રાજસ્થાન/ જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસનો ભવ્ય વિજય

કોંગ્રેસે છ જિલ્લા પંચાયતમાં પર વિજ્ય મેળવીને સ્પષ્ટ કરી દીધું છે કે આતંરિક વિખવાદ ગમે તેટલો હોય પરતું ચૂંટણમાં તો બધા એક સાથે જ હોય છે

Top Stories
ccccc જીલ્લા પંચાયતની ચૂંટણીમાં ક્રોંગ્રેસનો ભવ્ય વિજય

રાજસ્થાનના છ જિલ્લામાં પંચાયતની ચૂંટણીની ગણતરી શનિવારે સવારે શરૂ થઈ હતી. બપોર સુધીના પરિણામો અનુસાર, જોધપુર જિલ્લા પરિષદની ચૂંટણીમાં કોંગ્રેસે જીત મેળવી હતી, જ્યારે તેણે 78 પંચાયત સમિતિઓની 1564 બેઠકોમાંથી 598 બેઠકો જીતી હતી જ્યારે ભાજપને 490 બેઠકો મળી હતી.  છ જિલ્લાની 1526 પંચાયત સમિતિઓ માટે મત ગણતરી જિલ્લા મથકે શરૂ થઈ હતી. બપોરે 3.30 વાગ્યા સુધીમાં 1389 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા હતા. તેમાંથી કોંગ્રેસે 598, ભાજપ 490, આરએલપી 39, બસપા 10 અને એનસીપી 2 બેઠકો જીતી છે. અપક્ષ ઉમેદવારોએ 250 બેઠકો જીતી હતી.છ જિલ્લાની 1526 પંચાયત સમિતિઓ માટે મત ગણતરી જિલ્લા મથકે શરૂ થઈ હતી. બપોરે 3.30 વાગ્યા સુધીમાં 1389 બેઠકોના પરિણામ જાહેર થઈ ગયા હતા. તેમાંથી કોંગ્રેસે 598, ભાજપ 490, આરએલપી 39, બસપા 10 અને એનસીપી 2 બેઠકો જીતી છે. અપક્ષ ઉમેદવારોએ 250 બેઠકો જીતી હતી.

જિલ્લા પરિષદની કુલ 200 બેઠકોમાંથી અત્યાર સુધી માત્ર એક જ બેઠકના પરિણામો જાહેર થયા છે. તે પણ કોંગ્રેસે જીતી છે. આ જિલ્લાઓમાં 26 ઓગસ્ટ, 29 ઓગસ્ટ અને 1 સપ્ટેમ્બરના રોજ મતદાન થયું હતું. ત્રણ તબક્કામાં યોજાયેલી ચૂંટણીમાં છ જિલ્લા પરિષદની 200 બેઠકો, 78 પંચાયત સમિતિઓની 1564 બેઠકો માટે મતદાન થયું હતું.

ઉલ્લેખનીય છે કે કોંગ્રેસે છ જિલ્લા પંચાયતમાં પર વિજ્ય મેળવીને સ્પષ્ટ કરી દીધું છે કે આતંરિક વિખવાદ ગમે તેટલો હોય પરતું ચૂંટણમાં તો બધા એક સાથે જ હોય છે અશોક ગહેલોત અને સચિન પાયલોટ વચ્ચે વિવાદ થયો હતો પરતું તેનો ઉકેલ હાઇકમાન્ડે કરી દીધું છે.