પોરબંદર
છેલ્લા ત્રણ દિવસથી પોરબંદર જિલ્લામાં મૂશળધાર વરસાદને કારણે જિલ્લાની નદીઓ ગાંડીતૂર બની છે. પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભાદર, ઓઝત અને મઘુવંતીના નદીની પાણી ગોમમાં ફરી વળતા ચિકાસા ગામ પાણીમાં ગરકાવ થઈ ગયું છે.
ગામમાં પાણી ભરાતા ઘરવખરીનો સામાન તણાઈ ગયો હતો. ખેતરોમાં પાણી ભરાતા ચિકાસા બેટમાં ફેરવાયું છે.ખેતરોમાં નદીના પાણી ફરી વળતા ખેડૂતોને માટે પાયે નુકશાન થયું છે.
ત્યારે કોસ્ટલ હાઈવે પર પાણી ભરાતા નવીબંદર જવાનો રસ્તો બંધ થઈ જતા ગામ સંપર્ક વિહોણું બન્યું છે. મકાનોમાં પાણી ઘુસી જવાને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો તો પશુઓને રસ્તા ઉપર બાંધવા પડે તેવી સ્થિતી જોવા મળી રહી છે.
પોરબંદર તાલુકાના ઘેડ વિસ્તારમાં ભાદર ઓઝત અને મધુવંતી નદીના પુર ફરી વળ્યા છે. પંદર જેટલા ગામોનો સંપર્ક વિહોણા બની ગયા છે કોસ્ટલ હાઈવે ઉપર આવેલા ચિકાસા ગામમાં ઘરમાં પાણી ભરાયા હતા. તો નવી બંદર ગામનો રસ્તો બંધ થઈ ગયો હતો