Technology/ હોન્ડાએ રજૂ કરી શાનદાર ઓફર, આ મોડલ્સની ખરીદી પર મળશે 5000 રુપિયાનું કેશબેક

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ તાજેતરમાં એક્ટિવા 125 સ્કૂટર પર આકર્ષક કેશબેક ઓફરની જાહેરાત કરી છે. ટુ-વ્હીલર નિર્માતાએ આ ઓફર હોન્ડા ગ્રાઝિયા 125 સ્પોર્ટ્સ એડિશન અને લિવો મોટરસાઇકલ સહિતના પસંદગીના મોડલ પર કરી છે. કંપની આ મોડલોની ખરીદી પર 5,000 સુધીનું કેશબેક આપી રહી છે. જ્યારે હોન્ડાની ભાગીદાર બેંકો દ્વારા ગ્રાહકો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ […]

Tech & Auto
honda હોન્ડાએ રજૂ કરી શાનદાર ઓફર, આ મોડલ્સની ખરીદી પર મળશે 5000 રુપિયાનું કેશબેક

હોન્ડા મોટરસાયકલ અને સ્કૂટર ઇન્ડિયાએ તાજેતરમાં એક્ટિવા 125 સ્કૂટર પર આકર્ષક કેશબેક ઓફરની જાહેરાત કરી છે. ટુ-વ્હીલર નિર્માતાએ આ ઓફર હોન્ડા ગ્રાઝિયા 125 સ્પોર્ટ્સ એડિશન અને લિવો મોટરસાઇકલ સહિતના પસંદગીના મોડલ પર કરી છે. કંપની આ મોડલોની ખરીદી પર 5,000 સુધીનું કેશબેક આપી રહી છે.

જ્યારે હોન્ડાની ભાગીદાર બેંકો દ્વારા ગ્રાહકો ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડ દ્વારા ખરીદી કરે છે ત્યારે જ આ ઓફર્સ માન્ય રહેશે. ટુ-વ્હીલરની બૂકિંગ દરમિયાન ગ્રાહકો ઓનલાઇન સાથે આકર્ષક સ્કીમનો લાભ ઉઠાવી શકે છે.

Honda Grazia About Scooter Honda from Grazia deo, this is to activate 125 regular activities. This is where... | Honda, New honda, Honda scooters

હાલ આ કેશબેક ઓફર હોન્ડા એક્ટિવા 125, હોન્ડા ગ્રાઝિયા 125 સ્પોર્ટ્સ એડિશન અને લિવો મોટરસાઇકલ પર માન્ય છે. આ ઓફર હેઠળ હોન્ડાએ આઈસીઆઈસીઆઈ બેંક, ફેડરલ બેંક, સ્ટાન્ડર્ડ ચાર્ટર્ડ, બેંક ઓફ બરોડા અને યસ બેંક જેવી બેન્કો સાથે ભાગીદારી કરી છે.

ઓપ્પોએ લોન્ચ કર્યો Find X3 Pro સ્માર્ટફોન, ફીચર્સ અને ડિઝાઇન જોઇને દંગ રહી જશો

હોન્ડા ગ્રાઝિયા સ્પોર્ટસ એડિશનને ભારતમાં જાન્યુઆરીમાં 82,564 રુપિયાની કિંમત પર લોન્ચ કરવામાં આવ્યું હતુ. તે એક 124 સીસી ફોર સ્ટ્રોક, એર કૂલ્ડ એન્જિન સાથે આવે છે. તેમા હોન્ડા ઇકો ટેકનોલોજી અને વૈકલ્પિક વર્તમાન જનરેટર પણ મળે છે. મોટરને 5000 આરપીએમ પર 8.14 બીએચપી પાવર અને 6000 આરપીએમ પર 10.3 એનએમ પીક ટોર્ક ઉત્પન્ન કરે છે.

Honda Grazia Vs Honda Activa 125 which one is best for you

બીજી તરફ, હોન્ડા લિવોને ગયા વર્ષે બીએસ 6 અવતારમાં નવી ટેકનીક સાથે રજૂ કર્યુ હતુ, જેને નવી સુવિધાઓ અને નવા રંગ સાથે રજૂ કરવામાં આવી હતી. તેમાં 110 સીસી સિંગલ સિલિન્ડર, એર-કૂલ્ડ એન્જિનનો ઉપયોગ કરવામાં આવ્યો છે. આ મોટરસાઇકલના ડ્રમ વેરિઅન્ટની કિંમત 70,059 રૂપિયા છે, ડિસ્ક વેરિઅન્ટની કિંમત 74,259 રૂપિયા છે.