Not Set/ હવે તમારે કાર ધોવા માટે વધારે મહેનત નહિ કરવી પડે, અપનાવો આ સરળ ટિપ્સ

કાર ધોવા હવે પહેલાની જેમ મહેનત નહિ કરવી પડે. આવી ઘણી વસ્તુઓ બજારમાં આવી છે, જેની મદદથી ઘરે કાર ધોવાનું સરળ બની ગયું છે.

Tech & Auto
નિર્મલા સીતારામન 1 હવે તમારે કાર ધોવા માટે વધારે મહેનત નહિ કરવી પડે, અપનાવો આ સરળ ટિપ્સ

કારની સફાઈ  : આપણી આસપાસ અને રસ્તાઓ પર એટલી બધી ધૂળ અને પ્રદૂષણ છે કે રોજ કાર ધોવાની જરૂર પડે છે. ખાસ કરીને મેટ્રો સીટીમાં, કાર બહુ  ગંદી થઈ જાય છે.  ત્યારે કાર ધોતી વખતે, લોકો ઘણીવાર  બેદરકારી કરે છે, જે તેમની કારને ઘણું નુકસાન પહોંચાડે છે. કારની સફાઈ વખતે કેટલીક મહત્વની બાબતોનું ધ્યાન રાખવું ખૂબ જ જરૂરી છે, જેના વિશે આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ. ચાલો જાણીએ કે કાર ધોતી વખતે કઈ ટિપ્સ અપનાવવી જોઈએ.

પહેલા પાણીથી ધોઈ લો
સૌ પ્રથમ, કારને એકવાર પાણીથી ધોઈ લો, જો તમે તેને સૂકા કપડાથી સાફ કરો છો, તો તેના પેઇન્ટને નુકસાન થવું જોખમ રહેલું છે.  આવી સ્થિતિમાં, તમારે પહેલા કારને પાણીથી ધોવી જોઈએ.

ધોવા માટે તેનો ઉપયોગ કરો
સામાન્ય શેમ્પૂથી કાર ધોવાને બદલે, આ માટે બજારમાં આવતા ખાસ પ્રવાહીનો ઉપયોગ કરો. ડિટર્જન્ટ પાવડર કારના પેઇન્ટને નુકસાન પહોંચાડી શકે છે. તેથી, આ બાબત પર પણ ખાસ ધ્યાન આપવું જોઈએ.

નિર્મલા સીતારામન 2 હવે તમારે કાર ધોવા માટે વધારે મહેનત નહિ કરવી પડે, અપનાવો આ સરળ ટિપ્સ

કારમાંથી પાણી દૂર કરો
કાર ધોયા બાદ તેમાંથી પાણી જલદી સાફ કરી દેવું જોઈએ. જો તમે તેને લાંબા સમય સુધી પાણીને કપડાથી સાફ નથી, કરતા તો તેના પર પાણીના ટીપાં એકઠા થશે. અને ડાઘા પડી શકે છે. તેથી, કારને તરત જ કપડાથી સાફ કરો.

કાર પોલિશ કરતી વખતે આ વાત યાદ રાખો
જ્યારે પણ તમે કાર ધોયા પછી તેના પર પોલીશ લગાવો ત્યારે યાદ રાખો કે તે તડકામાં ન હોવું જોઈએ. સૂર્યપ્રકાશમાં પોલિશ અથવા મીણ લગાવવાથી વાહનને નુકસાન થઈ શકે છે. ધ્યાનમાં રાખો કે આજકાલ બજારમાં સ્પ્રે પોલીશ ઉપલબ્ધ છે જે તમારા કામને સરળ બનાવી શકે છે. તમારે ફક્ત તેને સ્પ્રે અને સાફ કરવું છે.

સ્ટીઅરિંગ અને ડેશબોર્ડ સફાઈ
બહારથી કાર ધોયા પછી હવે અંદર સાફ કરવાનો વારો છે. કારમાં સ્ટીયરિંગ અને ડેશબોર્ડ સાફ કરવા માટે તમારે ક્લીનિંગ સ્પ્રેનો પણ ઉપયોગ કરી શકો છો. આ બધી જગ્યાઓને સ્પ્રેથી સાફ કર્યા પછી, તમે સ્વચ્છ કપડાથી સાફ કરી શકો છો. આ પછી તમારી કાર ચમકશે.

સીટ સાફ કરો
કારની સીટ સાફ કરવા માટે ખાસ ફીણ સ્પ્રે આવે છે. જે તમારે માત્ર કારની સીટ પર છાંટીને થોડા સમય માટે છોડી દેવાનું છે, તે પછી તમને આમાં તેને દૂર કરવાના સાધનો આપવામાં આવે છે, જેની મદદથી તમે કારની સીટ સરળતાથી સાફ કરી શકો છો.

WhatsApp / એકવાર તમે મેસેજ જોશો અને થઇ જશે ગાયબ,કોઈને ખબર પણ નહિ પડે 
મેઇલ શેડ્યૂલ / મોબાઇલ એપ અને ડેસ્કટોપ પર ઇમેઇલ કેવી રીતે શેડ્યૂલ કરવી, સંપૂર્ણ પ્રક્રિયા જાણો
ઇલેક્ટ્રિક સ્કૂટર / 15 ઓગસ્ટના રોજ લોન્ચ થશે,પૂર્ણ ચાર્જ પર 240 કિલોમીટર  દોડશે,  ઓલાને આપશે સ્પર્ધા 
બાળકો પર ખરાબ અસર / ચીન સરકારની કમ્પ્યુટર ગેમ ઉદ્યોગ પર કડક કાર્યવાહી, ભારતમાં શક્ય બનશે ?
સોશિયલ મીડિયા / લોકોનો વિશ્વાસ ઝડપથી ઘટી રહ્યો છે, ગેરમાર્ગે દોરનારા સમાચારને કારણે  મુશ્કેલી વધી રહી છે