Not Set/ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,  ટ્વિટ કરી આપી માહિતી

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે પોતે જ ટ્વિટ કર્યું હતું કે તેમને  કોરોનાને ચેપ લાગ્યો છે

Top Stories India
robo dainasor 8 ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડા કોરોના સંક્રમિત,  ટ્વિટ કરી આપી માહિતી

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. તેમણે પોતે જ ટ્વિટ કર્યું હતું કે તેમને  કોરોનાને ચેપ લાગ્યો છે અને છેલ્લા કેટલાક દિવસોમાં તેમણે તેમના સંપર્કમાં આવેલા લોકોને પરીક્ષણ કરવા અપીલ કરી હતી.

ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડાને કોરોના વાયરસનો ચેપ લાગ્યો છે. રવિવારે, તેમણે જાતે જ ટ્વીટ કર્યું હતું કે તે કોરોના સંક્રમિત બન્યા છે. નડ્ડાએ એમ પણ કહ્યું હતું કે તેમની તબિયત બરાબર છે અને તે હોમ આઇસોલેશન હેઠળ છે. અને ડોક્ટરની તમામ સૂચનાનું પણ પાલન કરી રહ્યા છે. અગાઉ ભાજપના અન્ય ઘણા નેતાઓ પણ વાયરસથી  સંક્રમિત થઇ ચુક્યા છે.

ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષે તાજેતરમાં પશ્ચિમ બંગાળની મુલાકાત લીધી હતી. તેમણે ત્યાં ચૂંટણીમાં જાહેર સભાને સંબોધન કર્યું હતું. આ સમય દરમિયાન, તેમના કાફલા પર હુમલો કરવાની ઘટના બહુ ચર્ચામાં આવી હતી. આ પહેલા ભાજપના નેતાઓ અને કેન્દ્રીય પ્રધાનો અમિત શાહ, અર્જુનરામ મેઘવાલ અને કૈલાસ ચૌધરી પણ કોરોના વાયરસથી ગ્રસ્ત થયા છે. જોકે, હવે આ નેતાઓ કોરોનાની પકડ માંથી મુક્ત બન્યા છે. ભાજપના યુપી નેતા ચેતન ચૌહાણ, રાજ્ય સરકારના મંત્રી કમલ રાની વરુણ અને રાજસ્થાનના ભાજપના ધારાસભ્ય કિરણ મહેશ્વરીનું પણ કોરોના કારણે અવસાન થયું છે. તો ગુજરાત ભાજપના રાજ્યસભાના સાંસદ અભય ભારદ્વાજનું પણ કોરોનાને કારણે અવસાન થયું છે.

ગુજરાત / આગની ઘટનાને કાબૂમાં લેવા મહત્વનો નિર્ણય, ડાયરેક્ટર ઓફ ફાયરની…

dharma / આવતી કાલે સોમવતી અમાસ, અજમાવો આ ઉપાય, પૈસાનો વરસાદ થશે…

#Ajab_Gajab / આ વિશ્વનું એક અનોખું ગામ છે, જ્યાં લોકો ચાલતા ચાલતા જ સુઈ …

#Ajab_Gajab / વિશ્વનું અનોખું ગામ, જ્યાં છોકરી મોટી થઈ બની જાય છે છોકરો…

#Ajab_Gajab / દુનિયાની એક એવી હોટેલ જ્યાં મહેમાનોનું સ્વાગત ‘ડાયનાસો…

#Ajab_Gajab / એક એવું ગામ જ્યાં લોકો એકબીજાને બોલવામાં તે વગાડે છે સીટી…

મંતવ્ય ન્યૂઝ દ્વારા જાહેર અપીલ –

દેશ – દુનિયા સહિત ગુજરાતમાં પણ કોરોનાએ જ્યારે ફરી માંથુ ઉચક્યુ છે, ત્યારે અમે મંતવ્ય ન્યૂઝ તમામ નાગરીકોને અપીલ કરીએ છીએ કે, આ સમયે કોરોનાથી ડરવાની નહીં, પરંતુ સંયમ સાથે વર્તવાની જરુર છે. બને તેટલો જાહેર સંપર્ક ટાળો, કોરોના માર્ગદર્શીકા અને સરકારનાં સૂચનોનું ચુસ્તપણે પાલન કરો અને સ્વજનોને પણ કરાવો. આ કાળમાં તકેદારીએ જ સ્વસ્થ્ય હોય સંયમ સાથે નિયમોનું પાલન કરી એક જાગૃત નાગરીકની ફરજ બજાવો…