Not Set/ રોડ રેજ કેસ: ફરીથી સુનાવણી માટે તૈયાર સુપ્રીમ કોર્ટ, સિધ્ધુને થઇ શકે છે જેલ

  વર્ષ 1988 માં પાટિયાલાના શેરનાલા ગેટ ચાર રસ્તા પર થયેલા રોડ રેજ કેસમાં પંજાબનાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુ વિરુદ્ધ દાખલ કેસમાં સુપ્રીમ કોર્ટ ફરીથી સુનાવણી માટે તૈયાર થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં સિધ્ધુ પર 10,000 નો દંડ ફટકાર્યો હતો. સિધ્ધુ ઓર જે આરોપ છે તેમાં સિધ્ધુને એક વર્ષની સજા થઇ […]

Top Stories India
52 9 રોડ રેજ કેસ: ફરીથી સુનાવણી માટે તૈયાર સુપ્રીમ કોર્ટ, સિધ્ધુને થઇ શકે છે જેલ

 

વર્ષ 1988 માં પાટિયાલાના શેરનાલા ગેટ ચાર રસ્તા પર થયેલા રોડ રેજ કેસમાં પંજાબનાં કેબિનેટ મંત્રી નવજોત સિંહ સિધ્ધુ વિરુદ્ધ દાખલ કેસમાં સુપ્રીમ કોર્ટ ફરીથી સુનાવણી માટે તૈયાર થઇ ગઈ છે. સુપ્રીમ કોર્ટે પોતાના એક ચુકાદામાં સિધ્ધુ પર 10,000 નો દંડ ફટકાર્યો હતો. સિધ્ધુ ઓર જે આરોપ છે તેમાં સિધ્ધુને એક વર્ષની સજા થઇ શકે છે.

સુપ્રીમ કોર્ટે આ કેસમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટનાં ચુકાદાને બદલતા સિધ્ધુને બરી કરી દીધા છે. આ મામલમાં પંજાબ-હરિયાણા હાઇકોર્ટે 3 વર્ષની સજા ફટકારી હતી. ત્યારે સિધ્ધુએ હાઇકોર્ટના ચુકાદાને સુપ્રીમ કોર્ટમાં પડકાર આપી હતી. એવામાં પંજાબ સરકારે હાઇકોર્ટના ચુકાદાને યોગ્ય ઠરાવ્યો હતો. જસ્ટિસ જે. ચેલમેશ્વર અને એસ કે કૌલની પીઠે 18 એપ્રિલે આ ચુકાદાને રિઝર્વ રાખ્યો હતો.

ઉલ્લેખનીય છે કે, સિધ્ધુ અને રુપિન્દર સિંહ સિધ્ધુ 27 ડિસેમ્બર, 1988 ના રોજ પટિયાલામાં શેરનવાલા ચોકડી નજીક પોતાની ગાડીમાં બેઠા હતા. એ સમયે ગુરમીત સિંહ પોતાના બે સાથીઓ સાથે બેંકમાં પૈસા જમા કરાવીને આવી રહ્યા હતા. જણાવવામાં આવી રહ્યું છે કે સિંહે સિધ્ધુનો ગાડી હટાવવાનું કહ્યું હતું ત્યારે બંને વચ્ચે ગરમાગરમી થઇ ગઈ હતી. જેની પ્રતિક્રિયા રૂપે સિધ્ધુએ સિંહને ધોઈ માર્યો હતો, જયારે સિંહને હોસ્પિટલમાં દાખલ કરતા જ તેનું મોત નીપજ્યું હતું.