Not Set/ IPL ૧૧ : બ્રાવોની તૂફાની ઇનિંગ્સના સહારે CSKએ મેળવી ધમાકેદાર જીત

મુંબઈ, મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મિ સિઝનના પ્રથમ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૧ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ CSKની ટીમે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૬ રનના ટાર્ગેટને ૧૯.૫ ઓવરમાં વટાવી રોમાંચક મેચમાં ૧ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. […]

Top Stories
hh IPL ૧૧ : બ્રાવોની તૂફાની ઇનિંગ્સના સહારે CSKએ મેળવી ધમાકેદાર જીત

મુંબઈ,

મુંબઈના વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાયેલી ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની ૧૧મિ સિઝનના પ્રથમ મુકાબલામાં ચેન્નઈ સુપર કિંગ્સની ટીમે ૧ વિકેટે શાનદાર વિજય મેળવ્યો છે. ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન એમ એસ ધોનીના નેતૃત્વ હેઠળ CSKની ટીમે યજમાન મુંબઈ ઇન્ડિયન્સ દ્વારા આપવામાં આવેલા ૧૬૬ રનના ટાર્ગેટને ૧૯.૫ ઓવરમાં વટાવી રોમાંચક મેચમાં ૧ વિકેટે ધમાકેદાર જીત મેળવી હતી. ચેન્નાઈ તરફથી ઓલરાઉન્ડર ડ્વેન બ્રાવોએ સૌથી વધુ ૬૮ રનની તુફાની ઇનિંગ્સ રમી હતી અને તેને મેન ઓફ ધ મેચ પણ જાહેર કરાયો હતો.

ટોસ હારીને પ્રથમ બેટિંગ કરવા મેદાને ઉતરેલી મુંબઈ ઇન્ડિયન્સની ટીમે ૨૦ ઓવરમાં ૪ વિકેટના નુકશાને ૧૬૫ રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી સૂર્યકુમાર યાદવે ૨૯ બોલમાં સૌથી વધુ ૪૩ રન બનાવ્યા હતા જયારે વિકેટકીપર બેટ્સમેન ઇશાન કિશને ૪૦, ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યાએ ૨૨ બોલમાં ૪૧ રન ફટકાર્યા હતા. જયારે ચેન્નાઈ તરફથી શેન વોટશને ૨ અને દિપક ચાહર અને ઇમરાન તાહિરે ૧-૧ વિકેટ ઝડપી હતી.

મુંબઈ દ્વારા આપવામાં આવેલા ૧૬૬ ટાર્ગેટનો પીછો કરતા ચેન્નઈ ચેન્નઈ સુપર કિંગ્સની શરૂઆત ખરાબ રહી હતી અને ઓપનર શેન વોટસન ૧૬ અને રાયડુ ૨૨ રન બનાવી આઉટ થયા હતા. ત્યારબાદ ક્રિઝ પર આવેલા સુરેશ રૈના પણ માત્ર ૪ રન નોધાવી હાર્દિક પંડ્યાનો બીજો શિકાર બન્યો હતો.

જો કે ત્યારબાદ ચેન્નઈની ટીમે સમયાંતરે કેપ્ટન એમ એસ ધોની (૫) અને ઓલરાઉન્ડર રવીંદ્ર જાડેજા (૧૨)ની વિકેટ ગુમાવી હતી પરંતુ ટીમનો એક છેડો સાચવી રાખી ડ્વેન બ્રાવોએ મેચની છેલ્લી ત્રણ ઓવર દરમિયાન તુફાની ઇનિંગ્સ રમી હતી અને CSKની ટીમને એક રોમાંચક જીત અપાવી હતી. બ્રાવોએ માત્ર ૩૦ બોલમાં ૭ સિક્સર અને ૩ ચોક્કાની મદદથી ૬૮ રનની ધમાકેદાર ઇનિંગ્સ રમી હતી. મુંબઈ તરફથી હાર્દિક પંડ્યા અને પોતાની પ્રથમ મેચ રમી રહેલા મયંક માર્કન્ડેએ અનુક્રમે ૩-૩ વિકેટ ઝડપી હતી.

આ પહેલા દુનિયાભરમાં ક્રિકેટની સૌથી લોકપ્રિય ટુર્નામેન્ટ ઇન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની સિઝન ૧૧નો શનિવારે રંગારંગ કાર્યક્રમ સાથે પ્રારંભ થયો હતો. મુંબઈ ખાતે યોજાયેલી IPLની ઓપનીંગ સેરેમનીમાં બોલીવુડના જાણીતા કલાકારોએ શાનદાર પ્રદર્શન સાથે કરોડો ચાહકોના દિલ મોહી લીધા હતા.

બોલીવુડ એક્ટર વરુણ ધવન, પ્રભુદેવા, સાઉથ અને બોલીવુડ અભિનેત્રી તમન્ના ભાટિયા, સિંગર મીકા, જેકલિન અને સુપર સ્ટાર ઋતિક રોશને પોતાના ગીતો પર ડાન્સ પરફોર્મ કર્યું હતું. બીજી બાજુ ચેન્નઈ સુપર કિંગ્સની ટીમ બે વર્ષના પ્રતિબંધ બાદ IPLમાં જોવામાં આવી રહી છે.