Not Set/ રોજનું 1 હજાર લીટર દુધનું ઉત્પાદન કરી કાનુબહેન લાખો રૂપિયા કમાઇ રહ્યા છે

બનાસકાંઠામાં રહેતા કાનુબહેન પટેલ અક્ષર જ્ઞાનમાં સાવ અભણ હોવા છતાં તેઓ માત્ર પશુપાલન કરીને મહિને લાખો રૂપિયા કમાય છે.એવું માનવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વ્યક્તિગત રીતે કાનુબહેન  તેમના પશુઓ પાસેથી સૌથી વધુ દુધ મેળવે છે અને વેચે છે.બે ભેંસોથી દુધનો ધંધો શરૂ કરનાર કાનુબહેન પાસે આજે 100થી વધુ ગાયો છે અને 25 જેટલી ભેંસો છે.આ […]

Top Stories Gujarat Others
WhatsApp Image 2019 06 01 at 15.11.57 રોજનું 1 હજાર લીટર દુધનું ઉત્પાદન કરી કાનુબહેન લાખો રૂપિયા કમાઇ રહ્યા છે

બનાસકાંઠામાં રહેતા કાનુબહેન પટેલ અક્ષર જ્ઞાનમાં સાવ અભણ હોવા છતાં તેઓ માત્ર પશુપાલન કરીને મહિને લાખો રૂપિયા કમાય છે.એવું માનવામાં આવે છે સમગ્ર ગુજરાતમાં વ્યક્તિગત રીતે કાનુબહેન  તેમના પશુઓ પાસેથી સૌથી વધુ દુધ મેળવે છે અને વેચે છે.બે ભેંસોથી દુધનો ધંધો શરૂ કરનાર કાનુબહેન પાસે આજે 100થી વધુ ગાયો છે અને 25 જેટલી ભેંસો છે.આ પશુધનથી કાનુબહેન રોજનું 1000 લીટર દુધ મેળવે છે અને તેને વેચી લાખો કમાય છે.

કાનુ બેન પહેલા દશ લીટર દૂધ ભરાવતા હતા ત્યારબાદ ડેરીના કેમ્પોમાં જઈ તેમને પણ કાંઈક નવું કરવાનો વિચાર આવ્યો. એ પછી કાનુબેને ધીમે ધીમે પાંચ ગાયો લાવી ત્યારબાદ ધીમે ધીમે બે પાંચ પાંચ ઢોર વધારીને આજે સૌથી વધુ સારી નસલવાળી જર્સી ગાયો અને ૨૫ જેટલી ઉંચી કુળની ભેંસ તેમની પાસે છે.

આ પશુધન દ્રારા કાનુબહેન તેઓ સાંજ સવાર થઇ કુલ હજાર લિટર સુધી નો દૂધ ભરાવી ને સમગ્ર બનાસકાંઠા જિલ્લામાં જ નહિ પણ સમગ્ર ગુજરાતમાં સૌથી વધુ દૂધ ધરાવતા મહિલા બન્યા છે

દુધના આ ધંધામાં કાનુ બેન સાથે તેમનો પરિવાર પણ તેમને મદદ કરે છે. કાનુબહેનનું કહેવું છે કે તેઓ જાતે જ પશુઓની સાર સંભાળ રાખે છે અને તેમનો પરિવાર પણ તમને મદદ કરે છે.કાનુબહેનને દુધની કમાણીમાં સારી આવક મળતા હાલ એક આધુનિક રીતે તબેલો તૈયાર કર્યો છે અને તબેલામાં ઠંડક રહે તે માટે ચાર મોટા કુલરો પણ ફીટ કરવામાં આવ્યા છે અને તબેલા ઉપર ફુવારાઓ પણ મૂકવામાં આવ્યા છે જેથી ઉનાળા દરમ્યાન ગાયોને પણ ઠંડક મળી રહે

પશુઓને ખાવાનો ઘાસચારો ન બગડે તે માટે પણ ગાયને ઘાસ ખાવા માટે પણ અલગ પ્રકારના સુવિધાઓ ઊભી કરવામાં આવી છે ગાયો સરળતાથી ઘાસ પણ ખાઈ શકે ગાયો સારો દૂધ આપે એ માટે તેને ખાવાની પણ અલગ પ્રકારનો જ ઘાસચારો બનાવીને તેઓ ગાયોને આપે છે.

ગાયને પોષક તત્વો મળી રહે અને દૂધ વધારે થાય તે માટે કાનુબહેન પોતાના ઘરે જ ગાયો માટે ભોજન બનાવે છે જેનાથી ગાયો જાતે બનાવેલા ખોરાકથી દૂધ પણ સારો એવું આપે છે.

આજે દિવસના 1000 જ લીટર જેટલું દૂધનું ઉત્પાદન કરતા કાનુ બેનને બનાસડેરીએ તેમને પોતાના ઘરે જ ડેરી ઉભી કરી આપી છે જેના કારણે તેઓ દૂધ ભરવા માટે બહાર ન જવું પડતું નથી કાના બેનની વર્ષની આવક એક 90 લાખથી  એક કરોડ સુધીની છે.

કાનુ બેનનું કહેવું છે કે તેમની પ્રેરણા લઈને ગામના ઘણા બધા ખેડૂતોએ પોતાના ઘરે તબેલાઓ શરૂ કર્યા છે અને ગામના લોકો પણ આ દૂધમાંથી સારી એવી આવક મેળવી રહ્યા છે આધુનિક રીતે તૈયાર કરેલા આ તબેલામાં તમામ સુવિધાઓ પણ ઉપલબ્ધ કરવામાં આવી છે જેથી અંદર રહેલા પશુઓ ને કોઈ જાતની તકલીફ રહેતી નથી અને આખો દિવસ કાનુબેન આ પશુઓને સારસંભાળ કરી રહ્યા છે ગાયો ને દૂધ કાઢવા માટે માટે આઠથી દસ મશીનો લગાવવામાં આવ્યા છે જેના કારણે સરળતાથી દૂધ કાઢી શકાય છે.

કાનુબહેનને  ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા પણ તેમને વિવિધ એવોર્ડ થી સન્માનિત કરવામાં આવ્યા છે સાથોસાથ મંતવ્ય ન્યૂઝ નો એવોર્ડ પણ આ મહિલાને મળેલ છે