Interesting/ વેક્સિનનો લાગ્યો એવો ડર કે યુવતી ચઢી ગઇ ઝાડ પર

રસી ન લેવા માટે લોકો અલગ-અલગ બહાના કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશનાં છતરપુરની એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે.

Top Stories Ajab Gajab News
વેક્સિનનો ડર

રસી ન લેવા માટે લોકો અલગ-અલગ બહાના કરતા જોવા મળ્યા છે. આ દરમિયાન મધ્યપ્રદેશનાં છતરપુરની એક યુવતીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ યુવતી રસી ન લેવા માટે ઝાડ પર ચઢી ગઇ હતી. રસી લગાવવા ગયેલી ટીમ સમજાવટ બાદ તેને નીચે ઉતારે છે. પછી ઘણા સમજાવ્યા બાદ તેને રસી આપવામાં ટીમ સફળ થાય છે.

આ પણ વાંચો – OMG! / જલ્દી જ તમારું પાણી સાથે હવામાં લક્ઝુરિયસ વોક કરવાનું સપનું થશે પૂરુ, Viral Video

મધ્યપ્રદેશનાં છતરપુર જિલ્લામાં રસી લગાવવા ગયેલી ટીમને જોઈને એક યુવતી ઝાડ પર ચઢી ગઈ હતી. લાંબા સમય સુધી સમજાવ્યા બાદ યુવતી ઝાડ પરથી નીચે આવી. પછી ક્યાંક તેને રસી આપવામાં આવી. આ મામલો છતરપુર જિલ્લાનાં બદામલ્હારા તહસીલનાં નાના ગામ માનકારીનો છે. જણાવી દઇએ કે, આ દિવસોમાં કોવિડ રસી લગાવવા માટે એક અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે. આ માટે રસીકરણ ટીમો ગામડે ગામડે જઈને લોકોને સમજાવી રસી લગાવી રહી છે. આ ક્રમમાં આરોગ્ય વિભાગની ટીમ બદામલ્હારાનાં માનકરી ગામમાં પહોંચી હતી. અહીં રસીકરણ ટીમને જોઈને એક 18 વર્ષની છોકરી ઝાડ પર ચઢી ગઈ હતી.

આ પણ વાંચો – OMG! / લો બોલો!! ન કોઇ ટેસ્ટ ન ઘરની બહાર નિકળી છતા આ મહિલાનો કોરોના રિપોર્ટ આવ્યો પોઝિટિવ

આપને જણાવી દઇએ કે, છોકરી રસી લેવાથી ખૂબ ડરી ગઈ હતી. આ કારણે તે રસી લેવાનો ઈન્કાર કરી રહી હતી. તેને ઝાડ પર ચડતા જોઈ આસપાસનાં લોકો અને રસીકરણ ટીમનાં સભ્યોએ ઘણું સમજાવ્યું. પછી ક્યાંક છોકરી નીચે ઉતરી અને તેને રસી અપાઈ.