Not Set/ કોરોનાના વાહક હેલ્થવર્કરની સામે બેજવાબદારીથી કોરન્ટાઇન ભંગ બદલ દાખલ કરાય FIR…

આ રીતે  જો કાયદાની અને સરકારનાં માર્ગદર્શનની ધચ્યા ઉડ્યા કરશે તો કોરોનાના જ ફાવી જશે તે બીલકુલ સ્પષ્ટ વાત છે. કોરોના આવા વાહકોને કારણે જ ફદકે ઉડી રહ્યો છે તે નરી હકીકત છે. કોરોના પોતાના વાહકોથી જ આજે મુસ્ટન્ડાની જેમ વકરી  ગયો છે. વિશ્વભરમાં આજે કોઇ જાણતુ નથી તેવુ નથી કે કોરોના લાપરવાહી અને બે […]

Gujarat Others
47c4820aaf4f533060f2c1c6d7370775 કોરોનાના વાહક હેલ્થવર્કરની સામે બેજવાબદારીથી કોરન્ટાઇન ભંગ બદલ દાખલ કરાય FIR...

આ રીતે  જો કાયદાની અને સરકારનાં માર્ગદર્શનની ધચ્યા ઉડ્યા કરશે તો કોરોનાના જ ફાવી જશે તે બીલકુલ સ્પષ્ટ વાત છે. કોરોના આવા વાહકોને કારણે જ ફદકે ઉડી રહ્યો છે તે નરી હકીકત છે. કોરોના પોતાના વાહકોથી જ આજે મુસ્ટન્ડાની જેમ વકરી  ગયો છે. વિશ્વભરમાં આજે કોઇ જાણતુ નથી તેવુ નથી કે કોરોના લાપરવાહી અને બે જવાબદારી થકી જ આટલો ઉજળો બન્યો છે. ત્યારે ફરી આવી જ એક બેજવાબદારીનો કિસ્સો સામે આવ્યો છે અને તે બેજવાબદારી પણ કોણે દાખવી છે એક હેલ્થવર્કરે.

જી હા, સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર પોતાની પુત્રીને મુંબઈથી લાવ્યા બાદ સેલ્ફ ક્વોરેન્ટાઇન હતા. અચાનક હેલ્થ વર્કર સુલતાન પોપટીયાએ ક્વોરેન્ટાઇનનો ભંગ કરી બહાર નીકળી આવતા, પોરબંદર લોકલ ક્રાઇમ બ્રાન્ચે રંગે હાથ ઝડપી લઈ કમલાબાગ પોલીસ મથકમાં ક્વોરેન્ટાઇન ભંગ બદલ ગુન્હો નોંધી કાર્યવાહી કરી છે. ઉલ્લેખનીય છે કે, સુલતાન પોપટીયાની પુત્રી મુંબઈ હતી અને તેમને લેવા ગયેલ હતા. નિયમ મુજબ પિતા પુત્રીને ક્વોરેન્ટાઇન કર્યા હતા. પરંતુ ક્વોરેન્ટાઇન ભંગ કરતા સિવિલ હોસ્પિટલના હેલ્થ વર્કર સુલતાન પોપટીયા સામે ક્વોરેન્ટાઇન ભંગની કાર્યવાહી પોલીસે કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન