Not Set/ કાળઝાળ ગરમીમાં શેકાતો દેશ, ચુરૂમાં 50 ડિગ્રી ગરમી, તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ

ચુરુ, જૂન મહિનો શરૂ થયો છે પણ દેશ આખો કાળઝાળ ગરમીમાંથી પસાર થઈ રહ્યો છે.દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ અને ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે. દેશમાં વચ્ચે થોડા વિરામ બાદ ગરમીએ ફરીથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. રાજસ્થાનના ચારૂમાં શનિવારે ગરમીનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ તાપમાને પાછલા […]

Top Stories India
aw કાળઝાળ ગરમીમાં શેકાતો દેશ, ચુરૂમાં 50 ડિગ્રી ગરમી, તોડ્યો 75 વર્ષનો રેકોર્ડ

ચુરુ,

જૂન મહિનો શરૂ થયો છે પણ દેશ આખો કાળઝાળ ગરમીમાંથી પસાર થઈ રહ્યો છે.દેશના મોટાભાગના વિસ્તારોમાં હીટવેવ અને ગરમીના લીધે લોકો ત્રાહિમામ પોકારી ઉઠયા છે.

દેશમાં વચ્ચે થોડા વિરામ બાદ ગરમીએ ફરીથી પોતાનું રૌદ્ર સ્વરૂપ બતાવવાનું શરૂ કરી દીધુ છે. રાજસ્થાનના ચારૂમાં શનિવારે ગરમીનો પારો 50 ડિગ્રીને પાર પહોંચી ગયો છે. આ તાપમાને પાછલા 75 વર્ષનો રેકોર્ડ તોડયો છે. સામાન્ય કરતા આ તાપમાન 9 ડિગ્રી વધારે છે.

રાજસ્થાનના ચુરુ જેવી જ હાલત દેશના બીજા ભાગોમાં પણ છે.માત્ર ચુરૂ જ નહીં પરંતુ રાજસ્થાનના ગંગાનગર, બિકાનેર, જેસલમેર સહિતના શહેરોમાં તાપમાન 45 ડિગ્રીની ઉપર નોંધાયુ છે. ગંગાનગરમાં 49, બિકાનેરમાં 47.9, જેસલમેરમાં 47.2, કોટામાં 46, જોધપુરમાં 45.6, જયપુરમાં 45.2 અને બાડમેરમાં 44.5 ડિગ્રી સાથે શનિવારનો દિવસ સૌથી ગરમ રહ્યો હતો.

ઉત્તરપ્રદેશના બાંડામાં 48.4 ડિગ્રી સાથે સિઝનનુ સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યુ છે. ભારતીય હવામાન વિભાગે જણાવ્યુ છે કે રાજસ્થાન, વિદર્ભ અને મધ્ય પ્રદેશમાં આગામી પાંચ દિવસ સુધી આવી જ સ્થિતિ રહેશે તો પંજાબ, હરિયાણા, ચંદિગઢ, દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં આગામી ત્રણ દિવસ સુધી હીટવેવની સ્થિતિ યથાવત રહેશે.

હરિયાણાનું નારનૌલ 47.2 ડિગ્રી અને હિસારમાં 45.6 ડિગ્રી સાથે સામાન્ય કરતા 3 ડિગ્રી ઉંચુ તાપમાન નોંધાયુ હતું. તો પંજાબમાં પારો સામાન્ય કરતા પાંચ ડિગ્રી ઉંચે પહોંચ્યો છે.

અમૃતસરમાં 45.7  અને લુધિયાણામાં 44.1 તથા ચંદીગઢમાં 44.9 ડિગ્રી ગરમી નોંધાઇ છે. ઠડુ ગણાતું હિલ સ્ટેશન હિમાચલ પ્રદેશ પણ ગરમીની ઝપેટમાં આવ્યુ છે.  ઉના 44.9 ડિગ્રી સાથે રાજ્યનું સૌથી ગરમ શહેર બન્યુ હતું. તો બિલાસપુરમાં 43, હમિરપુરમાં 40.6 અને મંડીમાં ૪૦.૫ ડિગ્રી તાપમાને લોકો શેકાયા હતા.

કાયમ બરફથી છવાયેલા રહેતા જમ્મુ અને કશ્મીરમાં પણ તાપમાને આ વર્ષે રેકોર્ડ તોડ્યો છે. દર વર્ષે રહેતા સામાન્ય તાપમાનની સરખામણીમાં આ વર્ષે 4.2 ડિગ્રીના વધારા સાથે જમ્મુ શહેરમાં પારો 43.5 ડિગ્રી પર પહોંચ્યો છે.