Not Set/ અમદાવાદ/ શહેરમાં મૃત્યુ દરમાં થઇ રહ્યો છે સતત વધારો, દર 100 કેસોમાં 7 લોકોનાં નોંધાયા મોત

દેશમાં કોરોનાનો કહેર ચાલુ છે. ત્યારે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત છે. જ્યા સ્થિતિ ભયાનક બની રહી છે. અહી કોરોનાનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. લોકડાઉન પછી, અનલોક તબક્કામાં દરરોજ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાનં કેસ ઝડપથી અને ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેણે સરકાર માટે એક મોટી મુસિબત ઉભી […]

Ahmedabad Gujarat
a6a46679a2a44c0dfe57ff7cd283b75d અમદાવાદ/ શહેરમાં મૃત્યુ દરમાં થઇ રહ્યો છે સતત વધારો, દર 100 કેસોમાં 7 લોકોનાં નોંધાયા મોત
a6a46679a2a44c0dfe57ff7cd283b75d અમદાવાદ/ શહેરમાં મૃત્યુ દરમાં થઇ રહ્યો છે સતત વધારો, દર 100 કેસોમાં 7 લોકોનાં નોંધાયા મોત

દેશમાં કોરોનાનો કહેર ચાલુ છે. ત્યારે કોરોનાથી સૌથી વધુ અસરગ્રસ્ત રાજ્યોમાં ગુજરાત છે. જ્યા સ્થિતિ ભયાનક બની રહી છે. અહી કોરોનાનાં કેસોમાં સતત વધારો નોંધાઇ રહ્યો છે. લોકડાઉન પછી, અનલોક તબક્કામાં દરરોજ કોરોનાનાં કેસો વધી રહ્યા છે. અમદાવાદમાં પણ કોરોનાનં કેસ ઝડપથી અને ચિંતાજનક રીતે વધી રહ્યા છે. જેણે સરકાર માટે એક મોટી મુસિબત ઉભી કરી દીધી છે.

દેશમાં કોલકાતાની સાથે અમદાવાદમાં પણ કોરોના મૃત્યુ દર વધારે છે. કોલકાતામાં મૃત્યુ દર 9 ટકા છે, જ્યારે અમદાવાદમાં મૃત્યુ દર હાલમાં 7.1% છે. આ દિવસોમાં અમદાવાદ કોરોનાનું ડેથસ્પોટ બની ગયુ છે. અમદાવાદમાં દર 100 કેસોમાંથી 7 મોત નોંધાયા છે. અમદાવાદને એટલે પણ કોરોનાનું ડેથસ્પોટ માનવામાં આવે છે કારણ કે ગયા મહિના સુધી અહી મૃત્યુ દર 5 ટકા હતો, જે હવે વધીને 7.1 ટકા થઈ ગયો છે. જેનો અર્થ એ છે કે મૃત્યુનાં કિસ્સાઓમાં શહેર ઝડપથી આગળ વધી રહ્યું છે.

આરોગ્ય વિભાગ દ્વારા પ્રકાશિત કોરોનાનાં આંકડા મુજબ રાજ્યમાં છેલ્લા 24 કલાકમાં 495 નવા પોઝીટીવ કેસ નોધાયા છે જે સાથે રાજ્યમાં કોરોનાનો કુલ પોઝિટીવ  આંક 22,562 પર પહોચ્યો છે. આજ રોજ રાજયમાં કુલ 31 લોકોનાં મોત સાથે અત્યાર સુધી કુલ મોતનો આંક 1,416 પર પહોચ્યો છે. આજે 392 લોકો સ્વસ્થ થતા હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે. જે સાથે અત્યાર સુધીમાં 15,501 લોકોને હોસ્પીટલમાંથી રજા આપવામાં આવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.