LIQUOR BAN/ ભાજપમાં જોડતા જ ખુમાનસિંહ વાંસિયાએ કહ્યું, જો દારૂબંધી નાબૂદ થશે તો… ગરમાયું રાજકારણ

પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ભાજપમાં જોડાતા જ દારૂબંધીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, જો સરકાર દારૂબંદી લાગુ કરે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ 182 સીટ જીતીશકે છે.

Top Stories Gujarat
Untitled 4 ભાજપમાં જોડતા જ ખુમાનસિંહ વાંસિયાએ કહ્યું, જો દારૂબંધી નાબૂદ થશે તો... ગરમાયું રાજકારણ

પૂર્વ ધારાસભ્ય ખુમાનસિંહ ભાજપમાં જોડાતા જ દારૂબંધીને લઈ મોટું નિવેદન આપ્યું છે. તેમણે જણાવ્યુ હતું કે, જો સરકાર દારૂબંદી લાગુ કરે તો આગામી વિધાનસભાની ચુંટણીમાં ભાજપ 182 સીટ જીતીશકે છે. અને તેને લઈ રાજકીય વાતાવરણ ગરમાયું છે.  ઉલ્લેખનીય છે કે વાંસિયાએ શનિવારે ભાજપ સાથે નવી ઇનિંગ શરૂ કરી હતી. ભાજપના ગુજરાત એકમના પ્રમુખ સીઆર પાટીલની હાજરીમાં તેઓ ફરીથી ભાજપમાં પાર્ટીમાં જોડાયા હતા.

‘હું આજે મારા સ્ટેન્ડ પર ઊભો છું’

નિવેદન આપતી વખતે વાંસિયાએ એમ પણ કહ્યું હતું કે આ તેમનો અંગત અભિપ્રાય છે અને પક્ષ તેમને આ મુદ્દે જે કહેશે તે તેઓ કરશે. તમને જણાવી દઈએ કે વાંસિયા પહેલા પણ રાજ્યમાં દારૂબંધી સમાપ્ત કરવાની હિમાયત કરી ચૂક્યા છે. શનિવારે જ્યારે તેમના જૂના નિવેદન વિશે પૂછવામાં આવ્યું ત્યારે તેમણે કહ્યું કે તેઓ હજુ પણ આ સ્ટેન્ડ પર અડગ છે. વાંસિયા 1995માં કેશુભાઈ પટેલની સરકારમાં મંત્રી બન્યા હતા. તેમણે એમ પણ કહ્યું કે તે આવનારી ચૂંટણીમાં ભાજપને મદદ કરી શકે છે.

‘ભાજપ તમામ 182 બેઠકો જીતશે’
વાંસિયાએ કહ્યું, ‘આ મારો અંગત અભિપ્રાય છે અને હું હજુ પણ મારા સ્ટેન્ડ પર અડીખમ છું કે અમને દારૂબંધીમાંથી મુક્તિ મળવી જોઈએ. હું કહી શકું છું કે આ સાથે ભાજપ તમામ 182 સીટો જીતશે. પરંતુ હું પક્ષની વિચારધારાને અનુસરવા અને આ મુદ્દા પર ઊભા રહેવા માટે મક્કમ છું.” વાંસિયાનો બચાવ કરતાં ભાજપના પ્રવક્તા યજ્ઞેશ દવેએ કહ્યું કે તેમણે પોતે સ્પષ્ટતા કરી છે કે આ તેમનો અંગત અભિપ્રાય છે. દવેએ કહ્યું કે વાંસિયાએ પોતે કહ્યું છે કે તેમના અંગત નિવેદનને સરકારના સ્ટેન્ડ સાથે જોડવું જોઈએ નહીં.

‘દારૂ પર પ્રતિબંધ માત્ર કાગળ પર’
આ સાથે જ રાજ્યની મુખ્ય વિપક્ષી પાર્ટી કોંગ્રેસે ફરી એકવાર દારૂબંધીના મુદ્દે ભારતીય જનતા પાર્ટી પર નિશાન સાધ્યું છે. કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે ગાંધી અને સરદાર પટેલના ગુજરાતમાં કરોડો લીટર દારૂ વહી રહ્યો છે અને દારૂબંધી માત્ર કાગળ પુરતી સીમિત રહી છે. દારૂની હેરાફેરી કરતા વાહનોને પોલીસ કેવી રીતે રક્ષણ આપે છે અને દારૂ પીને યુવાનોની જીંદગી બરબાદ થઈ રહી છે તે સૌ જાણે છે. વાંસિયાએ 2017માં પાર્ટી છોડી દીધી હતી અને અપક્ષ તરીકે ચૂંટણી લડી હતી.