Not Set/ સોનાનો ભાવ 34,000ને પાર,6 વર્ષની સૌથી ઉંચી સપાટી પર

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધતા સોનાના ભાવ વૈશ્વિક બજારમાં છ વર્ષની ઉંચી સપાટી નજીક પહોંચ્યા હતા.સોનાનો ભાવ 10 ગ્રામના 34,020 રૂપિયા સુધી પહોંચ્યો હતો.છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો થયો હતો. અમદાવાદમાં તો શુક્રવારે સોનાનો ભાવ(24 કેરેટ,10 ગ્રામ) 35,160 રૂપિયા સુધી પહોંચ્યો હતો.જોકે, ઊંચા ભાવે ભારતમાં સોનાની કોઈ ખરીદી જોવા નહી મળતા […]

Top Stories
dfsddfc 5 સોનાનો ભાવ 34,000ને પાર,6 વર્ષની સૌથી ઉંચી સપાટી પર

અમેરિકા અને ઈરાન વચ્ચે તંગદિલી વધતા સોનાના ભાવ વૈશ્વિક બજારમાં છ વર્ષની ઉંચી સપાટી નજીક પહોંચ્યા હતા.સોનાનો ભાવ 10 ગ્રામના 34,020 રૂપિયા સુધી પહોંચ્યો હતો.છેલ્લા એક અઠવાડિયામાં સોનાના ભાવમાં 2,200 રૂપિયાનો વધારો થયો હતો.

અમદાવાદમાં તો શુક્રવારે સોનાનો ભાવ(24 કેરેટ,10 ગ્રામ) 35,160 રૂપિયા સુધી પહોંચ્યો હતો.જોકે, ઊંચા ભાવે ભારતમાં સોનાની કોઈ ખરીદી જોવા નહી મળતા બુલિયન ટ્રેડર્સ ડિસ્કાઉન્ટમાં માલ વેચી રહ્યા છે.

ભારતીય બજારમાં વિશ્વના ભાવ અને સ્થાનિક ભાવ વચ્ચેનું ડિસ્કાઉન્ટ ત્રણ વર્ષની સૌથી ઉંચી સપાટીએ પહોંચી ગયું છે. દુનિયાના બજારમાં સોનાનો પ્રતિ ઔંસ ભાવ 1415.40 ડોલરની સપાટીએ પહોંચ્યો હતો જે સપ્ટેમ્બર ૨૦૧૩ પછીની ઉંચી સપાટી છે.

ભારતમાં પણ સોનાના ભાવ બે દિવસથી સતત વધી રહ્યા છે. દિલ્હીમાં બે દિવસમાં સોનાના ભાવમાં 260 રૂપિયાનો વધારો જોવા મળ્યો હતો.

શુકવારે  ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ જેવી સ્થિતિના કારણે દુનિયાના માર્કેટમાં સોનાના ભાવ ઉચકાયા હતા.ઓક્ટોબર 2013માં સોનાનો વાયદો 1,454 ડોલરની સપાટીએ હતો એ પછી પ્રથમ વખત સોનું આ સપાટી નજીક પહોંચી રહ્યું છે.

આ સપ્તાહે વાયદામાં સોનાના ભાવ 4.5 ટકા અને જૂન મહિનામાં 10 ટકા જેટલા વધ્યા છે. લંડન ખાતે હાજરમાં સોનું 11 ડોલર વધી 1400 ડોલરની ઉંચી સપાટીએ બંધ આવ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.