Social Media/ શું તમે Google Chrome બ્રાઉસરને નથી કર્યુ અપડેટ? થઇ શકે છે મોટુ નુકસાન

આજે દુનિયાભરનાં કોઇ પણ ખૂણે બેઠેલા તમારા સ્વજનને તમે ઘરે બેઠા ઈન્ટરનેટની મદદથી વર્ચ્યુઅલી મળી શકીએ છીએ. આજે ઈન્ટરનેટ આપણી મોટી જરૂરિયાત બની ગયુ છે. 

Tech & Auto
ગૂગલ ક્રોમ

આજે દુનિયાભરનાં કોઇ પણ ખૂણે બેઠેલા તમારા સ્વજનને તમે ઘરે બેઠા ઈન્ટરનેટની મદદથી વર્ચ્યુઅલી મળી શકીએ છીએ. આજે ઈન્ટરનેટ આપણી મોટી જરૂરિયાત બની ગયુ છે.

આ પણ વાંચો – Life Management / પિતાએ ગુસ્સાવાળા દિકરાને એક ટાસ્ક આપ્યું, ત્યારપછી તેનો ગુસ્સો ઓછો થવા લાગ્યો, તે શું કામ હતું?

આજકાલ મોટાભાગનાં યુઝર્સ ગૂગલ ક્રોમનો ઉપયોગ કરે છે. જો તમે પણ બ્રાઉઝર ચલાવો છો, તો તમારે સાવચેત રહેવાની જરૂર છે. કારણ કે ઈન્ડિયન કોમ્પ્યુટર ઈમરજન્સી રિસ્પોન્સ ટીમ (CERT-In)એ યુઝર્સને તેમના બ્રાઉઝરને તાત્કાલિક અપડેટ કરવા કહ્યું છે. ચેતવણી ફક્ત તે યુઝર્સ માટે છે જેઓ 97.0.4692.71 કરતાં જૂના Chrome વર્જનનો ઉપયોગ કરી રહ્યાં છે. આવા યુઝર્સ હેકર્સનો શિકાર બની શકે છે. આટલું જ નહીં, તેમની વિગતો હેકર્સ પાસે જઈને તેઓ મોટી મુશ્કેલીમાં ફસાઈ શકે છે. આપને જણાવી દઈએ કે, (CERT-In) એડવાઈઝરીમાં ચેતવણી આપતી વખતે કહેવામાં આવ્યું છે કે, ગૂગલ ક્રોમ બ્રાઉઝરમાં ઘણી ખામીઓ જોવા મળી છે. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ગૂગલ ક્રોમ ટાઇપ કન્ફ્યુઝનને કારણે V8 માં ઉપયોગ કરવા માટે સુરક્ષિત નથી. તેણે વેબ એપ, યુઝર ઈન્ટરફેસ, સ્ક્રીન કેપ્ચર, ફાઈલ API, ઓટો-ફિલ અને ડેવલપર્સ ટૂલ્સ જેવી ઘણી ખામીઓને ઓળખી કાઢી છે. સરકારનું કહેવું છે કે જો કોઈ યુઝર ગૂગલ ક્રોમ અપડેટ નહીં કરે તો ડિવાઈસનાં રિમોટ હેકિંગનો ખતરો રહેશે.

ગૂગલ ક્રોમ બ્રાઉઝરને કેવી રીતે અપડેટ કરવું

તેમનો ડેટા સુરક્ષિત રાખવા માટે, બધા યુઝર્સે જૂના ક્રોમ બ્રાઉઝરને અપડેટ કરવું જોઈએ.
તેને અપડેટ કરવા માટે, ક્રોમ બ્રાઉઝર ખોલો અને મેનુ પર જાઓ.
તે પછી હેલ્પ ઓપ્શન પર ક્લિક કરો.
અહીં તમને About Google Chrome નામનો વિકલ્પ દેખાશે.
તમે અહીં જશો કે તુરંત જ તમારું ક્રોમ બ્રાઉઝર અપડેટ કરવાનું શરૂ કરશે.
તે પછી તમારે ‘રીલોન્ચ’ પર ક્લિંક કરવાનું રહેશે.

આ પણ વાંચો – Technology / સોશિયલ મીડિયાને લઈ કેન્દ્ર સરકારે કરી મોટી જાહેરાત, ઘણા લોકોના એકાઉન્ટ પર પ્રતિબંધ

કોઈપણ સાયબર હુમલાખોર આ ખામીઓનો લાભ લઈ શકે છે અને ક્રોમ યુઝર્સને કોઈપણ જરૂરિયાત વિના કોઈપણ દૂષિત વેબ પેજ પર લઈ જઈ શકાય છે. જો હેકર્સ આ છટકબારીઓનો લાભ લેવામાં સફળ થશે, તો તેઓ તમારા ઉપકરણ પર “મૈલેશિયસ કોડ” ચલાવી શકશે અને તમારી વ્યક્તિગત માહિતી ચોરી શકશે. એટલા માટે સરકારે એડવાઈઝરી હેઠળ ગૂગલ ક્રોમને અપડેટ કરવાની ચેતવણી આપી છે.