રાજકીય/ ભાજપની ચૂંટણી તૈયારી : કોંગ્રેસ બાદ હવે યોજાશે ભાજપની ચિંતન શિબિર

ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના 40 થી વધુ નેતાઓ બે દિવસ સુધી ચૂંટણી અંગે વિચારણા કરશે.

Top Stories Gujarat
BJP ભાજપની ચૂંટણી તૈયારી : કોંગ્રેસ બાદ હવે યોજાશે ભાજપની ચિંતન શિબિર
ગુજરાતમાં ટૂંક સમયમાં વિધાનસભાની ચૂંટણી યોજાવા જઈ રહી છે. તમામ પક્ષો દ્વારા વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ ચાલી રહી છે. ભાજપના 40 થી વધુ નેતાઓ બે દિવસ સુધી ચૂંટણી અંગે વિચારણા કરશે. 15 અને 16 મેના રોજ ભાજપનું ચિંતન શિબિર યોજાઈ રહ્યું છે જેમાં ચૂંટણીની રણનીતિ નક્કી કરવામાં આવશે. પાર્ટીની કોર કમિટીના સભ્યો તેમજ સંસદીય બોર્ડના સભ્યો બેઠકમાં હાજરી આપશે. આ બેઠકમાં ભાજપ મહામંત્રીની સાથે સંગઠનના ટોચના નેતાઓ પણ હાજર રહેશે. ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી બન્યા બાદ પાર્ટીનું આ પ્રથમ ચિંતન શિવર છે, જેમાં તેઓ અને પ્રદેશ અધ્યક્ષ સી.આર.પાટીલ પણ હાજર રહેશે.

તમને જણાવી દઈએ કે ભાજપના રાષ્ટ્રીય નેતાઓની ગુજરાત મુલાકાત માટે સ્ટેજ તૈયાર કરવામાં આવી રહ્યું છે. ગુજરાત અને હિમાચલ પ્રદેશમાં ડિસેમ્બરમાં વિધાનસભાની ચૂંટણી યોજાવાની છે. આવી સ્થિતિમાં પાર્ટીના રાષ્ટ્રીય નેતાઓનું ધ્યાન માત્ર બે રાજ્યો પર છે. કેન્દ્રમાં ગુજરાતમાંથી કેબિનેટ મંત્રી બનેલા સાંસદો પણ ગુજરાત પ્રવાસની તૈયારી કરી રહ્યા છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ મહિનામાં બે વખત ગુજરાતની મુલાકાતે આવવાના છે.

મળતી માહિતી મુજબ આ શિબિરમાં ભાજપના રાષ્ટ્રીય નેતા અને કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ હાજર રહેશે. બેઠકમાં આદિવાસીઓની સાથે પાટીદાર સમાજની પણ ચર્ચા થાય તેવી શક્યતા છે. ગુજરાતમાં છેલ્લી છ ટર્મથી ભાજપ સત્તા પર હોવાથી, એન્ટી ઈન્કમ્બન્સી તેમજ મોંઘવારીના મુદ્દાને લઈને ભાજપના નેતાઓને આ શિબિર દ્વારા જનતા સુધી પહોંચવાનો માર્ગ મળશે. આ બેઠકમાં કેટલાક સત્રો હશે જેમાં સોશિયલ મીડિયા, મીડિયા કમિટી, આઈટી સેલના સત્રો પણ હશે. જિલ્લા, તાલુકા અને મહાનગર દ્વારા કાર્યક્રમોનું પ્રેઝન્ટેશન પણ થશે. સંગઠનાત્મક કાર્યક્રમો પણ તૈયાર કરવામાં આવશે. ઉલ્લેખનીય છે કે 20 થી 21 મે દરમિયાન જયપુરમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યસમિતિની બેઠક યોજાવા જઈ રહી છે, જે પહેલા ગુજરાતમાં ચિંતન શિબિર મહત્વપૂર્ણ બની રહેશે.