Not Set/ અવિશ્વાસ પ્રસ્તાવ : શિવસેનાએ જાહેર કર્યું ત્રણ લાઈનનું વ્હીપ… જાણો કોને આપશે સમર્થન

સંસદમાં કાલે થનારા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મોટી ખબર એ છે કે ભાજપની સહયોગી પાર્ટી શિવસેના મોદી સરકારની સાથે રહેશે. આને લઈને પાર્ટીએ પોતાના સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. આનો મતલબ છે કે પાર્ટીના 18 સાંસદોને હવે કોઈ પણ હાલતમાં સરકારના પક્ષમાં જ રહેવું પડશે. જણાવી દઈએ કે આ પહેલા પાર્ટીનું સ્ટેન્ડ સાફ નહતું. આધિકારિક વ્હીપ […]

Top Stories India
http 2F2Fi.huffpost.com2Fgen2F35317142Fimages2Fn MODI UDDHAV THACKERAY અવિશ્વાસ પ્રસ્તાવ : શિવસેનાએ જાહેર કર્યું ત્રણ લાઈનનું વ્હીપ... જાણો કોને આપશે સમર્થન

સંસદમાં કાલે થનારા અવિશ્વાસ પ્રસ્તાવને લઈને મોટી ખબર એ છે કે ભાજપની સહયોગી પાર્ટી શિવસેના મોદી સરકારની સાથે રહેશે. આને લઈને પાર્ટીએ પોતાના સાંસદોને વ્હીપ જાહેર કર્યો છે. આનો મતલબ છે કે પાર્ટીના 18 સાંસદોને હવે કોઈ પણ હાલતમાં સરકારના પક્ષમાં જ રહેવું પડશે.

જણાવી દઈએ કે આ પહેલા પાર્ટીનું સ્ટેન્ડ સાફ નહતું. આધિકારિક વ્હીપ જાહેર થતા એક વાત સાફ છે કે પાર્ટી હવે અવિશ્વાસ પ્રસ્તાવની વિરુદ્ધમાં વોટિંગ કરશે. પાર્ટીએ એમના સાંસદો માટે આ બાબતે ત્રણ લાઈનનો વ્હીપ જાહેર કર્યો છે, જેમાં સરકાર ને સમર્થન આપવાની વાત કહેવામાં આવી છે.

bjpshivsena 621x414 e1532000790671 અવિશ્વાસ પ્રસ્તાવ : શિવસેનાએ જાહેર કર્યું ત્રણ લાઈનનું વ્હીપ... જાણો કોને આપશે સમર્થન

હકીકતમાં, શિવસેનાએ થોડા સમય પહેલા કેટલાક એવા નિવેદન આપ્યા હતા જે આ ગઠબંધનના વિરોધમાં હતા. પાર્ટીએ તો અહીં સુધી કહ્યું હતું કે આવનારી લોકસભા અને વિધાનસભા ચૂંટણી ભાજપથી અલગ થઈને લડશે. આવામાં એ વાતે જોર પકડ્યું હતું કે શિવસેના વિશ્વાસ મત ના મામલે સરકાર ની વિરુદ્ધ જઈ શકે છે.

ઉદ્ધવ ઠાકરેની પાર્ટીના મુખપત્ર સામનાથી લઈને તમામ નાના-મોટા નેતાઓ ભાજપના વિરોધમાં નિવેદન આપતા રહ્યા છે. પરંતુ શિવસેનાના હાલના ફેંસલાથી એક વાત સાફ છે કે મોદી સરકાર એક મુદ્દા પર સહયોગી પાર્ટીઓને માનવવમાં સફળ રહી છે.