Not Set/ ભાજપ મહિલા મોર્ચાની નેતાનો બફાટ, કહ્યુ હિન્દુઓને મુસ્લિમ મહિલાઓ સાથે કરવુ જોઇએ દુષ્કર્મ

દેશમાં અવાર-નવાર મોબ લિંચિંગનાં કિસ્સા થતા હોય છે જેના સમાચાર તમે સાંભળતા જ હશો, પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સા વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ કે જે પછી તમે પણ સવાલ કરશો કે દેશમાં આ શું ચાલી રહ્યુ છે. અહી વાત ઉત્તર પ્રદેશનાં રામકોલામાં ભાજપ મહિલા મોર્ચાની નેતા સુનીતા સિંહ ગૌડની છે કે […]

Top Stories India
bjp mahila morcha ભાજપ મહિલા મોર્ચાની નેતાનો બફાટ, કહ્યુ હિન્દુઓને મુસ્લિમ મહિલાઓ સાથે કરવુ જોઇએ દુષ્કર્મ

દેશમાં અવાર-નવાર મોબ લિંચિંગનાં કિસ્સા થતા હોય છે જેના સમાચાર તમે સાંભળતા જ હશો, પરંતુ આજે અમે તમને એક એવો કિસ્સા વિશે જાણકારી આપવા જઇ રહ્યા છીએ કે જે પછી તમે પણ સવાલ કરશો કે દેશમાં આ શું ચાલી રહ્યુ છે. અહી વાત ઉત્તર પ્રદેશનાં રામકોલામાં ભાજપ મહિલા મોર્ચાની નેતા સુનીતા સિંહ ગૌડની છે કે જેણે મુસ્લિમ વિરોધી પોતાના વિચારોને ફેસબુકમાં દર્શાવ્યા છે.

ઉત્તર પ્રદેશનાં રામકોલામાં ભાજપ મહિલા મોર્ચાની નેતા સુનીતા સિંહ ગૌડએ કથિત રીતે મુસ્લિમ વિરોધી એક ફેસબુક પોસ્ટ કરી હતી જેના પર પાર્ટીએ તેના પર એક્શન લેતા તેને પદથી હટાવી દીધી છે. થોડા દિવસ પહેલા તેણે ફેસબુક પોસ્ટ પર લખ્યુ હતુ કે, હિન્દુ પુરુષોને મુસ્લિમ ઘરોમાં ઘુસવુ જોઇએ અને તેમની મહિલાઓ પર દુષ્કર્મ કરવુ જોઇએ.

સુનીતા સિંહ ગૌડએ પોતાના વિચારોને ફેસબુકમાં શેર કરતા લખ્યુ કે, ‘આનો એક જ ઉપાય છે. 10 હિન્દુભાઈ એક સાથે મળીને તેમની બહેન અને તેમની માં સાથે સરેઆમ રસ્તા પર દુષ્કર્મ કરે, ત્યાર બાદ તેને કાંપીને ભર બજારે થાભલા પર લટકાવી દે. પત્થરનો જવાબ પત્થરથી આપવો પડશે.’ તેણે ત્યા સુધી કહ્યુ કે, મુસ્લિમ માતાઓ અને બહેનોનું સમ્માન લૂટાવુ જોઇએ કારણ કે ભારતની રક્ષા કરવાનો કોઇ અન્ય વિકલ્પ નથી.

આપને જણાવી દઇએ કે, હાલમાં આ ટિપ્પણીને ફેસબુકથી હટાવી દેવામાં આવી છે. પરંતુ પોસ્ટનાં સ્ક્રીનશોર્ટ સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઇ રહ્યા છે. ભાજપ મહિલા મોર્ચાની રાષ્ટ્રીય અધ્યક્ષ વિજયા રાહત્કરે ગૌડની પોસ્ટ વિશે એક ટ્વીટ કરી જવાબ આપ્યો છે કે, આ પ્રકારની ઘૃણાસ્પદ ટિપ્પણીઓને સહન કરવામાં નહી આવે. સાથે માહિતી મળી રહી છે તે મુજબ ગૌડને હવે તેના પદથી હટાવી દેવામાં આવી છે. પ્રેસ પ્રકાશન મુજબ ગૌડને 27 જૂનનાં રોજ પદથી હટાવી દેવામાં આવી હતી.

ઉલ્લેખનીય છે કે, આ પહેલા પણ ભાજપનાં નેતાઓ પર ઓનલાઇન કે ઓફલાઇન નફરત ફેલાવવાનો આરોપ લગાવવામાં આવ્યો છે. એક મહિલા દ્વારા અન્ય મહિલા માટે આટલા ખરાબ વિચાર સામે આવતા સોશિયલ મીડિયામાં લોકો પણ ચોંકી ગયા છે.

આજે દેશમાં ઘણા ભૂમિગત સવાલો છે કે જેના પર સરકારનું ધ્યાન કેન્દ્રીત થવુ જરૂરી છે. જેમ કે દેશમાં બેરોજગારી, વધતી જનસંખ્યા, દેશનું અર્થતંત્ર એક એવી સ્થિતિથી નીકળી રહ્યુ છે કે જેના પર સરકારનું ખાસ ધ્યાન હોય તેવુ હાલમાં દેખાઇ રહ્યુ નથી. ત્યારે આ દરેક મુદ્દાઓથી અલગ ભાજપનાં નેતાઓ દ્વારા એક એવા વિચારને રજૂ કરવામા આવી રહ્યો છે કે જે આવતા ભવિષ્યમાં મોટી મુસિબતનું કારણ બની શકે તેવુ જનમુખે ચર્ચાઇ રહ્યુ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાવ મંતવ્ય ન્યૂઝ સાથે

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ આપના ફોન પર સૌથી ઝડપી મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો “મંતવ્ય ન્યૂઝ ની નવી મોબાઇલ એપ્લિકેશન.