Not Set/ રાત્રે આઠ વાગ્યે ફરીથી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક, નવા પ્રમુખ અંગે નિર્ણય લેવાશે

રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠકમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવાની નેતાઓની વિનંતીને નકારી કાઢ્યા બાદ શનિવારે પાર્ટીના નવા પ્રમુખની પસંદગી અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. હવે સીડબ્લ્યુસીની ફરી એક વાર રાત્રે આઠ વાગ્યે બેઠક થશે, જેમાં પક્ષના નવા અધ્યક્ષ પર કોઈ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે. આ દરમિયાન પાર્ટીના સંસદીય પક્ષના નેતા […]

India
CWC1 રાત્રે આઠ વાગ્યે ફરીથી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક, નવા પ્રમુખ અંગે નિર્ણય લેવાશે

રાહુલ ગાંધીએ કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠકમાં પ્રમુખ તરીકે ચાલુ રહેવાની નેતાઓની વિનંતીને નકારી કાઢ્યા બાદ શનિવારે પાર્ટીના નવા પ્રમુખની પસંદગી અંગેની વિસ્તૃત ચર્ચા થઈ હતી. હવે સીડબ્લ્યુસીની ફરી એક વાર રાત્રે આઠ વાગ્યે બેઠક થશે, જેમાં પક્ષના નવા અધ્યક્ષ પર કોઈ નિર્ણય લેવામાં આવે તેવી સંભાવના છે.

CWC2 રાત્રે આઠ વાગ્યે ફરીથી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક, નવા પ્રમુખ અંગે નિર્ણય લેવાશે

આ દરમિયાન પાર્ટીના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી અને પ્રમુખ પદ પરથી રાજીનામું આપનારા રાહુલ ગાંધીએ નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયાથી પોતાને દૂર કરી દીધા છે. નવા પ્રમુખ વિશે સવારે સીડબ્લ્યુસીની બેઠક બાદ, નેતાઓએ પાંચ જુદી જુદી સમિતિઓની રચના કરી છે. આ  સમિતિઓ સાથે વિચાર વિમર્શના આધારે, સીડબ્લ્યુસી બેઠક કરશે અને રાત્રે આઠ વાગ્યે નિર્ણય કરશે.

કોંગ્રેસના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધીએ શનિવારે કહ્યું હતું કે તેઓ અને રાહુલ ગાંધી પાર્ટીના નવા પ્રમુખની પસંદગીની પ્રક્રિયામાં સામેલ થઈ શકશે નહીં. કોંગ્રેસ કાર્યકારી સમિતિ (સીડબ્લ્યુસી) ની બેઠકમાંથી બહાર નીકળ્યા પછી, સોનિયાએ પત્રકારોને કહ્યું કે અધ્યક્ષને નક્કી કરવા માટે વાટાઘાટની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. હું અને રાહુલ તેનો ભાગ ન બની શકે. મારું નામ ભૂલથી મીટિંગમાં સામેલ થઇ ગયું છે.

હકીકતમાં, રાજીનામું આપતી વખતે રાહુલ ગાંધીએ સ્પષ્ટ કર્યું હતું કે ગાંધી પરિવારનો કોઈ પણ વ્યક્તિ પ્રમુખ નહીં બને અને તે તેની પસંદગીની પ્રક્રિયામાં સામેલ નહીં થાય. સીડબલ્યુસીની બેઠકની શરૂઆતમાં પાર્ટીના સંસદીય પક્ષના નેતા સોનિયા ગાંધી, પૂર્વ વડા પ્રધાન મનમોહન સિંઘ, રાહુલ ગાંધી, જેમણે પ્રમુખ પદથી રાજીનામું આપ્યું હતું, મહાસચિવ પ્રિયંકા ગાંધી, વરિષ્ઠ અહેમદ પટેલ, એકે એન્ટોની, ગુલામ નબી આઝાદ, મલ્લિકાર્જુન ખાર્ગે અને અન્ય ઘણા નેતાઓ શામેલ હતા. આ દરમિયાન બેઠકમાં પાંચ સમિતિઓની રચના કરવામાં આવી છે. આ સમિતિઓ આખા દેશમાં જશે અને કાર્યકર્તાનો અભિપ્રાય લેશે. જે બાદ કોંગ્રેસ અધ્યક્ષની પસંદગી કરવામાં આવશે. આમાંની એક સમિતિમાં સોનિયા ગાંધીનું નામ પણ શામેલ હતું.

CWC રાત્રે આઠ વાગ્યે ફરીથી કોંગ્રેસ કાર્યકારી સમિતિની બેઠક, નવા પ્રમુખ અંગે નિર્ણય લેવાશે

જો કે, સમિતિમાં જોડાવા પર સોનિયા ગાંધીએ કહ્યું કે ભૂલથી છાપવામાં આવ્યું છે. આ સાથે જ રાહુલ ગાંધીએ કહ્યું કે તેઓ બે દિવસની મુલાકાતે તેમના સંસદીય મત વિસ્તાર વાયનાડ જઈ રહ્યા છે. સોનિયા અને રાહુલ ગાંધીના એક્ઝિટ બાદ કોંગ્રેસ વર્કિંગ કમિટીની બેઠક ફરી શરૂ થઈ છે જેમાં પ્રિયંકા ગાંધી હાજર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.