Not Set/ ભાજપના નેતા ધનસુખ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે છેલ્લા  બે દિવસથી અનેક સેલેબ્સ સહિત રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે

Top Stories Gujarat
BHANDERI ભાજપના નેતા ધનસુખ ભંડેરીનો કોરોના રિપોર્ટ પોઝિટિવ

ધનસુખ ભંડેરીનો કોરોનાનો કોરોના રિપોર્ટ પોઝિટિવ
મ્યુનિસિપલ ફાયનાન્સ બોર્ડના ચેરમેન છે ધનસુખ ભંડેરી
યુપી ચૂંટણી પ્રવાસેથી પરત ફરી આવ્યા બાદ કોરોના પોઝિટિવ

ગુજરાતમાં કોરોનાનો કહેર વધી રહ્યો છે છેલ્લા  બે દિવસથી અનેક સેલેબ્સ સહિત રાજકીય નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે.રાજકોટ શહેર ભાજપના પૂર્વ પ્રમુખ અને ગુજરાત મ્યુ.ફાઇનાન્સ બોર્ડના ચેરમેન ધનસુખ ભંડેરી કોરોના સંક્રમિત થયા છે, તેઓ ઉત્તર પ્રદેશ ચૂંટણી પ્રચાર માટે ગયા હતા, ત્યાંથી પરત ફર્યા અને લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો જેનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. ગત સપ્તાહે તેઓ યુપીના રાજ્યપાલ આનંદીબેન પટેલને પણ મળ્યા હતા. ધનસુખભાઈ હાલ ઘરે જ તબીબી સારવાર લઈ રહ્યા છે.રાજકોટ જિલ્લા ભાજપ મહામંત્રી મનીષ ચાંગેલા કોરોના સંક્રમિત થયા છે. તેઓ ગત સપ્તાહે ગોંડલ ખાતેના સરપંચ સન્માન કાર્યક્રમમાં હાજર રહ્યા હતા. અને ત્યારબાદ શરદી ઉધરસના લક્ષણો જણાતા ટેસ્ટ કરાવ્યો, તો રિપોર્ટ પોઝિટિવ આવ્યો. હાલ તબિયત સારી છે અને હોમ આઇસોલેટ થયા છે.

ભાજપના પ્રદેશ ઉપાધ્યક્ષ ભરત બોઘરાનો રિપોર્ટ કોરોના પોઝિટિવ આવ્યો છે,રાજકોટમાં મુખ્યમંત્રીના રોડ શો માં ભરત બોઘરા ઉપસ્થિત હતો ,રાજકોટમાં અનેક નેતાઓ કોરોના સંક્રમિત જોવા મળી રહ્યા છે. નીતિશ ભારદ્રાજ અને મનીશ ચાંગેલા કોરોના પોઝિટિવ મળ્યા છે. રાજકોટમાં 4 નેતા કોરોના સંક્રમિત જોવા મળ્યા છે.

રાજ્યના આરોગ્ય વિભાગ દ્વારા જણાવ્યા અનુસાર  રવિવારે  6000થી વધુ કેસ નોંધાયા છે. જ્યારે અમદાવાદ કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યના આરોગ્ય વિભાગના જણાવ્યા અનુસાર  કોરોનાના 6275 કેસ નોંધાય છે.  જેમાં અમદાવાદ તો ફરી એકવાર કોરોનાનું હોટસ્પોટ બની રહ્યું છે. રાજ્યમાં નોંધાયેલા કેસમાંથી લગભગ અડધા કેસ માત્ર અમદાવાદ ખાતે નોંધાયા છે. અમદાવાદમાં સૌથી વધુ 2487 કેસ નોંધાયા છે.

છેલ્લા 24 કલાકમાં 1263 લોકો ડિસ્ચાર્જ થયા છે. રાજ્યમાં વધતા કોરોના કેસને લઈ રાજ્યમાં એક્ટિવ કેસની સંખ્યા પણ વધી રહી છે. રાજ્યમાં કુલ એક્ટિવ કેસોની સંખ્યા 27913 છે. રાજ્યમાં કોરોનાથી એકપણ દર્દીનું મોત થયું નથી.  રાજ્યમાં કુલ કેસનો આંકડો 8,58,714 પહોંચ્યો  છે.  તો  રાજ્યમાં સાજા થયેલા કુલ દર્દીઓની સંખ્યા 8,24,163 છે. રાજ્યમાં ઓમિક્રોનના એક પણ કેસ નોંધાયા નથી.