Gujarat/ બેચરાજી વિસ્તારના વિકાસને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ડેવલપમેન્ટ ઓથોરિટીની કરાઈ રચના

બેચરાજી વિસ્તારને વિકસિત કરવા  એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરાઈ. જે અંતર્ગત આ વિસ્તારને લાઈટ -બાગ-બગીચા તેમજ ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર ફેસેલિટીઝ મળશે. આ સાથે આ વિસ્તારમાં નવા મૂડી રોકાણોની સંભાવનાઓ વધશે.

Top Stories Gujarat Uncategorized
YouTube Thumbnail 51 4 બેચરાજી વિસ્તારના વિકાસને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ડેવલપમેન્ટ ઓથોરિટીની કરાઈ રચના

ગુજરાતના બેચરાજી વિસ્તારને લઈને રાજ્યની ભૂપેન્દ્રપટેલ સરકારે મહત્વનો નિર્ણય લીધો છે. જે અંતર્ગત રાજ્ય સરકારે ધાર્મિક-આર્થિક વિકાસ માટે  ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરી. બેચરાજી વિસ્તારના સાત ગામોને સમાવેશ કરતા અંદાજે 825 હેક્ટર વિસ્તારમાં વિકાસ કરવામાં આવશે. આ વિસ્તારમાં લાઈટ -બાગ-બગીચા તેમજ ડ્રેનેજ જેવી ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધા ઉપ્લબ્ધ કરાશે. સરકારના આ નિર્ણયથી બેચરાજી અને આસપાસના ઔદ્યોગિક-વાણિજ્યિક એકમોને પ્રોત્સાહન મળશે.

ગુજરાતમાં સુપ્રસિદ્ધ મંદિરોના વિકાસ કરવાના રાજ્ય સરકારના ઉદેશ્ય હેઠળ બેચરાજી મંદિરના આસપાસના વિસ્તારમાં વિકાસના કાર્યો હાથ ધરાશે. શક્તિપીઠ મનાતા બહુચરાજી મંદિરના વિસ્તારની ધાર્મિક અને આર્થિક પ્રવૃત્તિઓને વેગ આપવા ડેવલપમેન્ટ ઓથોરિટીની રચના કરવામાં આવી. આ ગ્રામીણ વિસ્તારોને શહેરોની જેમ સુવિધા પૂરી પાડવામાં આવશે. બેચરાજી નજીક આવેલા માંડલ-બેચરાજી એસ.આઈ.આર.માં મારૂતી સુઝુકીના પ્લાન્ટ અને 30 જેટલા નાના-મોટા ઉત્પાદન એકમો છે. આ વિસ્તારનો શહેરોની જેમ વિકાસ કરવામાં આવશે.

બેચરાજી વિસ્તારનો વિકાસ કરવા બનાવવામાં આવેલ ડેવલપમેન્ટ ઓથોરિટી બેચર-બેચરાજી ગ્રામ પંચાયત અને તેની આજુબાજુના વિસ્તારમાં વિકાસ કાર્યો હાથ ધરશે. જે મુજબ બેચરાજીની આજુબાજુના શંખલપુર, કાલરી, ગણેશપૂરા, પ્રતાપગઢ, ફિંચડી, ડેડાણા, એદલા, ગામોના સહિત અંદાજે 825 હેક્ટર વિસ્તાર આગામી સમયમાં વધુ વિકસિત થશે. સાથે મહેસાણા-બેચરાજીના 45 કિલોમીટર અંતરના રોડને સુવ્યવસ્થિત કરવામાં આવશે.

નવી રચાયેલી આ બેચરાજી એરિયા ડેવલપમેન્ટ ઓથોરિટી દ્વારા આ વિસ્તારમાં ગુજરાત નગર રચના અને શહેરી વિકાસ અધિનિયમ-1976 અન્વયે વિકાસ યોજના-ડેવલપમેન્ટ પ્લાન બનાવવામાં આવશે. બેચરાજી વિસ્તાર વિકાસ સત્તામંડળના અધ્યક્ષ તરીકે મહેસાણા જિલ્લા કલેક્ટરની નિયુક્તિ કરવામાં આવી. જ્યારે અન્ય સભ્યો તરીકે ચીફ ટાઉન પ્લાનર, મહેસાણા જિલ્લા પંચાયતના પ્રમુખ, મહેસાણા જિલ્લા વિકાસ અધિકારી, રિજિયોનલ મ્યુનિસિપલ કમિશનર, ગાંધીનગર અને સભ્ય સચિવ તરીકે મહેસાણા જિલ્લાના અધિક નિવાસી કલેક્ટરનો સમાવેશ કરવામાં આવ્યો છે.

બેચરાજી આસપાસના વિસ્તારનો વિકાસ થતા નવા મૂડી રોકાણોની સંભાવનાઓ વધશે સાથે રોજગારીની નવી તકો ઉભી થશે. રાજ્ય સરકારના બેચરાજી વિસ્તારને વિકસિત કરવાના નિર્ણયથી દેશ અને રાજ્યના આર્થિક વિકાસમાં આગવું યોગદાન આપશે.


whatsapp ad White Font big size 2 4 બેચરાજી વિસ્તારના વિકાસને લઈને રાજ્ય સરકારનો મહત્વનો નિર્ણય, ડેવલપમેન્ટ ઓથોરિટીની કરાઈ રચના


આ પણ વાંચો : હાર્ટ એટેકે વધુ એક મહિલાનો ભોગ લીધો, ગરબે ઘૂમતા ગુમાવી જિંદગી

આ પણ વાંચો : જાતિવાદ હજી પણ પીછો છોડતો નથી, અમરેલીના દલિત આચાર્યની આત્મહત્યા

આ પણ વાંચો : Entertainment/ 65 વર્ષીય અભિનેતા ‘દલીપ તાહિલ’ને જેલના સળિયા ગણવાનો વારો આવ્યો