Not Set/ નાફેડના મગફળી ખરીદવાના ઈન્કાર બાદ સીએમ રૂપાણીએ આપી આવી પ્રતિક્રિયા

નાફેડ દ્વારા મગફળી ન ખરીદવાની કરાયેલી જાહેરાત અંગે સીએમ રૂપાણીએ અડાલજ ત્રિ-મંદિર ખાતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સાચા ખેડૂતોના હિતમાં નાફેડ વિચારે. તેમણે એમ પણ કહ્યું કે, ગત વર્ષે મગફળીની ખરીદીમાં જે ગોટાળા થયા હતા, એવા નહિ થાય. સીએમ રૂપાણી દાદા ભગવાનની 111મી જન્મ જયંતિ ઉત્સવ ગુજરાતની ધરતી પર આધ્યાત્મિક ચેતના અને દિવ્યતાના સંસ્કાર […]

Top Stories Ahmedabad Gujarat
vijay rupani 650x400 51513768183 1 નાફેડના મગફળી ખરીદવાના ઈન્કાર બાદ સીએમ રૂપાણીએ આપી આવી પ્રતિક્રિયા

નાફેડ દ્વારા મગફળી ન ખરીદવાની કરાયેલી જાહેરાત અંગે સીએમ રૂપાણીએ અડાલજ ત્રિ-મંદિર ખાતે પ્રતિક્રિયા આપી હતી. તેમણે કહ્યું કે સાચા ખેડૂતોના હિતમાં નાફેડ વિચારે. તેમણે એમ પણ કહ્યું કે, ગત વર્ષે મગફળીની ખરીદીમાં જે ગોટાળા થયા હતા, એવા નહિ થાય.

સીએમ રૂપાણી દાદા ભગવાનની 111મી જન્મ જયંતિ ઉત્સવ ગુજરાતની ધરતી પર આધ્યાત્મિક ચેતના અને દિવ્યતાના સંસ્કાર ઉજાગર કરનારો ઉત્સવ બનશે તેવી અપેક્ષા વ્યક્ત કરી છે.

આ સંદર્ભમાં તેમણે કહ્યું કે ગુજરાતની ધરતી સંતો અને મનીષીઓના આશિષ અને જન સહયોગની શક્તિથી દેશની આધ્યાત્મિક્તા દિવ્યતા વિકાસશીલતામાં અગ્રેસર રહેશે.

સીએમ રૂપાણીએ સ્વથી ઉપર ઉઠીને સમષ્ટિનો વિચાર અને કામ,લોભ ,મોહથી પર રહીને મોક્ષ પ્રાપ્તિ તેમજ આત્મિક જ્ઞાન સાથે વિજ્ઞાન જોડીને સત્ય તરફ ગતિ કરવામાં આવા ધર્મ ઉતસ્વો પ્રેરણારૂપ બને છે.તેમ સીએમે જણાવ્યું હતું.