ઉજ્જૈન/ સંત સમાજનાં વિરોધ બાદ રેલ્વેએ બદલ્યો રામાયણ સ્પેશિયલ ટ્રેનનાં વેઇટર્સનો ડ્રેસ

ઉજ્જૈનનાં સાધુઓનાં વિરોધ બાદ રેલ્વેએ રામાયણ સ્પેશિયલ ટ્રેનનાં વેઇટર્સનાં ડ્રેસ બદલવાનો નિર્ણય લીધો છે. રેલ્વેએ કહ્યું કે, વેઇટર્સનો ડ્રેસ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને અસુવિધા બદલ ખેદ છે.

Top Stories India
સંત સમાજ અને રામાયણ એક્સપ્રેસ

ઉજ્જૈનનાં સાધુઓનાં વિરોધ બાદ રેલ્વેએ રામાયણ સ્પેશિયલ ટ્રેનનાં વેઇટર્સનાં ડ્રેસ બદલવાનો નિર્ણય લીધો છે. રેલ્વેએ કહ્યું કે, વેઇટર્સનો ડ્રેસ સંપૂર્ણપણે બદલાઈ ગયો છે અને અસુવિધા બદલ ખેદ છે.

આ પણ વાંચો – સરકારી કર્મચારી આનંદો..! / નિવૃત્તિ વય અને પેન્શનની રકમ વધી શકે છે : PMની આર્થિક સલાહકાર સમિતિનો પ્રસ્તાવ

આપને જણાવી દઇએ કે, સંતોનાં ભારે વિરોધને કારણે IRCTCએ રામાયણ સર્કિટ સ્પેશિયલ ટ્રેનમાં સેવા આપતા વેઇટર્સનાં ડ્રેસમાં ફેરફાર કર્યો છે. આ વેઇટર રામાયણ એક્સપ્રેસમાં સેવા આપી રહ્યા હતા. ઉજ્જૈનનાં સાધુ-સંતોનાં વિરોધ બાદ રેલ્વેએ આ નિર્ણય લીધો હતો. સોમવારે સાંજે IRCTCએ ટ્વીટ કરીને આ અંગેની માહિતી આપી હતી. અયોધ્યા-રામેશ્વરમ ટ્રેનમાં ભગવા ઝભ્ભા પહેરેલા વેઇટરનો વાસણો ઉપાડવાનો વીડિયો વાયરલ થયા બાદ ઉજ્જૈનનાં સંત સમાજે તેને સંતોનું અપમાન ગણાવ્યું હતું. આ અંગે રેલ્વે મંત્રીને પત્ર લખવામાં આવ્યો હતો, સાથે જ ટ્રેનને રોકવાની ચેતવણી પણ આપવામાં આવી હતી. સંત સમાજની ચેતવણી બાદ IRCTCએ સોમવારે સાંજે રામાયણ એક્સપ્રેસ ટ્રેનમાં કામ કરી રહેલા વેઇટર્સનો ડ્રેસ બદલ્યો હતો. IRCTCએ ટ્વીટ કરીને આ માહિતી સાર્વજનિક કરી છે અને લખ્યું છે કે ‘ટ્રેનનાં સ્ટાફનો ડ્રેસ બદલીને પ્રોફેશનલ યુનિફોર્મ કરવામાં આવ્યો છે.’

આ પણ વાંચો – Business / સાઉદી અરામકો સાથેની ડીલ રદ્દ, મુકેશ અંબાણીને એક દિવસમાં 66 હજાર કરોડનો આંચકો

વાયરલ વીડિયોમાં ટ્રેનનાં વેઇટર ભગવા કપડા, ધોતી, પાઘડી અને સંતોનાં રુદ્રાક્ષની માળા પહેરેલા ભોજનનાં વાસણો ઉપાડતા જોવા મળ્યા હતા. ઉજ્જૈન અખાડા પરિષદનાં પૂર્વ મહાસચિવ પરમહંસ અવધેશ પુરી મહારાજે કહ્યું હતું કે આ અપમાન છે. વેઇટર્સનો ડ્રેસ જલ્દી બદલવો જોઈએ, અન્યથા સંત સમાજ 12 ડિસેમ્બરે જે ટ્રોન નિકલશે તેનો વિરોધ કરશે અને હજારો હિન્દુઓ ટ્રેનની સામે વિરોધ પ્રદર્શન કરશે. આપને જણાવી દઈએ કે, દિલ્હીનાં સફદરજંગ રેલ્વે સ્ટેશનથી ખુલતી આ ટ્રેન તેની 17 દિવસની સફરમાં પ્રવાસીઓને ભગવાન રામ સાથે જોડાયેલા તમામ મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળોની મુલાકાત લેવા લઈ જાય છે. આ ટ્રેન 17 દિવસમાં 7500 કિમીની મુસાફરી કરે છે.