Not Set/ મોંઘવારીની માર સહન કરી રહ્યો છે ખેડુત, ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ખર્ચ કાઠવો બન્યો મુશ્કેલ

કોરોના સમયગાળામાં, ખેડુતો દરેક રીતે ચિંતિત છે, પાંચ મહિના પહેલા જથ્થાબંધ 100 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાતી ડુંગળી આજે 2 રૂપિયાથી 6 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. ભાવો એટલા નીચે આવી ગયા છે કે ખેડુતોને ખર્ચો નિકાળવો પણ મુશ્કેલ બની ગયુ છે. મોલિયાખેડીનાં જગદીશ પાટીદારે 10 વીઘામાં જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેની પાછળ ખર્ચ […]

India
b48747b860b0237ede50e03a35871094 1 મોંઘવારીની માર સહન કરી રહ્યો છે ખેડુત, ડુંગળી 2 રૂપિયા પ્રતિ કિલો વેચાતા ખર્ચ કાઠવો બન્યો મુશ્કેલ

કોરોના સમયગાળામાં, ખેડુતો દરેક રીતે ચિંતિત છે, પાંચ મહિના પહેલા જથ્થાબંધ 100 રૂપિયા પ્રતિ કિલોમાં વેચાતી ડુંગળી આજે 2 રૂપિયાથી 6 રૂપિયા પ્રતિ કિલો વેચાઇ રહી છે. ભાવો એટલા નીચે આવી ગયા છે કે ખેડુતોને ખર્ચો નિકાળવો પણ મુશ્કેલ બની ગયુ છે.

મોલિયાખેડીનાં જગદીશ પાટીદારે 10 વીઘામાં જમીનમાં ડુંગળીનું વાવેતર કર્યું હતું, જેની પાછળ ખર્ચ થયો 2 લાખ, જેમા પહેલા માવઠાએ પાકને બગાડી દીધો, થોડી આશા હતી જે લોકડાઉનનાં કારણે ડુંગળીની કિંમતો લોક થઇ ગઇ. અમારી ડુંગળી 2 રૂપિયામાં વેચાય છે, બીજ મોંઘા થયા છે, બધું મોંઘું થઈ ગયું છે. એવું વિચાર્યું હતું કે આ વખતે સારા પૈસા મળશે પરંતુ કિંમત 8 રૂપિયા છે, તમે 2 રૂપિયામાં શું કરીશું. રોડમલ મેઘવાલ એક નાનો ખેડૂત છે, 2 વીઘામાં ડુંગળીની આવક સારી થઈ છે, પરંતુ કિલો દીઠ માત્ર 2 રૂપિયા સુધીનો ભાવ મળી રહ્યો છે, 6 સભ્યોનો પરિવાર, લોન અને બાળકોની શિક્ષણ જેવી જવાબદારીઓને કારણે તે ચિંતાતુર છે, કારણ કે ખર્ચ પણ નીકળી રહ્યો નથી.

ડુંગળીનું ગણિત આ પ્રમાણે છે, એક વીઘામાં ડુંગળીનું વાવેતર, ખાતર, ડીએપી, જંતુનાશકો, મજૂરી, મંડી, હમાલી આ બધા ખર્ચ લગભગ 51 હજાર થાય છે. એક વીઘામાં અંદાજે 150 કટ્ટા ડુગળીની ઉપજ થાય છે, ત્યારે કિંમતને 5 રૂપિયા ઉમેરીએ તો એક વીઘામાં અંદાજે 45 હજાર મળે છે એટલે કે 6 હજારનું નુકસાન. બજરંગ તેજરા જેવા ખેડુતો ઇચ્છે છે કે સરકાર ટેકાનાં ભાવે ડુંગળી ખરીદે, તેઓ સરકારને વિનંતી કરે છે કે ટેકાનાં ભાવે 8-10 રૂપિયાની ખરીદી કરવામાં આવે જેથી કુટુંબ ચાલી શકે, અમારું 5 લોકોનું કુટુંબ બાળકોની ફી ચૂકવી શકતું નથી. સરકાર હાલમાં સપના બતાવી રહી છે, જ્યારે વિપક્ષ તેની ટીકા કરે છે. કૃષિ મંત્રી કમલ પટેલે જણાવ્યું હતું કે તેમણે પિયુષ ગોયલ સાથે વાત કરી છે. સરકાર દાવો કરે છે કે વચેટિયાને નાબૂદ કરીને, સીધા ખેડૂતો ને રૂ.4-25 કિલો મળશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.