Not Set/ IPLના પ્રસારણ પર તાલિબાની સરકારે લગાવ્યો પ્રતિબંધ,જાણો ક્યાં કારણસર

અફઘાનિસ્તાનના ખેલાડીઓ પણ આ સમયે IPL માં રમી રહ્યા છે. તેમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે

Top Stories World
TALIBAN 3 IPLના પ્રસારણ પર તાલિબાની સરકારે લગાવ્યો પ્રતિબંધ,જાણો ક્યાં કારણસર

IPL 2021 નો બીજો તબક્કો રવિવારથી UAE માં શરૂ થયો છે. બીજા રાઉન્ડની પ્રથમ મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સે દુબઈમાં મુંબઈ ઈન્ડિયન્સને 20 રને હરાવીને ટૂર્નામેન્ટની શાનદાર શરૂઆત કરી હતી. આખી દુનિયા અત્યારે આ મેચોની મજા માણી રહી છે, પરંતુ એક એવો દેશ સામે આવ્યો છે જ્યાં આઈપીએલ મેચો ટેલિકાસ્ટ થતી નથી અને ત્યાંની સરકારે તેના પર પ્રતિબંધ મુકી દીધો છે. ભારતના પડોશી દેશ અફઘાનિસ્તાનમાં આઈપીએલ 2021 મેચોનું પ્રસારણ કરવામાં આવી રહ્યું નથી કારણ કે ત્યાંની તાલિબાન સરકારે આઈપીએલ લીગ મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે. તાલિબાને આઈપીએલ મેચોના પ્રસારણ પર પ્રતિબંધ મૂક્યો છે અને તેને ઈસ્લામ વિરુદ્ધ ગણાવ્યો છે.

 

 

તાલિબાને આઇપીએલને ઇસ્લામ વિરુદ્ધ ગેરકાયદે ગણાવી છે અને માને છે કે તેને આઇપીએલમાં ચીયર લીડર્સ અને સ્ટેડિયમમાં માથું ઢાંક્યા વગર મહિલાઓ સામે વાંધો છે. તાલિબાન આને ઇસ્લામ વિરુદ્ધ માને છે અને અફઘાનિસ્તાનમાં કોઇ ખોટો સંદેશ ફેલાય તે ઇચ્છતો નથી. પૂર્વ મીડિયા મેનેજર અને અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડ (ACB) ના પત્રકાર ઇબ્રાહિમ મોમન્ડે રવિવારે ટ્વિટર પર આ માહિતી આપી હતી. તેમણે કહ્યું કે અફઘાનિસ્તાનમાં IPL પર પ્રતિબંધ મુકવામાં આવ્યો છે કારણ કે લીગમાં ઇસ્લામ વિરુદ્ધ સામગ્રી છે. ઈબ્રાહિમે લખ્યું, ‘આઈપીએલ મેચ અફઘાનિસ્તાનના રાષ્ટ્રીય ટીવી અને રેડિયો પર પ્રસારિત કરવામાં આવશે નહીં. તેની મેચોનું પ્રસારણ પ્રતિબંધિત કરવામાં આવ્યું છે કારણ કે તેની સામગ્રી ઇસ્લામ વિરુદ્ધ માનવામાં આવે છે. આમાં છોકરીઓ ડાન્સ કરે છે અને મહિલાઓ માથું ઢાંક્યા વગરની હોય છે.

અફઘાનિસ્તાનના ખેલાડીઓ પણ આ સમયે IPL માં રમી રહ્યા છે. તેમાં રાશિદ ખાન અને મોહમ્મદ નબી જેવા સ્ટાર ખેલાડીઓ પણ સામેલ છે. અફઘાનિસ્તાન પર તાલિબાનના કબજાના સમયે બંને ખેલાડીઓ દેશની બહાર હતા, પરંતુ હવે તેઓ યુએઈમાં છે. રાશિદ અને નબી સનરાઇઝર્સ હૈદરાબાદ ટીમનો ભાગ છે. અત્યારે અફઘાનિસ્તાનમાં મહિલા ક્રિકેટ પર પણ પ્રતિબંધ છે.