જંબુસર/ વેડચ ગામે વિધવા મહિલાની હત્યા કરનાર હત્યારનો પણ મળી આવ્યો મૃતદેહ

જંબુસર તાલુકાના વેડચ ગામે વેરાઈમાતા મંદિરની સામે આવેલ નવીનગરીમા બે સંતાનો સાથે રહેતી 41 વર્ષીય ઉર્મિલાબેન મહેન્દ્ર જાદવ નામની વિધવા એ તેની નવીનગરી મા રહેતા 36 વર્ષિય વિજય પ્રતાપ જાદવ ને તેની સાથે સબંધ રાખવાનીના પાડી હતી.

Gujarat Others
વેડચ

જંબુસર તાલુકાના વેડચ નવીનગરી મા 41 વર્ષીય બે સંતાનોની વિધવા માતાએ નવી નગરીમા રહેતા 36 વર્ષીય ઈસમને સબંધ રાખવાનીના પાડતા તેની રીસ રાખી તેણીના ઘરમા પ્રવેશી ગાઢ નિદ્રામા સુતેલી મહિલાનુ મોઢુ દબાવી જાનથી મારી નાખવાની ધમકી આપી સાથે લાવેવ ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયારથી ગળાના ભાગે તથા શરીરના અન્ય ભાગે ગંભીર ઇજાઓ પહોંચાડી મોતને ઘાટ ઉતારી હત્યારો ફરાર થયો હતો તે મૃત હાલતમા તેના જ ખેતર માથી મળી આવતા ચકચાર મચી ગઈ હતી.

જંબુસર તાલુકાના વેડચ ગામે વેરાઈમાતા મંદિરની સામે આવેલ નવીનગરીમા બે સંતાનો સાથે રહેતી 41 વર્ષીય ઉર્મિલાબેન મહેન્દ્ર જાદવ નામની વિધવા એ તેની નવીનગરી મા રહેતા 36 વર્ષિય વિજય પ્રતાપ જાદવ ને તેની સાથે સબંધ રાખવાનીના પાડી હતી.તેની રીસ રાખીને ખુન કરવાના ઈરાદાથી વિજય પ્રતાપ જાદવ ઉર્મિલાબેન બે સંતાનો સાથે તેણીના ઘર મા સુતી હતી તે દરમ્યાન ગતરાત્રે અઢીથી ત્રણ વાગ્યાના અરસામા પાછળના દરવાજે થી ઘરમા પ્રવેશી નિદ્રામા રહેલ ઉર્મિલાબેનનુ મોઢુ દબાવી જાન થી મારી નાખવાની ધમકી આપી સાથે લાવેલ ચપ્પુ જેવા તિક્ષ્ણ હથિયાર વડે ગળા ના ભાગે તથા શરીરના અન્ય ભાગમા આડેધડ જીવલેણ ઘા ઝીંકી મોતને ઘાટ ઉતારી વિજય પ્રતાપ જાદવ ફરાર થઈ ગયો હતો.

ફરાર વિજય ની સઘન શોધખોળ વેડચ ના પોલીસ સબ ઇન્સપેક્ટર ડી.એ.તુવર તથા સ્ટાફે આદરી હતી.આ દરમ્યાન આજરોજ ફરાર વિજય પ્રતાપ જાદવ મૃત હાલત મા તેનાજ ખેતર માથી મળી આવતા વેડચ પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી.અને આગળ ની કાર્યવાહી હાથ ધરી છે.

આ પણ વાંચો:રાજ્યના એક નાનકડા ગામના આ સ્વતંત્ર સેનાની વિશે, જેમને પોતાનું જીવન દેશ માટે કર્યું સમર્પિત

આ પણ વાંચો:આ 15 ઓગસ્ટે જાણો આઝાદીની લડતમાં મહત્વનું યોગદાન આપનાર પ્રભુ ગોપાલ ઢીમરને

આ પણ વાંચો:CM ભુપેન્દ્ર પટેલે મોડાસામાં લહેરાવ્યો રાષ્ટ્રધ્વજ, કહ્યું- PMના વિકાસના સંકલ્પોને અમે આગળ વધારી રહ્યાં