ગુજરાત/ આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં આગની ઘટનાને કાબુમાં લેવા માટે ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

Top Stories Gujarat
robo dainasor 7 આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવામાં આવશે

ગુજરાત રાજ્યમાં છેલ્લા કેટલાક સમયથી આગની ઘટનાઓમાં ઘણો વધારો જોવા મળી રહ્યો છે. પછી તે સુરત હોય કે અમદાવાદ. અને ઘણાં લોકોએ આ અગ્નિ ઘટનામાં જીવતા ભૂંજાઈ ચુક્યા છે. ત્યારે ગુજરાત રાજ્યમાં આગની ઘટનાને કાબુમાં લેવા માટે ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.

૪ ઝોનમાં ડાયરેક્ટર ઓફ ફાયરની રચના કરવામાં આવશે. જે ફાયર સિસ્ટમ ચેક કરવાની સાથે આગની ઘટનાને નિયંત્રણમાં લેવા માટે કામ કરશે, આ કચેરી 26 મી જાન્યુઆરી થી નવી સિસ્ટમ સાથે અમલી બનશે. ફાયર noc ચેકિંગની જવાબદારી એન્જિનિયરોને અપાશે.

હવે રાજ્યમાં નવા ફાયર NOC  ઓનલાઇન મળશે. લોકોને કચેરીના ધક્કા ખાવામાંથી મુકિત મળશે. નવી બિલ્ડીંગ્સ માટે ફાયર સેફટી સર્ટિફિકેટ NOC 3 વર્ષ માટે માન્ય  રહેશે. રેગ્યુ. બિલ્ડીંગના કિસ્સામાં બે વર્ષની મૂદત માટે FIRE NOC માન્ય રહેશે.

ફાયરની આખી વ્યવસ્થા દરેક કોર્પોરેશન, નગરપાલિકાઓમાં છે. આગ લાગે છે ત્યારે 10 થી 15 મિનિટમાં પહોંચી જાય છે. રાજ્ય સરકારે ફાયર અંગેની સિસ્ટમ તૈયાર કરી છે. ડાયરેકટર ઓફ ફાયરની રચના કરવામાં આવશે, જેમાં રિટાયર્ડ ફાયર ઓફિસર તનેજા સાહેબ ટીમ બનાવશે. ઝોન પ્રમાણે ફાયર અધિકારીની નિમણૂંક કરાશે. મિકેનિકલ, ઇલેક્ટ્રિકલ એન્જિ.ને ટ્રેનિંગ આપી સર્ટિફાઇડ કરવમ આવશે.  કેમિકલ એન્જિ.ને ટ્રેનિંગ આપીને સર્ટિફાઇડ કરવમ આવશે. વિવિધ એન્જીનિયરોને સામેલ કરાશે.

હાલમાં નિવૃત અધિક મુખ્ય સચિવ પી.કે.તનેજાને જવાબદારી સોપી છે. ફાયર વિભાગ સંપૂર્ણ અપગ્રેડ કરાશે. 26 જાન્યુ.થી ફાયર સેફ્ટીની નવા નિયમો લાગુ કરાશે.

 

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …

#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…

#Ajab_Gajab / દુનિયાની એક એવી હોટેલ જ્યાં મહેમાનોનું સ્વાગત ‘ડાયનાસો…

#Ajab_Gajab / એક એવું ગામ જ્યાં લોકો એકબીજાને બોલવામાં તે વગાડે છે સીટી…

#Ajab_Gajab / લંકા મીનાર કે જ્યાં ભાઈ-બહેન એકસાથે નથી જઈ શકતા, જાણો કેમ..?…

 

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…