IND vs ENG 2nd T-20/ ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ભારતે પહેલી મેચનો લીધો બદલો

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે ટી-20 સીરીઝની બીજી મેચ રમાઇ હતી……

Top Stories Sports
cartoon 1 ઈંગ્લેન્ડને સાત વિકેટે હરાવી ભારતે પહેલી મેચનો લીધો બદલો
  • ભારત- ઇંગ્લેન્ડ બીજી T20 મેચ
  • બીજી T20 મેચમાં ભારતની શાનદાર જીત
  • બીજી T20 મેચમાં 7 વિકેટે જીત
  • કોહલી અને ઇશાન કિશનની અર્ધસદી
  • નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ભારતની જીત
  • સીરિઝ 1-1થી સરભર

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજે અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ખાતે ટી-20 સીરીઝની બીજી મેચ રમાઇ હતી. જેમા ભારતીય ટીમે જબરદસ્ત વાપસી કરતા ઈંગ્લેન્ડને સાત વિકેટ હરાવી પહેલી મેચનો બદલો લઇ લીધો છે. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ભારતીય કેપ્ટન વિરાટ કોહલીએ પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર કર્યા હતા. ઓપનર શિખર ધવન અને સ્પિનર ​​અક્ષર પટેલની જગ્યાએ સૂર્યકુમાર યાદવ અને ઇશાન કિશનને પ્લેઇંગ ઇલેવનમાં જગ્યા આપી હતી. આ બન્ને ખેલાડીઓને ડેબ્યૂ કેપ સોંપવામાં આવી હતી. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં આ બન્નેની ડેબ્યૂ મેચ છે.

Cricket / મિતાલી રાજે રચ્યો ઈતિહાસ, આટલા રન બનાવનારી વિશ્વની પ્રથમ મહિલા ખેલાડી

આપને જણાવી દઇએ કે, અમદાવાદનાં નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ સીરીઝની બીજી મેચ હતી. જેમા ભારતીય ટીમે જબરદસ્ત પ્રદર્શન કરતા શાનદાર જીત મેળવી છે. આ મેચમાં ડેબ્યૂ કરી રહેલા ઇશાન કિશને ધમાકેદાર બેટિંગ કરતા પોતાની અડધી સદી પૂરી કરી હતી. બીજી તરફ વિરાટ કોહલીએ પણ અંત સુધી રહી પોતાની અડધી સદી પૂર્ણ કરી હતી. જણાવી દઇએ કે, મેચની શરૂઆતમાં વિરાટ કોહલીએ ટોસ જીતી પહેલા બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જે ટીમ ઈન્ડિયા માટે આશીર્વાદ સમાન રહ્યો હતો. જે બાદ ઈંગ્લેન્ડની ટીમે પહેલા બેટિંગ કરતા ભારતને 165 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જેને ટીમ ઈન્ડિયાએ માત્ર 17.5 ઓવરમાં ત્રણ વિકેટ ગુમાવીને હાંસલ કરી લીધો હતો.

Cricket / યુવીએ બેક ટૂ બેક 4 સિક્સર ફટકારી 2007 વર્લ્ડ કપની યાદ કરી તાજા, જુઓ Video

ટીમ માટે કેપ્ટન વિરાટ કોહલીએ માત્ર 49 બોલમાં 73 રનની અણનમ ઇનિંગ રમી હતી અને આખરે સિક્સ ફટકારી ટીમને જીત અપાવી હતી. કોહલીએ ટી-20 ક્રિકેટમાં તેના 3,000 રન પણ પૂરા કરી દીધા છે અને આવું કરનાર તે પ્રથમ બેટ્સમેન બની ગયો છે. આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યૂ કરી રહેલા ઇશાન કિશને 32 બોલમાં 56 રનની તોફાની ઇનિંગ્સ રમી હતી. ઈંગ્લેન્ડ તરફથી સેમ કરન અને ક્રિસ જોર્ડને એક-એક વિકેટ ઝડપી હતી.

આ પહેલા ઈંગ્લેન્ડે ટોસ હાર્યા બાદ પ્રથમ બેટિંગ કરતા 6 વિકેટનાં નુકસાન પર 164 રન બનાવ્યા હતા. ઇંગ્લિશ ટીમ તરફથી જેસન રોયે સૌથી વધુ 46 રન બનાવ્યા હતા. ભારત તરફથી શાર્દુલ ઠાકુર અને વોશિંગ્ટન સુંદરએ બે-બે વિકેટ ઝડપી હતી. આ જીત સાથે ટીમ ઈન્ડિયાએ પાંચ મેચની શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે.

બંને ટીમો

ભારત: લોકેશ રાહુલ, ઇશાન કિશન, વિરાટ કોહલી (કેપ્ટન), શ્રેયસ yerયર, isષભ પંત, સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાર્દુલ ઠાકુર, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ.

ઇંગ્લેન્ડ: જેસન રોય, જોસ બટલર, ડેવિડ મલાન, જોની બેરસ્ટો, ઇઓન મોર્ગન (કેપ્ટન), બેન સ્ટોક્સ, સેમ કરન, જોફ્રા આર્ચર, ક્રિસ જોર્ડન, આદિલ રાશિદ અને ટોમ કરન.

જુઓ સમગ્ર અહેવાલ મંતવ્ય ન્યૂઝ સાથે…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

નાગરીકોની શિસ્તબધ્ધતા અને તંત્રની અથાગ મહેનતનાં કારણે ગુજરાતમાં કોરોના નામશેષ થવાનાં આરે પહોંચી ચૂક્યો છે. ગાફેલ રહેવાની બીલકુલ જરુર નથી કારણ કે કોરોનાની સંપૂર્ણ નાબૂદીમાં હજુ થોડો સમય લાગશે. જો કેગુજરાતનાં આ સદનસીબ છે કે કોરોનાની ચાલ મંદી પડી છેબાકી વિશ્વનાં અનેક દેશમાં આજે પણ કોરોના કહેર વર્તાવી જ રહ્યો છે. આવા સમયે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કેકોરોનાથી ડરવાની નહીંપરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે અને જે આપણે કરી પણ બતાવ્યું છે. છતા પણ બને તેટલો જાહેર સંપર્ક ટાળોકોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોયચાલો સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવીએ