત્યારે લોકોની માગ છે કે આ નિર્ણય સ્થાઇ કરવામા આવે અને લિમીટ ઘટાડવામા ન આવે.

ટર્ન ઓવર પર ટેક્સ મામલે નો-પ્રોફીટ નો-ટેક્સ પોલીસી કરવામા આવે

મોટી અને અપાર નફો કરતી કંપની પાસે ટર્ન ઓવર ટેક્સ વસુલય છે પરંતુ આ મામલે  નાના કદની અને નફો ન કરી શકતી, નોન પ્રોફીટેબલ કંપનીઓને પણ ટર્ન ઓવર ટેક્સ ચૂકવવો પડે છે. એક તો નફો નથી થઇ રહ્યો અને ઉપરથી આ ટેક્સ નાના વેપારીની કમર તોડી નાખે છે. માટે ટર્ન ઓવર પર ટેક્સ મામલે નો-પ્રોફીટ નો-ટેક્સ પોલીસી કરવામા આવે. ટર્ન ઓવર પર ઈન્કટેક્સ નાબુદ કરવામાં એક ભય સ્થાન છે “કરચોરી કરતી કંપનીઓ”.

કેપિટલ ઈન્ડેક્સ અને કેપિટલ  ગેઇન ટેક્સનુ માળખું સરળ બનાવાય

કેપિટલ ઈન્ડેક્સ ખૂબ જ ગૂંચવાડો સર્જતો જટીલ મામલો છે. અગાઉ કોંગ્રેસ સરકારે લાંબા ગાળાનાં કેપિટલ ગેઈન ટેક્સની ગણતરીમાં કરદાતાઓને છૂટ આપવા કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સ સૂચવ્યો હતો. તે કેપિટલ ગેઈન્સ ઈન્ડેક્સ તમારી કિંમતને વધારવામાં મદદરૂપ થાય એમ હતો. દાખલા તરીકે બેઝ ઈન્ડેક્સ 100 છે અને વર્તમાન વર્ષનો ઈન્ડેક્સ 939 છે. તો તમારી લાંબાગાળાની મૂડીની જવાબદારી તેમ જ સેક્શન 54 વગેરે માટે રકમ જે તમે રોકવા ઈચ્છો છો એના સંદર્ભમાં કોસ્ટ ઈન્ફલેશન ઈન્ડેક્સને લાગું પાડતાં રોકાણની રકમ નોંધપાત્ર રીતે ઘટશે. છતાં પણ કાયદાની માયાજાળમાં કેપિટલ ઈન્ડેક્સ આજે પણ ધાર્યા લાભો રોકાણકારોને આપી શકાતો નથી. આ માયાજાળને દુર કરવાનું કપરું કામ પણ નાણામંત્રાલય દ્રારા કરવામા આવે તેવી લાગણી જોવા મળી રહી છે.

 

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.