Not Set/ ભારત બચાવો રેલી/ મોદી સરકારે અર્થવ્યવસ્થાનો કર્યો સત્યાનાશ : પી ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીનાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કહ્યુ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 6 મહિનામાં અર્થવ્યવસ્થાનો પાયો હલાવી દીધો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા હજુ પણ મંત્રીઓ પાસે કોઈ માળખું નથી. ચિદમ્બરમે કહ્યું કે શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું […]

Top Stories India
P Chidambaram ભારત બચાવો રેલી/ મોદી સરકારે અર્થવ્યવસ્થાનો કર્યો સત્યાનાશ : પી ચિદમ્બરમ

પૂર્વ નાણામંત્રી પી.ચિદમ્બરમે મોદી સરકાર પર અર્થવ્યવસ્થા બગાડવાનો આરોપ લગાવ્યો છે. દિલ્હીનાં રામલીલા મેદાનમાં કોંગ્રેસની ભારત બચાવો રેલીમાં કહ્યુ કે કેન્દ્રની નરેન્દ્ર મોદી સરકારે છેલ્લા 6 મહિનામાં અર્થવ્યવસ્થાનો પાયો હલાવી દીધો છે. તેમણે કહ્યું કે, અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા હજુ પણ મંત્રીઓ પાસે કોઈ માળખું નથી. ચિદમ્બરમે કહ્યું કે શુક્રવારે નાણાં મંત્રી નિર્મલા સીતારામને કહ્યું હતું કે બધુ જ બરાબર છે અને આપણે વિશ્વની ટોચ પર છીએ.

અર્થવ્યવસ્થામાં મંદીને લઇને સરકાર પર વિપક્ષનો હુમલો

નાણાં મંત્રી પર નિશાન સાધતા ચિદમ્બરમે કહ્યું કે, તેમણે એવું કંઈ કહ્યું નહીં કે ‘સારા દિવસો આવી રહ્યા છે’. જણાવી દઈએ કે અર્થવ્યવસ્થામાં મંદીનાં કારણે વિપક્ષો સતત મોદી સરકાર ઉપર આકરા પ્રહાર કરે છે. મહત્વની વાત એ છે કે સરકાર અર્થવ્યવસ્થાને પાટા પર લાવવા માટે ઘણાં પગલા લઈ રહી છે. જો કે, હજી સુધી લીધેલા પગલાથી કોઈ મોટો સુધારો દેખાઈ રહ્યો નથી.

જણાવી દઈએ કે, દિલ્હીનાં રામલીલા મેદાનમાં આજે કોંગ્રેસ ભારત બચાવો રેલીની મદદથી કેન્દ્રની ભાજપ સરકારને નિશાન બનાવવાનો પ્રયાસ કરી રહી છે. આ રેલીમાં કોંગ્રેસનાં કાર્યકરો દેશભરમાંથી એકઠા થયા છે. આ દરમિયાન કોંગ્રેસનાં નેતા પ્રિયંકા ગાંધીએ દિલ્હીનાં રામલીલા મેદાનમાં ભાજપ પર જોરદાર હુમલો કર્યો હતો. તેમણે કહ્યું કે દરેક અખબારો પર એવું દેખાય છે કે જો મોદી હોય તો શક્ય છે. વાસ્તવિકતા એ છે કે જો ભાજપ છે, તો ત્યાં પ્રતિ કિલો 100 રૂપિયાની ડુંગળી છે, જો ભાજપ હોય તો 45 વર્ષમાં સૌથી વધુ બેકારી શક્ય છે, જો ભાજપ હોય તો 4 કરોડ નોકરીઓનો નાશ કરવો શક્ય છે. પ્રિયંકાએ મોંઘવારી, કારખાનાઓ બંધ થવા, ફેક્ટરીઓ બંધ થવાના, નાના વેપારીઓની કમાણીમાં ઘટાડો થવાની વાત કરતા કહ્યુ કે મોદી હૈ તો મુમકીન હૈ.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ” ની નવી મોબાઇલ એપ્લિકેશન.