નવી દિલ્હી/ પાકિસ્તાને ભારતીય માછીમારો પર કર્યો ગોળીબાર? પાક.ના કબજામાં બોટ સાથે 8 માછીમારો

પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે.

Top Stories India
માછીમારો

પાકિસ્તાન મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીએ શુક્રવારે મોડી રાત્રે પાકિસ્તાન સાથેની દરિયાઈ સરહદ નજીક ભારતીય માછીમારી બોટ અલ કિરમાનીનો કબજો લીધો હતો. જહાજમાં સવાર આઠ ક્રૂ પણ પાકિસ્તાની મેરીટાઇમ સિક્યુરિટી એજન્સીની કસ્ટડીમાં છે. સરકારી સૂત્રોના જણાવ્યા અનુસાર, પાકિસ્તાની એજન્સીઓ દ્વારા ભારતીય માછીમારો પર ગોળીબારના અહેવાલો મળી રહ્યા છે. હાલમાં આ સમાચારની વિગતોની રાહ જોવાઈ રહી છે.

આપને જણાવી દઈએ કે થોડા દિવસો પહેલા બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)એ ગુજરાતના ભુજમાં પાકિસ્તાનની એક બોટને જપ્ત કરી હતી. BSF એ જણાવ્યું હતું કે 4 મે ના રોજ સવારે 11.15 કલાકે BSF ભુજ પેટ્રોલે હરામી નાળામાં બીપી નંબર 1158 પાસે પાકિસ્તાની બોટની હિલચાલ જોઈ હતી જેમાં 3-4 પાકિસ્તાની માછીમારો બેઠા હતા.

આ પણ વાંચો:ભાજપની ચૂંટણી તૈયારી : કોંગ્રેસ બાદ હવે યોજાશે ભાજપની ચિંતન શિબિર

આ પણ વાંચો:ન્યુઝીલેન્ડના વડાપ્રધાન જેસિન્ડા અર્ડર્ન કોરોનાની ઝપેટમાં,સો. મીડિયામાં પોસ્ટ કરી આપી માહિતી

આ પણ વાંચો:હિન્દીના વિવાદ વચ્ચે સંજય રાઉતેની અમિત શાહને અપીલ, ‘એક દેશ, એક ભાષા’ બનાવો

આ પણ વાંચો:બોર્ડર પર ફરી જોવા મળ્યું પાકિસ્તાની ડ્રોન, BSF જવાનોએ કર્યું ફાયરિંગ