Not Set/ 9 કેમેરા સાથે આ કંપની લોન્ચ કરશે સ્માર્ટફોન, જુઓ

નવી દિલ્હી દિન-પ્રતિદિન સતત ટેકનોલોજીમાં સંશોધન થઇ રહ્યા છે, જયારે સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ સ્માર્ટફોનમાં માત્ર એક જ પાછળનો કેમેરો હતો, બાદમાં સેલ્ફી કેમેરા, પછી ડ્યુઅલ રીઅર કેમેરા આવ્યા. એટલું જ નહીં, ડ્યુઅલ સેલ્ફી કેમેરા પણ આવે છે. ટ્રિપલ કેમેરા પણ ડ્યુઅલ રીઅર કેમેરા પછી પણ આવ્યો. હવે બે કે ત્રણથી 9 લેન્સીસ […]

Tech & Auto
mamahi 9 કેમેરા સાથે આ કંપની લોન્ચ કરશે સ્માર્ટફોન, જુઓ

નવી દિલ્હી

દિન-પ્રતિદિન સતત ટેકનોલોજીમાં સંશોધન થઇ રહ્યા છે, જયારે સ્માર્ટફોનમાં કેમેરાની સંખ્યા સતત વધી રહી છે. પ્રથમ સ્માર્ટફોનમાં માત્ર એક જ પાછળનો કેમેરો હતો, બાદમાં સેલ્ફી કેમેરા, પછી ડ્યુઅલ રીઅર કેમેરા આવ્યા. એટલું જ નહીં, ડ્યુઅલ સેલ્ફી કેમેરા પણ આવે છે. ટ્રિપલ કેમેરા પણ ડ્યુઅલ રીઅર કેમેરા પછી પણ આવ્યો. હવે બે કે ત્રણથી 9 લેન્સીસ સાથે સ્માર્ટફોન આવે છે.

જો કે આ વચ્ચે લાઈટ નામવાળી કંપની છે, જેને તમે સ્ટાર્ટઅપ પણ કહી શકો છો. અગાઉ આ કંપની વિશે જણાવ્યું હતું, જ્યારે કંપનીએ 16 લેન્સીસ સાથે એલ 16 કેમેરાનું લોન્ચ કર્યું હતું, ત્યારે હવે આ કંપની  સ્માર્ટફોનના 9-લેન્સ કેમેરા પ્રોટોટાઇપ સાથે આવવાની તૈયારમાં છે.

આ કંપનીએ વોશિંગ્ટન પોસ્ટને સ્માર્ટફોનની પ્રોટોટાઇપ બતાવવામાં આવી છે, જેમાં 9 લેન્સ લગાવ્યા છે અને હવે સવાલ એ છે કે 9-કૅમેરા સ્માર્ટફોનનો ફાયદો શું હશે. અત્રે ઉલ્લેખનીય છે કે, બે અને ત્રણ કેમેરા સ્માર્ટફોન બજારમાં પહેલેથી જ છે.

વોશિંગ્ટન પોસ્ટ રિપોર્ટ અનુસાર, 9 લેન્સ સેટઅપને 64 મેગાપિક્સલ સુધીના શોટ લઇ શકાય છે. અહેવાલ મુજબ, પ્રકાશમાં ફોટોગ્રાફી સારી થઇ છે અને ડેપ્થ ઈફેક્ટ્સ પણ સારી હોય છે. એટલે કે તેનાથી એન્ટ્રી લેવલ DSLR કેમેરા જેવી ફોટોગ્રાફી કરી શકાય છે.

આ પોસ્ટના અહેવાલ મુજબ, કંપની એક સાથે ઘણા પ્રોટોટાઇપ પર કામ કરી રહી છે. જેમાં 5 થી 9 રિયલ કેમેરો સેટઅપ છે. હાલ સ્પષ્ટ છે કે, આ ફર્મ કોઈ બીજા સ્માર્ટફોન મેકરના સાથે મળીને સ્માર્ટફોન વિકસાવવી કે વિકાસ કરી રહી છે. બીજી બાજુ કંપની દ્વારા આ ફોન ચાલુ વર્ષના અંતમાં આવી શકે છે.