IPL 2022/ મુંબઇ સામે ચેન્નાઇ માત્ર 97 રનમાં ઓલઆઉટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે સૌથી મોટી ટીમો વચ્ચે ગુરુવારે મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયા છે

Top Stories Sports
11 13 મુંબઇ સામે ચેન્નાઇ માત્ર 97 રનમાં ઓલઆઉટ

ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની બે સૌથી મોટી ટીમો વચ્ચે ગુરુવારે મેચ રમાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ બંને પ્લેઓફની રેસમાંથી લગભગ બહાર થઈ ગયા છે. પરંતુ ગુરુવારની મેચમાં  પ્રથમ બેટિંગ કરવા ઉતરેલી ચેન્નાઈ સુપર કિંગ્સે 40 રનની અંદર પોતાની 6 વિકેટ ગુમાવી દીધી હતી.અંતે ટીમ માત્ર 97 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. ચેન્નાઈ સુપર કિંગ્સ આખી 20 ઓવર પણ રમી શકી ન હતી અને ઈનિંગ 15.6 ઓવરમાં સમાપ્ત થઈ ગઈ હતી.

એક તરફ જ્યારે ટીમની વિકેટો સતત પડી રહી હતી ત્યારે એક છેડે મહેન્દ્ર સિંહ ધોની જ રહ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ કુલ 36 રનની ઇનિંગ રમી જેમાં ચાર ચોગ્ગા અને બે છગ્ગાનો સમાવેશ થાય છે. એમએસ ધોનીએ અંત સુધી ઇનિંગ્સને સંભાળવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ જ્યારે એમએસ ધોની 16મી ઓવરના છેલ્લા બોલ પર સ્ટ્રાઈક લેવા દોડ્યો ત્યારે વિકેટકીપરે મુકેશ ચૌધરીને રનઆઉટ કરી દીધો

ચેન્નાઈએ આઈપીએલમાં તેનો બીજો સૌથી ઓછો સ્કોર બનાવ્યો છે, આ પહેલા પણ ચેન્નાઈ સુપર કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સ સામે તેનો સૌથી ઓછો 79 રન બનાવ્યો હતો.