Not Set/ રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ગેસ સિલિન્ડરવાળો ફોટો શેર કરીને કહ્યું – હું પણ સંમત છું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવા માટે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું. તેમણે ગેસ સિલિન્ડર સાથેનો સ્મૃતિ ઈરાનીનો ટ્વિટર પર એક જૂનો ફોટો શેર કર્યો છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ શેર કરેલા ફોટામાં સ્મૃતિ અને બીજેપીના કેટલાક અન્ય નેતાઓ અને કાર્યકરો એલપીજી સિલિન્ડરમાં ભાવ વધારેને […]

Top Stories India
rg si રાહુલ ગાંધીએ સ્મૃતિ ઈરાનીનો ગેસ સિલિન્ડરવાળો ફોટો શેર કરીને કહ્યું - હું પણ સંમત છું

કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ગુરુવારે એલપીજી સિલિન્ડરની કિંમતમાં વધારો કરવા માટે ભાજપના નેતા અને કેન્દ્રીય પ્રધાન સ્મૃતિ ઈરાની પર નિશાન સાધ્યું હતું. તેમણે ગેસ સિલિન્ડર સાથેનો સ્મૃતિ ઈરાનીનો ટ્વિટર પર એક જૂનો ફોટો શેર કર્યો છે. ટ્વિટર પર રાહુલ ગાંધીએ શેર કરેલા ફોટામાં સ્મૃતિ અને બીજેપીના કેટલાક અન્ય નેતાઓ અને કાર્યકરો એલપીજી સિલિન્ડરમાં ભાવ વધારેને લઇને ગત જ્યારે યુપીએ સરકાર સત્તામાં હતી ત્યારે વિરુધમાં બેઠા જોવા મળી રહ્યા છે. 

ફોટો શેર કરતા કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ લખ્યું કે, ‘હું આ ભાજપના સભ્યો સાથે સંમત છું કારણ કે તેઓ એલપીજી સિલિન્ડરમાં 150 રૂપિયાના વધારાના વિરોધમાં છે.’ રાહુલ ગાંધીએ શેર કરેલા આ ફોટાને ફક્ત થોડા જ કલાકોમાં 44.7 K થી વધુ લાઇક મળ્યા છે અને આ ફોટો ટ્રેલ થવાનો શરુ થઇ ગયો હતો અને 11.6 K (હજાર) કરતા પણ વધું રી-ટ્વીટ્સ કરવામાં આવ્યો છે. ફોટો પર 2.5K જેટલી કોમેન્ટસનો પર વરસાદ થયો હતો. 

હકીકતમાં, એલપીજીના ભાવમાં બુધવારે સિલિન્ડર દીઠ રૂ 144.5 નો વધારો કરવામાં આવ્યો છે. સરકારી પેટ્રોલિયમ માર્કેટિંગ કંપનીઓએ એક સૂચનામાં આ માહિતી આપી હતી. જોકે, સરકારે એલપીજી પરની સબસિડી લગભગ બમણી કરી દીધી છે. સબસિડીવાળા સિલિંડરોના ગ્રાહકો પર આ બહુ ભાર નહીં પડે. કંપનીઓએ જણાવ્યું હતું કે એલપીજી સિલિન્ડરની કિંમત અગાઉના 714 રૂપિયાથી વધારીને 858.50 કરવામાં આવી છે.

એલપીજી સિલિન્ડર અંગે કોંગ્રેસનું પ્રદર્શન

કોંગ્રેસની મહિલા પાંખે ગુરુવારે પેટ્રોલિયમ મંત્રાલયની બહાર એલપીજીની કિંમતમાં વધારા સામે વિરોધ નોંધાવ્યો હતો અને બાદમાં પેટ્રોલિયમ મંત્રી ધર્મેન્દ્ર પ્રધાનને એક નિવેદન રજૂ કર્યું હતું જેથી વધેલા ભાવને તાત્કાલિક પાછો ખેંચવાની માંગ કરવામાં આવી હતી. દિલ્હી વિધાનસભાની ચૂંટણીમાં કોંગ્રેસ તરફથી અપેક્ષા રાખતા અખિલ ભારતીય મહિલા કોંગ્રેસ અધ્યક્ષ સુષ્મિતા દેવ અને કેટલાક નેતાઓની આગેવાનીમાં કેટલાક પદાધિકારીઓએ મંત્રાલયની બહાર પ્રદર્શન કર્યું હતું.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે…

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.