Not Set/ મોલના વોશરૂમમાં જ સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ,આરોપીના પિતાએ પણ આપ્યો સાથ

અમદાવાદ, રાજ્યમાં છેડતી દુષ્કર્મની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.અમદાવાદમાં એક સગીરાને લગ્નની લાલચ આપી તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુંમાં આવ્યું છે. જોવાની વાત એ હતી કે આ દુષ્કર્મમાં આરોપીના પિતાએ પણ સાથ આપ્યો હતો. આ મામલે પીડિતાના કાકાએ આરોપી સહીત તેના પિતાની વિરૂધ્ધ […]

Top Stories Ahmedabad Gujarat
f.vnds 5 મોલના વોશરૂમમાં જ સગીરા સાથે આચર્યુ દુષ્કર્મ,આરોપીના પિતાએ પણ આપ્યો સાથ

અમદાવાદ,

રાજ્યમાં છેડતી દુષ્કર્મની ઘટનામાં દિવસેને દિવસે વધારો થઇ રહ્યો છે.અમદાવાદમાં એક સગીરાને લગ્નની લાલચ આપી તેની પર દુષ્કર્મ કરવામાં આવ્યું હતું.શહેરના ચાંદખેડા વિસ્તારમાં એક સગીરાને લગ્નની લાલચ આપીને દુષ્કર્મ આચર્યુંમાં આવ્યું છે. જોવાની વાત એ હતી કે આ દુષ્કર્મમાં આરોપીના પિતાએ પણ સાથ આપ્યો હતો.

આ મામલે પીડિતાના કાકાએ આરોપી સહીત તેના પિતાની વિરૂધ્ધ પણ ફરિયાદ નોંધાવી છે.આપને જણાવી દઈએ કે ચાંદખેડામાં રહેતી એક સગીરાને પોતાની સ્કૂલમાં સાથે અભ્યાસ કરતા એક છોકરા સાથે મુલાકાત થઇ હતી.આ મુલાકાત બાદ બંને ધીમે ધીમે એકબીજાની નજીક આવ્યા અને પછી બંને વચ્ચે મિત્રતા થઇ બાદ પ્રેમ થયો હતો.

થોડા સમય બાદ બંનેના પ્રેમ સંબંધમાં ખારાશ આવવા લાગી અને જેમ જેમ દિવસ આગળ ગયા તેમ તેમ બંને વચ્ચે વાતચીત પણ બંધ થઇ ગઈ હતી. તેમ છતાં પણ આરોપી સગીરાને વારંવાર ધમકીઓ આપી તેની પાસે અભદ્ર માંગણીઓ કરતો હતો.

આ ઘટનાની ખાસ વાત એ છે કે આરોપીના પિતા પણ પોતાના પુત્રની આવી કરતૂતોમાં સાથ આપી રહ્યા હતા. આરોપીના પિતાએ જ સગીરાને કહ્યું હતું કે તું જયારે 18 વર્ષની થઇ જઈશ ત્યારે તારા લગ્ન મારા દીકરા સાથે કરાવી દઇશુંત્યાં સુધી જાવ હરોફરો અને મઝા કરો.

આરોપીના પિતા સાથે વાત કર્યા બાદ સગીરાને થોડો દિલાસો અને વિશ્વાસ આવી ગયો કે તેના લગ્ન તેમના દીકરા સાથે કરાવી આપશે.

સગીરા તેના બર્થ-ડેના દિવસે પોતાના મિત્રો સાથે શહેરના એક મોલમાં ફરવા ગઈ હતીત્યાં પાછળ પાછળ તેનો પ્રેમી પણ આવી પહોંચ્યો હતો. અને સગીરાને પકડીને લેડીઝ વોશરૂમમાં લઇ ગયો હતો. જ્યાં તેને સગીરાને બળજબરી કરીને તેની સાથે દુષ્કર્મ આચર્યું હતું. પરંતુ સગીરા ત્યારે કંઇ બોલી નહોતી.

એક દુષ્કર્મ  આચર્યા બાદ આરોપીએ પોતાની હવસને સંતોષવા માટે ફરી બે વખત પીડિતાને ફોન કરીને સોસાયટી બહાર મળવા માટે બોલાવી હતી અને દુષ્કર્મ આચર્યું હતું.

જણાવીએ કે તારીખ  10-07-2019ના રોજ રાત્રે આરોપી દીવાલ કુદીને પીડિતાને ઘરે આવી પહોંચ્યો હતો અને તેને બાથરૂમમાં બોલાવી બળજબરી કરવાનો પ્રયાસ કર્યા હતા.

આ દરમિયાન પીડિતાને કાકા જાગી ગયા હતા. આરોપી ત્યાંથી ભાગી ગયો હતો.

આ મામલે પોલીસે ગુનો નોંધીને તપાસ શરૂ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.