Not Set/ પાકિસ્તાનમાં આર્મીનાં મુખ્યાલયમાં થયો બોમ્બબ્લાસ્ટ, 1 શખ્સનું થયુ મોત

પાકિસ્તાનનાં રાવલપિંડીનાં સદર વિસ્તારમાં કોલ સેન્ટર ચોકમાં બોમ્બબ્લાસ્ટની ઘટના બની છે. જેમા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યાં વિસ્ફોટ થયો તે પાકિસ્તાની આર્મીનાં મુખ્ય મથકની નજીક છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ મોટરસાયકલમાં થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટક પદાર્થ ઇલેક્ટ્રિક પોલમાં મુકાયો હતો. બ્લાસ્ટની આસપાસ ઘણું નુકસાન […]

World
4a8a7372dff39f6b1c2c1bf6f7a2b6e8 પાકિસ્તાનમાં આર્મીનાં મુખ્યાલયમાં થયો બોમ્બબ્લાસ્ટ, 1 શખ્સનું થયુ મોત

પાકિસ્તાનનાં રાવલપિંડીનાં સદર વિસ્તારમાં કોલ સેન્ટર ચોકમાં બોમ્બબ્લાસ્ટની ઘટના બની છે. જેમા 1 વ્યક્તિનું મોત નીપજ્યું છે જ્યારે 15 થી વધુ લોકો ઘાયલ થયા છે. જ્યાં વિસ્ફોટ થયો તે પાકિસ્તાની આર્મીનાં મુખ્ય મથકની નજીક છે. મળતી માહિતી મુજબ વિસ્ફોટ મોટરસાયકલમાં થયો હતો. પ્રાથમિક તપાસ મુજબ વિસ્ફોટક પદાર્થ ઇલેક્ટ્રિક પોલમાં મુકાયો હતો. બ્લાસ્ટની આસપાસ ઘણું નુકસાન પણ થયું છે. અધિકારીઓએ સમગ્ર વિસ્તાર સીલ કરી દીધો છે અને તેની તપાસ કરવામાં આવી રહી છે.

પોલીસ પ્રવક્તાએ જણાવ્યું હતું કે, તપાસ ટીમ અને ફોરેન્સિક સાયન્સ લેબનાં જવાનો ઘટના સ્થળેથી પુરાવા એકત્રિત કરી રહ્યા છે. મૃત્યુ પામનાર વ્યક્તિની ઓળખ રાવલપિંડીનો રહેવાસી અરફિન તરીકે થઈ છે. તે શાકભાજીની લારી ચલાવે છે. બચાવ ટીમનાં અધિકારીઓએ જણાવ્યું કે ઘાયલોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જ્યાં ગંભીર રીતે ઘવાયેલા બે લોકોની હાલત નાજૂક બની રહી છે. તેમણે કહ્યું કે આ વિસ્ફોટ સંગઠિત આતંકવાદનો પ્રયાસ છે, પરંતુ લોકોનાં જીવન સાથે રમનારા લોકો કાયદાની પકડમાંથી છટકી શકશે નહીં.

હજી સુધી, કોઈએ આ બોમ્બબ્લાસ્ટ માટે જવાબદારી લીધી નથી અને ન તો વિસ્ફોટ પાછળનું કારણ જાણી શકાયું છે. આપને જણાવી દઇએ કે પાછલા મહિનાની શરૂઆતમાં જ પાકિસ્તાનનાં બલુચિસ્તાન રાજ્યનાં કેચ જિલ્લાનાં બાલેદા વિસ્તારમાં આતંકવાદી હુમલામાં 6 જવાનો શહીદ થયા હતા. જેમાં એક પાકિસ્તાની સૈન્ય અધિકારી પણ માર્યો ગયો હતો અને એક અધિકારી ખરાબ રીતે ઘાયલ થયો હતો. આ ઘટના પછી, પાકિસ્તાન આર્મી પબ્લિક રિલેશન્સને એક નિવેદન જારી કરીને માહિતી આપતા કહ્યું છે કે, જ્યારે આ અધિકારીઓ બલુચિસ્તાન રાજ્યમાં પાકિસ્તાન-ઈરાન બોર્ડર પર પેટ્રોલિંગ કરી પરત ફરી રહ્યા હતા ત્યારે તેમની કાર પર રીમોટ કંટ્રોલ આઈ.ઈ.ડી. થી હુમલો થયો હતો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને FacebookTwitterInstagram અને YouTube પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે  ડાઉનલોડ કરો “MantavyaNews ની નવી મોબાઇલ એપ્લિકેશન.